રશિયન ટેન્કના હુમલાનો ખોફનાખ વિડીયો સામે આવ્યો, રસ્તા પર ચાલી રહેલ નાગરિકની કારને બૉમ્બથી ઉડાવી દીધી

ચોંકાવનારા ફૂટેજ સામે આવ્યા જયારે એક કથિત રશિયન ટેન્કે યુક્રેનમાં નાગરિકની કારનો નાશ કર્યો. અંદર બે લોકોના મોત થયા હોવાના અહેવાલ છે. યુક્રેનની ન્યૂઝ એજન્સી યાહ દ્વારા મંગળવારે ટેલિગ્રામ પર વીડિયો શેર કરવામાં આવ્યો હતો. ખાલી રસ્તા પર એક કાર અચાનક અટકી જાય છે અને થોડીવાર પછી ટેન્ક આગ લાગી જાય છે. વીડિયોમાં જોઈ શકાય છે કે સામેથી આવતી ટેન્કે તેના પર બે વખત હુમલો કર્યો, ત્યારબાદ કાર ઉડતી જોઈ શકાય છે.

ટેન્કે દૂરથી ગોળીઓ ચલાવી, કાર ઉડી ગઈ

image source

ટેન્કે દૂરથી ઓછામાં ઓછા બે ગોળી મારી, કારના આગળના ભાગને સંપૂર્ણપણે નાશ થઇ ગયો. એક યુક્રેનિયન નાગરિક જ્યારે રશિયન ટેન્કનો સામનો કર્યો ત્યારે કિવની બહાર, મકારીવમાં કાર ચલાવતો જોવા મળ્યો હતો. ટેન્ક વિરુદ્ધ દિશામાંથી આવી રહી હતી અને તેણે વાહનને જોતાની સાથે જ ગોળીબાર કર્યો હતો.

આ ઘટના ગયા મહિને બની હતી

અહેવાલો અનુસાર, આ ઘટના 28 ફેબ્રુઆરીએ કિવની બહાર મકારીવમાં બની હતી. આ હુમલામાં કારમાં સવાર બે લોકોના મોત થયા હતા. ટેન્ક રસ્તાના એક ખૂણામાં ઘૂસી ગઈ હતી અને ઓછામાં ઓછા બે વખત વાહન પર ફાયરિંગ કર્યું હતું, જેના કારણે વાહનમાં વિસ્ફોટ થયો હતો.