Honda Activa એ ભારતમાં પુરા કર્યા 20 વર્ષ, કંપનીએ લોન્ચ કર્યું Activa 6G, જાણો શું છે આમાં નવું..

Honda Motorcycle and Scooter India (હોન્ડા મોટરસાયકલ એન્ડ સ્કૂટર ઇન્ડિયા – HMSI) નું લોકપ્રિય અને સૌથી વધુ વેંચાતું સ્ફુટી એક્ટિવાના ભારતમાં લોન્ચ થયાને 20 વર્ષ પુરા થયા છે.

image source

કંપનીએ આ અવસરે ઉત્સવ મનાવવા માટે 20th Anniversary Edition Activa 6G (સ્પેશિયલ 20 એનિવર્સરી એડિશન એક્ટિવા 6G) લોન્ચ કર્યું છે. કંપનીના કહેવા મુજબ એક્ટિવા સ્ફુટીના દેશમાં બે કરોડ ગ્રાહકો છે.

કિંમત

image source

Activa 6G ના એનિવર્સરી એડિશનમાં બે વેરીએન્ટ સ્ટાન્ડર્ડ અને ડિલક્ષ ઉતાર્યા છે. ગુરુગ્રામમાં સ્ટાન્ડર્ડ વેરીએન્ટની એક્સ શો રૂમની કિંમત 66816 રૂપિયા અને ડિલક્ષ વેરીએન્ટની કિંમત 68316 રૂપિયા છે.

નવું શું છે

image source

એનિવર્સરી એડિશન એક્ટિવા 6G વેરીએન્ટને નવા મેટ મેચ્યોર બ્રાઉન કલરમાં રજૂ કરવામાં આવ્યું છે. આ રેગ્યુલર એક્ટિવાથી વધુ આકર્ષક છે. આ મોડલમાં 20th એનિવર્સરી લોગો અને એક સ્પેશિયલ ગોલ્ડન એક્ટિવા લોગો છે. એ સિવાય એક્ટિવાના આ ખાસ એડિશનમાં બ્લેક સ્ટીલ વહીલ્સ આપવામાં આવ્યા છે.

એન્જીન

image source

નવા વેરીએન્ટના સ્પેશિફિકેશનમાં કોઈ ફેરફાર નથી કરવામાં આવ્યો. હોન્ડા એક્ટિવા 6G માં 109.51 cc ફેન કુલ્ડ, 4 સ્ટ્રોક, BS6 એન્જીન આપવામાં આવ્યું છે. આ એન્જીન 5.73 kW પાવર અને 8.79 Nm નો પિક ટોર્ક જનરેટ કરે છે. આ એન્જીન ઓટોમેટિક ટ્રાન્સમિશન ધરાવે છે. તેના રિયર અને ફ્રન્ટમાં 130 mm ડ્રમ બ્રેક છે. ફ્રન્ટમાં ટેલિસ્કોપીક અને રિયરમાં 3 સ્ટેપ એડજસ્ટેબલ સ્પ્રિંગ લોડેડ હાઇડ્રોલીક સસ્પેન્શન સેટઅપ મળે છે.

એડવાન્સ ગ્લોબલ ટેકનોલોજી ધરાવતી સ્ફુટી

image source

કંપનીના પ્રબંધ નિર્દેશક, અધ્યક્ષ અને સીઈઓ આત્સુશી ઓગાતાએ કહ્યુ હતું કે એક્ટિવાનો જન્મ 20 વર્ષ પહેલાં થયો હતો જ્યારે હોન્ડાએ ભારતના સ્વપ્નની શક્તિને સમજીને પોતાનું પહેલું મોડલ એક્ટિવા લોન્ચ કર્યું હતું. ત્યારથી લઈને અત્યાર સુધી દરેક નવી પેઢી સાથે હોન્ડા એક્ટિવાએ ભારતીય ગ્રાહકોને સમય પહેલાની ગ્લોબલ ટેકનોલોજી ઉપલબ્ધ કરાવી છે.

હોન્ડા એક્ટિવાની યાત્રા

image source

હોન્ડા એક્ટિવા પહેલીવાર વર્ષ 2001 માં લોન્ચ થયું હતું. અને ત્યારથી આ સ્ફુટી ભારતમાં સૌથી વધુ વેંચાતી સ્ફુટી પૈકી એક બની ગઈ છે. છેલ્લા 20 વર્ષો દરમિયાન હોન્ડા એક્ટિવાની છઠ્ઠી પેઢી ભારતીય માર્કેટમાં આવી ગઈ છે. મહિના દરમિયાન વેંચાણના મામલે આ સ્ફુટીએ હીરો સ્પલેન્ડરના રેકોર્ડને પણ તોડી નાખ્યો છે. જ્યારે સરેરાશ વેંચાણમાં હોન્ડા એક્ટિવા હીરો સ્પલેન્ડર બાઇક બાદ સૌથી વધુ વેંચાતી સ્ફુટી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત