Site icon News Gujarat

કંગના રનૌત પહેલા આ સ્ટાર્સ પણ અજમાવી ચુક્યા છે હોસ્ટિંગમાં હાથ, અમુક થયા સફળ તો અમુક થયા ફ્લોપ

ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પંગા ગર્લ તરીકે જાણીતી અભિનેત્રી કંગના રનૌત અવારનવાર પોતાના નિવેદનો અને ટિપ્પણીઓને કારણે ચર્ચામાં રહે છે. આ ક્રમમાં હવે અભિનેત્રી ફરી એકવાર ચર્ચામાં છે. વાસ્તવમાં અભિનેત્રી કંગના રનૌત ટૂંક સમયમાં જ ડિજિટલ પ્લેટફોર્મ પર ડેબ્યૂ કરવા જઈ રહી છે. તાજેતરમાં જ જાહેર થયેલી માહિતી અનુસાર, અભિનેત્રી એકતા કપૂરના નવા શો લોકઅપથી ડિજિટલ ડેબ્યૂ કરવા જઈ રહી છે. અભિનેત્રી આ શોમાં હોસ્ટની ભૂમિકામાં જોવા મળશે.જો કે, કંગના બોલિવૂડની પહેલી અભિનેત્રી નથી જે ફિલ્મો પછી હોસ્ટિંગમાં હાથ અજમાવતી જોવા મળે છે. આ પહેલા પણ ઘણા મોટા કલાકારો હોસ્ટિંગ દ્વારા દર્શકોના દિલ જીતી ચુક્યા છે. આવો જાણીએ આવા જ કેટલાક ફિલ્મ સ્ટાર્સ વિશે-

અમિતાભ બચ્ચન

ફિલ્મો સિવાય બોલિવૂડના શહેનશાહ એક્ટર અમિતાભ બચ્ચન પણ પ્રખ્યાત ટીવી રિયાલિટી શોને હોસ્ટ કરતા જોવા મળે છે. છેલ્લા 21 વર્ષથી કૌન બનેગા કરોડપતિને હોસ્ટ કરી રહેલા અમિતાભ બચ્ચનનો આ શો દર્શકોને ઘણો પસંદ આવી રહ્યો છે. જ્યારે તેની આર્થિક સ્થિતિ ખરાબ થઈ રહી હતી ત્યારે પણ અભિનેતાએ આ શો પસંદ કર્યો હતો. પરંતુ આજે આ શો લોકપ્રિયતાના મામલામાં કોઈથી ઓછો નથી.

સલમાન ખાન

image soucre

ફિલ્મ ઈન્ડસ્ટ્રીના ભાઈજાન સલમાન ખાન ટેલિવિઝન પર અન્ય એક લોકપ્રિય અને વિવાદાસ્પદ રિયાલિટી શો બિગ બોસ હોસ્ટ કરતા જોવા મળે છે. આ ટીવી રિયાલિટી શોએ 15 સીઝન પૂર્ણ કરી છે, જેમાંથી 1-2 સીઝન સિવાય બાકીની તમામ સીઝન સલમાન ખાન સતત હોસ્ટ કરે છે. આ સિવાય સલમાન ખાન સોની ટીવીના શો દસ કા દમને હોસ્ટ કરતો જોવા મળ્યો હતો.

રોહિત શેટ્ટી

image soucre

પ્રસિદ્ધ ફિલ્મ નિર્માતા રોહિત શેટ્ટી પોતાની ફિલ્મો અને રિયાલિટી શો દ્વારા દર્શકોનું ખૂબ જ મનોરંજન કરી રહ્યા છે. રોહિત શેટ્ટી કલર્સ ટીવીના પ્રખ્યાત રિયાલિટી શો ખતરોં કે ખિલાડીને હોસ્ટ કરતો જોવા મળે છે. શોમાં ભાગ લેનારા સ્પર્ધકો જ નહીં પણ દર્શકો પણ તેને શો હોસ્ટ કરતા જોવાનું પસંદ કરે છે.

રણવીર સિંહ

image soucre

બોલિવૂડ એક્ટર રણવીર સિંહે પણ ગયા વર્ષે એક રિયાલિટી શો દ્વારા ટેલિવિઝન પર ડેબ્યૂ કર્યું હતું. તે કલર્સ પર પ્રસારિત થનાર ‘ધ બિગ પિક્ચર’ નામના શોને હોસ્ટ કરતો જોવા મળ્યો હતો. રણવીરના આ શોમાં સામાન્ય લોકો ભાગ્યે જ જોવા મળ્યા હતા. જોકે બોલિવૂડના ઘણા કલાકારો આ શોમાં ગેસ્ટ તરીકે જોવા મળ્યા છે. અભિનેતાના શોને દર્શકો તરફથી વધુ પ્રતિસાદ મળ્યો ન હતો, જેના પછી શોને ટૂંક સમયમાં બંધ કરવો પડ્યો હતો.

શાહરૂખ ખાન

image soucre

બોલિવૂડના કિંગ ખાન અભિનેતા શાહરૂખ ખાને પણ કૌન બનેગા કરોડપતિની એક સીઝન હોસ્ટ કરી છે. આ સિવાય કિંગ ખાન ટેલિવિઝન રિયાલિટી શો ક્યા આપ પંચવી પાસ સે તેજ હૈ હોસ્ટ કરતો જોવા મળ્યો હતો.

કરણ જોહર

image soucre

ગયા વર્ષે પ્રસારિત થયેલ બિગ બોસ ઓટીટીને ફિલ્મ નિર્માતા કરણ જોહરે હોસ્ટ કર્યો હતો. આ પ્રથમ વખત હતો જ્યારે નિર્માતાઓએ આ પ્રખ્યાત ટીવી રિયાલિટી શોનું OTT સંસ્કરણ રજૂ કર્યું હતું. કરણ જોહર આ શોની પ્રથમ સિઝનમાં હોસ્ટ તરીકે જોવા મળ્યો હતો.

Exit mobile version