હોસ્પિટલમાં ઓક્સિજન સપ્લાઇ બંધ થઈ જતા કોરોનાના 2 દર્દીના થયા મોત, જાણો ક્યાં બની આ કરુણ ઘટના

મધ્યપ્રદેશ રાજ્યની રાજધાની ભોપાલ જીલ્લામાં આવેલ જેપી હોસ્પિટલમાં જોવા મળેલ મોટી બેદરકારી પ્રકાશમાં આવી ગઈ છે. જેપી હોસ્પિટલના કોરોના વોર્ડમાં બુધવારના રોજ મધ્ય રાત્રીના સમયે બે દર્દીઓના મૃત્યુ થઈ ગયા હતા. મૃત્યુ પામેલ દર્દીઓના પરિવારના સભ્યો દ્વારા એવો આરોપ મુકવામાં આવ્યો છે કે, ઓક્સિજનની સપ્લાઈ રાતના સમયે બંધ કરી દેવામાં આવી હતી, જેના લીધે આ બંને દર્દીઓએ પોતાના જીવ ગુમાવી દેવા પડ્યા હતા

image soucre

મૃત્યુ પામનાર ૫૦ વર્ષની ઉમર ધરાવતા રામરતી અહીરવરને ICU વોર્ડમાં એડમિટ કરવામાં આવ્યા હતા, ત્યાં જ સીબી મેશ્રામને કોરોના વાયરસના શંકાસ્પદ વોર્ડમાં એડમિટ કરવામાં આવ્યા હતા. આ આરોપો વશે જેપી હોસ્પિટલના સિવિલ સર્જન ડૉ. રાજેશ શ્રીવાસ્તવ દ્વારા કહેવામાં આવ્યું છે કે, હોસ્પિટલ તરથી ઓક્સિજન સપ્લાઈ બંધ કરવામાં આવ્યો હતો નહી. આ બંને દર્દીઓની સ્થિતિ ગંભીર હતી.

image source

અત્યાર સુધી આ બાબતે હોસ્પિટલ તરફથી કોઈ તપાસ કરવાના આદેશ આપવામાં આવ્યા છે નહી. તા. ૧૧ ડીસેમ્બર, ૨૦૨૦ના રોજ હમીદિયાના કોરોના વોર્ડમાં સતત બે કલાક માટે વીજળી ચાલી જવાના લીધે ઓક્સિજન સપ્લાઈ આપોઆપ બંધ થઈ ગયો હતો, તે જ સમયે ઓક્સિજનના સપોર્ટ પર રહેલ ત્રણ દર્દીઓ એક પછી એક એમ બે દર્દીઓ મૃત્યુ પામ્યા હતા. પરંતુ તપાસ રીપોર્ટમાં ક્લીનચિટ આપી દેવામાં આવી છે.

image soucre

દીકરાનું દર્દ, દીકરાની જુબાની; મધ્ય રાતે અઢી વાગ્યાની આસપાસ કોઈ દર્દીના બુમો પાડી રહ્યો હતો, સિક્યોરીટીએ મને અંદર જવા દીધો હતો નહી.
રામરતીના દીકરા જીવનએ દિવ્ય ભાસ્કરની સાથે વાત કરતા જણાવ્યું હતું કે, ‘માતાને તા. ૨૮ માર્ચ, ૨૦૨૧ના રોજ ભોપાલની જેપી હોસ્પિટલમાં એડમિટ કરી દેવામાં આવ્યા હતા. તે સમયે તેમની માતાને ભારે તાવ આવી રહ્યો હતો. તા. ૨૯ માર્ચ, ૨૦૨૧ના રોજ તેમનો પોતાનો રીપોર્ટ કોરોના પોઝેટીવ આવ્યો. બુધવારના રાતના સમયે તેમની માતાની સ્વાસ્થ્ય સ્થિતિ સારી હતી. તેમણે મારી સાથે વાત કરી, ત્યાર બાદ દાળિયાનું સેવન કરી લીધા બાદ સુઈ ગયા હતા. હું રાતના સમયે કોરોના વોર્ડની બહાર જ રોકાયો હતો. તે સમયે રાતના અઢી વાગ્યાના સમયે કોરોના વોર્ડ માંથી કોઈ દર્દીની મોટેથી બુમો પાડી રહ્યો હતો. હું તે જ સમયે વોર્ડમાં પ્રવેશ કરવા ઈચ્છતો હતો, પણ સિક્યોરીટી ગાર્ડએ મને વોર્ડમાં અંદર જવા દીધો હતો નહી.’

image soucre

સવારના ૭ વાગે હોસ્પિટલના ડોક્ટર દ્વારા ફોન કરીને કહેવામાં આવ્યું છે કે, આપની માતાની સ્થિતિ ખુબ જ કથળતી જઈ રહી છે, આપ આવીને જોઈ લો. દીકરો જયારે અંદર જાય છે ત્યારે તેમની માતા બેહોશ થઈને પથારીમાં પડ્યા હતા. અમે માતાને બીજી હોસ્પિટલમાં લઈ જવા માટે ઈચ્છતા હતા અને એના માટે માતાને વોર્ડની બહાર પણ લાવવામાં આવ્યા પરંતુ હોસ્પિટલના લોકો દ્વારા પોલીસને ફોન કરીને બોલાવી લેવામાં આવ્યા અને અમને માતાને બીજી હોસ્પિટલમાં લઈ જવા દેવામાં આવ્યા નહી.

એંટીજન રીપોર્ટ નેગેટિવ આવ્યો હતો, તેમ છતાં પણ તેમણે પોતાનો જીવ ગુમાવવો પડ્યો.

image soucre

બીજી મૃત વ્યક્તિ સીબી મેશ્રામને ભોપાલની જેપી હોસ્પિટલમાં બે દિવસ પહેલા જ પરિવારના સભ્યો દ્વારા એડમિટ કરાવવામાં આવ્યા હતા. સીબી મેશ્રામને ન્યુમોનિયા હતો. જેપી હોસ્પિટલના મેનેજમેન્ટના જણાવ્યા મુજબ, સીબી મેશ્રામનો કોરોના વાયરસ ટેસ્ટ કરાવવામાં આવ્યો હતો, પણ તેમનો એંટીજન ટેસ્ટ નેગેટિવ આવ્યો હતો. આવી પરિસ્થિતિમાં RT- PCR સેમ્પલ લઈને તપાસ કરવા માટે મોકલવામાં આવ્યા હતા. જ્યાં સુધી રીપોર્ટ ના આવે ત્યાં સુધી સીબી મેશ્રામને કોરોના શંકાસ્પદ વોર્ડમાં રાખીને સારવાર આપવામાં આવી રહી હતી, જેપી હોસ્પિટલમાં ગુરુવારના રોજ બપોરના સમયે ૩ વાગે મૃત્યુ થઈ ગયું હતું.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!