શું તમે ક્યારે આ મરચુ ખાધેલુ છે? જે છે દુનિયાનુ સૌથી તીખુ મરચુ

અહીં આ આર્ટિકલ વાંચનાર વાંચકો પૈકી ઘણા ખરા લોકો એવા હશે જે તીખું ખાવાના શોખીન હશે અને એટલા માટે જ ભારતમાં મરચાની ખેતી અને તેનું ઉત્પાદન પણ બહુ મોટા પાયે થાય છે.

image source

જો કે મરચાની અમુક જાતો ફક્ત નામની જ હોય છે એટલે કે તેમાં તીખાશ બહુ ઓછી હોય છે જયારે અમુક જાતના મરચાઓ એટલા તીખા હોય છે કે ખાનારાને પરસેવો છૂટી જાય. શું તમે જાણો છો કે દુનિયાનું સૌથી વધુ તીખાશ ધરાવતા મરચા ક્યા છે અને તે ક્યાં થાય છે ? નહિ ને ? તો ચાલો આજના આ જાણવા જેવું વિભાગના આર્ટિકલમાં આપણે તેના વિષે રોચક માહિતી જાણીએ.

દુનિયાના સૌથી તીખા મરચાનું નામ છે “કેરોલિના રિપર” અને તે અમેરિકામાં થાય છે. દેખાવમાં ભારતમાં થતા સિમલા માર્ચ જેવા જ દેખાતા કેરોલિના રિપર પ્રકારના મરચાને સૌથી વધુ તીખાશ ધરાવવાને કારણે ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્ઝમાં પણ સ્થાન આપવામાં આવ્યું છે. વૈજ્ઞાનિકોના મંતવ્ય મુજબ આ જાતના મરચાં જેટલા તીખા છે એટલા તીખા મરચાં દુનિયામાં ક્યાંય નથી થતા.

image source

વર્ષ 2012 માં દક્ષિણ કેરોલિનાની વીનથ્રુપ યુનિવર્સીટીએ આ જાતના મરચાની તીખાશનું પરીક્ષણ કર્યું હતું જેમાં 15,69,300 SHU એટલે કે સ્કોવિલ હિટ યુનિટ તીખાશ નોંધવામાં આવી હતી. અસલમાં કોઈપણ ખાદ્ય સામગ્રીની તીખાશ માપવા માટે SHU નો માપક તરીકે ઉપયોગ થાય છે. જે ખાદ્ય સામગ્રીનું SHU જેટલું ઊંચું એટલું જ તે ખાવામાં ખતરનાક હોય છે. તમને જાણીને નવાઈ લાગશે કે સામાન્ય મરચાનું SHU માંડ 5000 જેટલું હોય છે ત્યારે કેરોલિના રિપરનું SHU 15,69,300 છે એટલે આ મરચું કેવું તીખું હશે તે તમે જ વિચારી લો.

image source

કેરોલિના રિપર મરચાની તીખાશ આપણા માટે કેટલી ખતરનાક થઇ શકે તેનો પણ એક દાખલો જોઈએ જે વર્ષ 2018 માં નોંધાયો હતો. અમેરિકાના ન્યુયોર્કમાં એક 34 વર્ષીય વ્યક્તિએ સૌથી વધુ તીખા મરચાં ખાવાની સ્પર્ધામાં ભાગ લીધો હતો અને અને તેણે આ એટલે કે કેરોલિના રિપર જાતના મરચાં એટલી માત્રામાં ખાઈ લીધા કે તેને અચાનક જ માથામાં અસહ્ય દુખાવો થવા લાગ્યો અને બાદમાં હોસ્પિટલમાં દાખલ કરવાની પણ ફરજ પડી.

image source

મરચાની વાત નીકળી છે તો મરચા વિષે આપણા ભારતની પણ એક વાત કરી લઈએ. કેરોલિના રિપરને દુનિયાના સૌથી તીખાશ ધરાવતા મરચા તરીકે ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નોંધવામાં આવ્યું એ વાત સાચી પણ એ પહેલા ભારતના “ભૂત જોલકિયા” જાતના મરચાને દુનિયાનું સૌથી વધુ તીખું મરચું ગણવામાં આવતું હતું. ભૂત જોલકિયા જાતના મરચાં સામાન્ય મરચાં કરતા 400 ગણા વધુ તીખા હોય છે અને તેનું ઉત્પાદન અસમ, નાગાલેન્ડ અને મણિપુર જેવા રાજ્યોમાં થાય છે.

source : amarujala

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત