હોમ લોન લેતા પહેલા જરૂર કરો આ પાંચ મહત્વની તૈયારીઓ, મળશે તમને સસ્તી લોન અને રહેશો હંમેશા ટેન્શન ફ્રી

જો તમે પણ ઘર અથવા ફ્લેટ ખરીદવા જઇ રહ્યા છો અને હોમ લોન માટે અપ્લાય કરવા જઇ રહ્યા છો તો તમારા માટે કામના સમાચાર છે. હોમ લોન માટે અરજી કરતા પહેલા તમારે કેટલુક જરૂરી હોમવર્ક કરવાની જરૂર છે. જો તમે પહેલા આ કામ કરશો, તો પછી તમને કોઈ તકલીફ નહીં પડે અને તમે દરેક મહિનાનું બજેટ સારી રીતે મેનેજ કરી શકશો. ચાલો જાણીએ આ ખાસ ટિપ્સ.

વધુ અમાઉન્ટથી થઇ શકે છે સમસ્યા :

image soucre

જો તમે વધુ લોનની રકમ માટે અપ્લાય કરો છો, તો બેંક તેને અપ્રુવ કરવાનો ઇનકાર કરી શકે છે. તમે કેટલી લોન માટે પાત્ર છો તે જાણો. એકવાર જાણ્યા પછી, તમે બાકીની ડાઉનપેમેન્ટ અમાઉન્ટ માટે પ્લાન કરી શકો છો.

પ્રોજેક્ટ પર ક્લિયરન્સ થઇ ચુકી હોય :

image soucre

જે પ્રોજેક્ટમાં તમે ઘર અથવા ફ્લેટ ખરીદી રહ્યા છો, તેની ખાતરી કરો કે તેમાં તમામ રેગ્યુલેટરી ક્લિયરન્સ હોય. તમે બેંકની લિસ્ટમાં ચેક કરી શકો છો કે તે પ્રોજેક્ટ લિસ્ટેડ છે કે નહીં. આ હોમ લોનને જલ્દી અપ્રુવ થવામાં પણ મદદ કરે છે.

જે બેંકમાં તમારું એકાઉન્ટ હોય ત્યાં જ કરો અપ્લાય :

image soucre

હોમ લોન માટે ત્યાં જ અપ્લાય કરવુ વધુ સારું છે જ્યાં તમારુ સેવિંગ અથવા સેલરી એકાઉન્ટ હોય. જો બેંક પહેલેથી જ તમારી ક્રેડિટ હિસ્ટ્રી અને કંપની, સેલરી વગેરે જેવી પર્સનલ ડિટેલ્સ જાણે છે તો કેવાયસી પ્રોસેસ પૂરી કરવામાં ઓછો સમય લાગે છે. તમારે વધારે રાહ જોવાની જરૂર નથી.

ક્રેડિટ સ્કોર છે જરૂરી :

image soucre

મોટા ભાગના કિસ્સાઓમાં, બેન્કો તમારા સારા રિપેમેન્ટ રેકોર્ડ અને ક્રેડિટ સ્કોર (સીઆઈબીઆઈએલ સ્કોર) ને આધાર તરીકે માને છે. આ તમારી લોન ને જલ્દી અપ્રુવ થવામાં મદદ કરે છે. કેટલીક વાર બેંકો સારા સ્કોર ધરાવતા લોકોને સસ્તી હોમ લોન પણ આપે છે.

જો તમને વધુ લોનની જરૂર હોય તો આ કામ કરો :

જો તમને વધારે લોનની જરૂર હોય, પરંતુ તમારો પગાર તેને મંજૂરી આપતો નથી, તો તમે તમારા જીવનસાથી/ માતાપિતા/ ભાઈ -બહેનો સાથે જોઇન્ટ લોન માટે અપ્લાય કરી શકો છો. જો તમે ઇચ્છો તો, તમે લોન રિપેમેન્ટ માટે લોન્ગ પીરિયડ ની પસંદગી કરી શકો છો. તેનાથી દરેક મહિનાની ઇએમઆઈ ઘટશે અને મહિનાના બજેટને અસર નહીં થાય.

EMI નો વિચાર કરો

image socure

ખાતરી કરો કે તમે માસિક હપ્તા (ઇએમઆઈ) દ્વારા કેટલો ખર્ચ વહન કરી શકો છો, કારણ કે હોમ લોન લાંબા સમય સુધી ચાલે છે. હોમ લોન ઇએમઆઈ તરીકે તમે કેટલો ખર્ચ કરી શકો છો તે જાણવા માટે તમારા ટેક-હોમ સેલરીમાંથી અન્ય લોન અને ક્રેડિટ કાર્ડની પેમેન્ટ સહિત તમારા તમામ ખર્ચને બાદ કરો. આનાથી તમને તમારી ઇએમઆઈ વહન કરી શકવાનો ખ્યાલ આવશે. સામાન્ય રીતે, બેન્કો તમારી ટેક-હોમ લોનના સેલરીના ચાલીસ ટકા સુધી ઇએમઆઈ ની છૂટ આપે છે.