ઋત્વિક રોશનની એક્સ વાઈફ સુઝેન ખાને કર્યું કંઇક એવું કે..પૂરી વાત જાણીને તમને પણ લાગશે નવાઇ

ઋત્વિક રોશનની એક્સ વાઈફ સુઝેન ખાને ઋત્વિક રોશનના પેરેન્ટ્સને આવી રીતે વિશ કરી 50મી એનિવર્સરી..

સંબંધ નિભાવતા તો કોઈ ઋત્વિક રોશન અને સુઝેન ખાન પાસેથી શીખે. ડિવોર્સ લઈ લીધા છતાં આ ક્યૂટ કપલ હંમેશા એકબીજાના સુખ દુઃખમાં સાથે ઉભા રહે છે. બોલીવુડના સુપરસ્ટાર ઋત્વિક રોશનના માતા પિતા રાકેશ રોશન અને પિંકી રોશનની 50 એનિવર્સરીના ખાસ અવસર પર સુઝેન ખાને એમને એનિવર્સરીની શુભકામનાઓ પાઠવી. સુઝેન ખાને સોશિયલ મીડિયા પર એક સરસ વિડીયો શેર કરી ઋત્વિક રોશનના માતાપિતાને 50મી એનિવર્સરીની શુભકામનાઓ આપી.

 

View this post on Instagram

 

A post shared by Sussanne Khan (@suzkr)

ક્યારેક બોલિવુડના પાવર કપલ કહેવાતા ઋત્વિક રોશન અને સુઝેન ખાન હવે ભલે અલગ થઈ ગયા હોય પણ જ્યારે પણ કોઈ ખાસ અવસર હોય કે પરિવાર પર કોઈ મુસીબત આવી હોય તો આ બંને એકસાથે થઈ જાય છે. ઋત્વિક રોશનના માતાપિતા રાકેશ રોશન અને પિંકી રોશનની 50મી એનિવર્સરી પર ઋત્વિકની એક્સ વાઈફ સુઝેન ખાને એમને શુભકામનાઓ આવી રીતે પાઠવી.

image source

આ વીડિયોમાં રોશન પરિવારની ખુશીઓના ઘણા સુંદર પળો દેખાઈ રહ્યા છે. સુઝેન ખાને ઇન્સ્ટાગ્રામ પર આ વીડિયો શેર કરતા લખ્યું કે પ્રેમ એક સુંદર અહેસાસ છે.. જે લોકો જીવનના બધા ઉતાર ચડાવમાં કોઈપણ જાતની શરત વગર પરિવારમાં પ્રેમ જાળવી રાખે છે, એ ખરેખર ધન્ય છે.. લગ્નની 50મી વર્ષગાંઠ મુબારક મમ્મી અને પપ્પા. તમને પ્રેમની દુનિયા મુબારક.. સૌથી મોટી સ્માઈલ અને ઘણું બધું નિખાલસ હાસ્ય અને આવી રીતે જ બધી ખુશીઓ તમારી આગળની જિંદગીનો ભાગ બને.

 

View this post on Instagram

 

A post shared by Pinkie Roshan (@pinkieroshan)

ઋત્વિક રોશનની માતા પિન્કીએ પોતાના લગ્નની 50મી એનિવર્સરી પર ઇન્સ્ટાગ્રામ પર એક સુંદર વિડીયો શેર કર્યો છે જેમાં એમના લગ્નથી લઈને અત્યાર સુધીની ઘણી સુંદર યાદો કેદ છે. આ વીડિયોમાં ઋત્વિક રોશનના બાળપણના ફોટા પણ છે. પિંકી રોશને આ વીડિયોની સાથે એક ખૂબ જ સરસ મેસેજ લખ્યો છે. પિંકી રોશને લખ્યું છે કે હું પરફેક્ટ નથી. ન તમે છો..તો પણ આપણે આપણી એક સુંદર દુનિયા બનાવી.. આ 50 વર્ષ શીખવાના, એક સાથે આગળ વધવાના, એકબીજાને સમજવાના અને શરત વગર પ્રેમ કરવાના છે. મારા જીવનના સૌથી સુખદ 50 વર્ષો માટે આભાર.

image source

તમને જણાવી દઈએ કે ભલે સુઝેન ખાન અને ઋત્વિક રોશનનો ડિવોર્સ થઈ ગયો હોય પણ એ બંને વચ્ચે હાલ પણ ખૂબ જ સારા સંબંધ છે. બંને વર્ષ 2000માં લગ્ન બંધનમાં બંધાયા હતા. વર્ષ 2014માં બંનેએ ડિવોર્સ લઈને કાયદાકીય રીતે અલગ થઈ ગયા પણ ડિવોર્સની કડવાશ એમના સંબંધોમાં નથી દેખાતી.બંને પોતાના દીકરાઓને લીધે કોર્ડીંયલ રિલેશનશિપ જાળવી રાખી છે. લોકડાઉનના સમયે પણ સુઝેન ખાન બાળકોને લીધે ઋત્વિકના ઘરે આવીને રહેવા લાગી હતી. જ્યારે પણ કોઈ ખાસ અવસર હોય છે આ કપલ હંમેશા એકસાથે દેખાય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *