હોન્ડાએ લોન્ચ કરી નવી સિડાન કાર, તસવીરો જોઇને થઇ જશે લેવાની ઇચ્છા

હોન્ડાએ લોન્ચ કરી નવી સિડાન કાર, જોરદાર લુક, નવા ફીચર્સ અને કિંમત જાણીને તમે પણ થઈ જશો ખરીદવા માટે ઉત્સુક.

લોકોની લાઇફસ્ટાઇલ બદલાઈ રહી છે એમ એમની જરૂરિયાતો પણ બદલાઈ રહી છે. પહેલા સ્કૂટર કે બાઈકથી ચલાવી લેતા લોકો આજે કાર માટે ગાંડા થયા છે અને એટલે જ હવે નવી નવી કાર ભારતમાં લોન્ચ થયા કરે છે. એવામાં હોન્ડા કાર્સ ઈન્ડિયા લિમિટેડ ( HCIL)એ તેની સૌથી શ્રેષ્ઠ કાર હોન્ડા સિટી વર્ષ 2020 ભારતમાં લોન્ચ કરી દીધી છે.

image source

આ નવી હોન્ડા સિટીની દિલ્હીમાં એક્સ શોરૂમ કિંમત 10.89 લાખ રૂપિયાથી 14.65 લાખ રૂપિયા સુધીની છે. પાંચમી જનરેશનવાળી 2020 સિટી સિડાન V, VX અને ZX ત્રણ પ્રકારમાં આવી છે. આ નવી હોન્ડા સિટી પેટ્રોલ અને ડીઝલ એન્જિન એમ બંને વિકલ્પમાં મળી રહેશે. કંપની હાલ પાંચમી જનરેશનવાળી હોન્ડા સિટી અને તેની પહેલાના બંને મોડલ વેચશે.

પેટ્રોલ કારની માઈલેજ

image source

હોન્ડા સિટીની પેટ્રોલ કાર 1.5L i-VTEC એન્જિનથી પાવર્ડ હશે અને તે 6 સ્પીડ મેન્યુઅલ ગિયરબોક્સ અને CVT બંને વિકલ્પમાં મળી રહેશે. 6,000 rpm પર એન્જિન 121PSનો પાવર અને 4,300 rmp પર 145Nmનો પીક ટોર્ક જનરેટ કરે છે. પેટ્રોલ એન્જિનવાળી નવી હોન્ડા સિટીનું મેન્યુઅલ વેરિઅન્ટ 17.8 કિમી પ્રતિ લિટરની માઈલેજ આપશે. કંપનીએ દાવો કર્યો છે કે, CVT વેરિઅન્ટ 18.4 કિમી પ્રતિ લિટરની માઈલેજ આપશે.

ડીઝલ કારની માઇલેજ

image source

હોન્ડાની નવી સિટી સિડાનની ડીઝલ કાર 1.5L i-DTEC એન્જિનથી પાવર્ડ હશે અને તે 6 સ્પીડ મેન્યુઅલ ગિયરબોક્સની સાથે આવશે. 3,600 rpm પર એન્જિન 100 PSનો પાવર અને 1,750 rpm પર 200 Nmનો પીક ટોર્ક જનરેટ કરે છે. કંપનીનો દાવો છે કે ડીઝલ કાર 24.1 કિમી પ્રતિ લિટરની માઈલેજ આપે છે. હોન્ડાનું કહેવું છે કે, એલેક્સા રિમોટ કનેક્ટિવિટી ફીચરની સાથે આ સિડાન ભારતની પહેલી કનેક્ટેડ કાર છે. કારમાં ટેલીમેટિક્સ કેન્ટ્રોલ યુનિટ (TCU)ની સાથે નેક્સ્ટ જનરેશન હોન્ડા કનેક્ટ આપવામાં આવ્યું છે.

શુ છે ફીચર્સ?

image source

અગાઉ લોન્ચ કરેલા મોડલની સરખામણીએ વર્ષ 2020માં લોન્ચ કરાયેલી હોન્ડા સિટીમાં ડિઝાઈનના મામલે ઘણાં ફેરફાર કરાયા છે. પોતાના સેગમેન્ટમાં તે સૌથી લાંબી (4,549mm) અને પહોળી (1,748mm) કાર છે. તેને ASEAN NCAP 5 સ્ટાર રેટિંગ મળ્યું છે. બીજા કેટલાક ફીચર્સની વાત કરીએ તો નવી હોન્ડા સિટી સિડાનમાં ઈલેક્ટ્રિક સનરૂફ, ફુલ એલઈડી હેન્ડલેમ્પ, એલઈડી ટેલ લાઈટ્સ, 17.7 cmનો HD ફુલ કલર TFT મીટર, લેનવોચ કેમેરા અને વીકલી સ્ટેબિલિટી આસિસ્ટ જેવા અત્યાધુનિક ફીચર ધરાવે છે.

image source

કંપનીએ જૂનના છેલ્લા અઠવાડિયામાં તેનું પ્રી-બુકિંગ શરૂ કર્યું હતું. ડીલરશિપ ઉપરાંત કંપનીના હોન્ડા ફ્રોમ હોમ પ્લેટફોર્મનો ઉપયોગ કરી ઓનલાઈન બુકિંગ કરી શકાય છે. ભારતીય માર્કેટની વાત કરીએ તો આ મિડસાઈઝ સિડાન કારની મારુતિ સુઝુકી સિયાઝ, હ્યૂન્ડાઈ વરના, ફોક્સવેગન વેન્ટો, સ્કોડા રેપિડ અને ટોયોટા યારિસ વગેરે કારને ટક્કર આપશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત