Site icon News Gujarat

હાહાકાર: 10 લાખ લોકોએ એક વ્યક્તિને થતા આ રોગનો પહેલો કેસ ગુજરાતમાં નોંધાતા ચિંતાજનક સ્થિતિ, જલદી જાણી લો આ લક્ષણો

લાખો વ્યક્તિએ 1 વ્યક્તિ થતો એનાફિલેક્સિસ રોગ નડિયાદમાં એક પુરૂષને થતા પંથકમાં અરેરાટી

કોરોનાની મહામારી વચ્ચે આ કેસ સામે આવ્યો છે. ગણતરીની મિનિટોમાં દર્દીનો ભોગ લઈ લેતો આ રોગને નડિયાદના તબિબે સતર્કતાપૂર્વક ઓપરેશન કરી દર્દીને નવુ જીવન આપ્યુ છે. ખેડામાં કોરોના અને મ્યુકરમાઇકોસીસ વચ્ચે વધુ એક રોગને લઇ દહેશત જોવા મળી છે. લાખો વ્યક્તિએ 10 વ્યક્તિ થતો એનાફિલઇકસીસ રોગ નડિયાદમાં એક વ્યક્તિને થતા લોકોમાં ડર છે. નડિયાદમાં રહેતા 49 વર્ષિય પુરૂષને એલર્જીના કારણે શ્વાસ લેવામાં સમસ્યા સર્જાઈ હતી.

ઓક્સિજન લેવલ એકાએક ઘટ્યું

મળતી વિગત પ્રમાણે, દર્દીનું ઓક્સિજન લેવલ ઘટી જતા તેને ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં તપાસમાં તેમની શ્વાસ નળી સંકોચાઈ ગઈ હોવાનું ડોક્ટરે જણાવ્યુ હતુ. ઓક્સિજન લેવલમાં બહુ મોટો ઘટાડો થતા દર્દીને ખેંચો પણ આવવા લાગી હતી.

દર્દીની શ્વાસ નળી સંકોચાઈ

હોસ્પિટલમાં ડોક્ટર સુપ્રિત પ્રભુ અન્ય ઈમરજન્સી કામ માટે આવ્યા હતા, પરંતુ આ દર્દીને શ્વાસની તકલીફ જોતા તાત્કાલિક તપાસ કરતા નળી સંકોચાઈ ગઈ હોવાનું જણાયુ હતુ. જેથી તેઓ દર્દીને ઓપરેશન રૂમમાં લઈ ગયા હતા. જ્યાં હજુ તો મિનિટ જ થતી હતી અને દર્દીનું ઓક્સિજન લેવલ 30 સુધી પહોંચી ગયુ હતુ. પરંતુ ડોક્ટરે તાત્કાલિક દર્દીનું ઓપરેશન શરૂ કર્યુ હતુ.

ઓપરેશનમાં ગળાના ભાગે બાયપાસ કરી ટ્યુબ મૂકી ઓક્સિજન પહોંચાડવાનું શરૂ કરી ઓક્સિજન આપતા નવુ જીવન મળ્યુ હતુ. ત્યારે આ અંગે ડો.સુપ્રિત પ્રભૂએ કહ્યું કે નડિયાદના આ દર્દીને એનાફિલેક્સિસ થયો હતો.

કેવી રીતે થઈ શકે આ બીમારી ?

આ એલર્જી ખાવાના લીધે પણ થઈ શકે, મધમાખી કરડે તો પણ થઈ શકે, ઈન્જેક્શનથી પણ થઈ શકે. તેના લક્ષણો દેખાતા દર્દીને તરત જ સોજો આવી જાય છે.

તાત્કાલિક સારવાર ન મળે તો દર્દીનું મિનિટોમાં થઈ શકે છે મોત

ગણતરીની મિનિટમાં દર્દીનું ઓક્સિજન ઘટી જાય છે અને તાત્કાલિક સારવાર ન મળે તો મિનિટોમાં જ દર્દીનું મૃત્યુ પણ સંભવ છે. નડિયાદના દર્દીને કોઈ ખાદ્યવસ્તુ કે અન્ય કારણોસર આ લક્ષણો સર્જાતા તેમનું ઓપરેશન કરી ઓક્સિજન પાઈપ અંદર ઉતારી શ્વાસ પહોંચાડી જીવ બચાવી લેવાયો છે.

એનાફીલેક્સિસના લક્ષણો શું?

એનાફીલેક્સિસ બીમારીનાં કારણો

એનાફીલેક્સિસનો ઉપચાર શું?

ખાવાથી, મધમાખી કરડવાથી કે ઈન્જેક્શનથી રોગ થઈ શકે

નડિયાદના આ દર્દીને એનાફિલેક્સિસ થયો હતો. આ એલર્જી ખાવાના લીધે પણ થઈ શકે, મધમાખી કરડે તો પણ થઈ શકે, ઈન્જેક્શનથી પણ થઈ શકે. તેના લક્ષણો દેખાતા દર્દીને તરત જ સોજો આવી જાય છે. ગણતરીની મિનિટમાં દર્દીનું ઓક્સિજન ઘટી જાય છે અને તાત્કાલિક સારવાર ન મળે તો મિનિટોમાં જ દર્દીનું મૃત્યુ પણ સંભવ છે. નડિયાદના દર્દીને કોઈ ખાદ્યવસ્તુ કે અન્ય કારણોસર આ લક્ષણો સર્જાતા તેમનું ઓપરેશન કરી ઓક્સિજન પાઈપ અંદર ઉતારી શ્વાસ પહોંચાડી જીવ બચાવી લેવાયો છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Exit mobile version