સરકારના ટીકટોક બેન અંગેના નિર્ણય પર સેલેબ્રેટીએ કેવા પ્રતિભાવ આપ્યા, જાણો વિગતે

૨૯ જુન ૨૦૨૦ના દિવસે ભારત સરકારે 59 ચાઇના સાથે જોડાયેલ મોબાઈલ એપ્લીકેશનને બંધ કરવાનો નિર્ણય લીધો છે. આ એપ્લીકેશનમાં ટીકટોક, યુસી બ્રાઉઝર, શેયર ઈટ અને અન્ય ચાઇનીઝ એપ્લીકેશન પણ સામેલ છે.

image source

સરકારે આ અંગે જણાવ્યું હતું કે આ એપ્લીકેશન મોટા પ્રમાણમાં ભારતીય માહિતીને બહાર મોકલે છે. આ બાબતમાં જોડાયેલા લોકોએ પહેલા જ આ જાણકારી આપી દીધી હતી. સુરક્ષા એજન્સીઓએ સરકારને જે લીસ્ટ મોકલ્યું હતું એમાં વિડીયો કોન્ફરન્સ માટેની ઝૂમ એપ, ટીકટોક, યુસી બ્રાઉઝર ઝેંડર, શેયરઈટ અને ક્લીન માસ્ટર જેવી એપ્લીકેશનનો ઉલ્લેખ કર્યો હતો. સરકારે ગત રાત્રીએ આ લીસ્ટને ધ્યાનમાં લઈને તેમજ જરૂરી બાબતો પર વિચારીને 59 જેટલી એપ્લીકેશનને પ્રતિબંધિત કરી દીધી છે.

image source

સરકાર દ્વારા આ નિર્ણયથી અનેક લોકો ખુશ છે તો અનેક લોકોને આ નિર્ણય ખાસ પસંદ આવ્યો નથી. જેમાં સૌથી વધારે ચર્ચા ટીકટોકને લઈને જોવા મળે છે. આ સમયે ટીકટોક બેન થવાથી અનેક સેલેબ્રેટી દ્વારા આનંદ વ્યક્ત કરાઈ રહ્યો છે, તો અનેક જણે સરકારની આ નિર્ણય બાબતે પ્રસંશા પણ કરી છે.

વિશાલ દદલાની

વિશાલ દદલાની એ પોતાના ટ્વીટર પોસ્ટ દ્વારા કહ્યું કે ‘ચાઈના એપ્લીકેશન બેન કરવી એ કોરોના વાયરસને ભગાડવા માટે થાળી વગાડવા અને દીવા પ્રગટાવવા જેવું છે.’ એમની આ ટ્વીટ પર અનેક લોકોએ પ્રતિક્રિયા આપી હતી. જો કે અનેક લોકોએ તો એમને ટ્રોલ કરવાનું શરુ કરી દીધું હતું. એક યુઝરે તો એમને કહ્યું હતું કે તમારે ચિંતા કરવાની જરૂર નથી સરકારે માત્ર ચાઇનીઝ એપ બેન કરી છે, ચાઈનાના એજન્ટોને નહિ. તો અન્ય યુઝરે તો એમ પણ કહ્યું કે એક આર્ટીસ્ટ તરીકે હું તમારું સન્માન કરી શકું પણ એક ભારતીય તરીકે નહિ.

કુશલ ટંડન

કુશલ ટંડને શિવ અરુરના ટ્વીટને રીટ્વીટ કરતા લખ્યું હતું કે અંતે થઇ ગયું. જો કે એમણે પોતાની ટ્વીટમાં કોઈ ચોક્કસ પ્રતિભાવ આપ્યો નથી. એમની ટ્વીટમાં પણ લોકોએ અનેક પ્રતિભાવ આપ્યા હતા. એક યુઝરે પૂછ્યું હતું કે હવે તમારા ટીકટોક વિડિયોનું શું થશે. તો કોઈક સ્ત્રી વપરાશ કર્તાએ મજાકમાં કહ્યું કે ‘ઇતના મજા કયો આ રહ હે, સરકારને હવાઓ મેં ભાંગ મિલાયા’. જો કે ગણાય કહ્યું હતું કે હા, અંતમાં થઇ ગયું.

નિકીતીન ધીર

નીકીતીન ધીરે પોતાની ટ્વીટ દ્વારા ભારત સરકારના આ નિર્ણયને આવકાર્યો હતો. એમણે લખ્યું હતું કે ભારત સરકારનું આ પગલું ઉત્તમ છે, જય હિન્દ. આ પોસ્ટ સાથે એમણે બેન થયેલ એપ્લીકેશનના લીસ્ટને પણ જોડ્યું હતું.

નંદીશ સિંહ

નંદીશ સિંહે સરકારના આ નિર્ણયને આવકાર્યો હતો. એમણે પોતાની ટ્વીટમાં જણાવ્યું કે ક્યારેય ન પહોચવા કરતા મોડા પહોચવું સારું છે. હું આ સાંભળીને ખુશ છું અને હળવું મહેસુસ કરું છું. સરકાર દ્વારા 59 ચીની એપ્લીકેશન બંધ કરવાનો નિર્ણય યોગ્ય છે, આખરે હવે આ ઉપદ્રવ ઓછો થશે.

Source: LiveHindustan

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત