Site icon News Gujarat

ઋતિક રોશનના ઘરે વાગવાની છે શરણાઈ, ગર્લફ્રેન્ડ સબા સાથે જલ્દી લઇ શકે છે સાત ફેરા! મિત્ર ફોડ્યો ભાંડો

બોલિવૂડ એક્ટર ઋતિક રોશન અને સબા આઝાદની ડેટિંગની ચર્ચાઓ આ દિવસોમાં સોશિયલ મીડિયા પર ખૂબ ચાલી રહી છે. મુંબઈમાં એક રેસ્ટોરન્ટની બહાર જોવા મળ્યા બાદ સબા આઝાદ અને ઋતિક રોશનના નામ એકબીજા સાથે જોડાવા લાગ્યા છે. સબા હાલમાં જ રિતિકના પરિવાર સાથે સમય પસાર કરતી જોવા મળી હતી, ત્યારથી તેમના લગ્નના સમાચાર ઇન્ટરનેટ પર વાયરલ થવા લાગ્યા છે. જોકે ઋતિક અને સબાએ તેમના સંબંધો કે લગ્નને લઈને કોઈ સ્પષ્ટતા કરી નથી, પરંતુ બંનેના એક કોમન ફ્રેન્ડે સત્ય કહ્યું છે.

image source

બોલિવૂડ એક્ટર ઋતિક રોશનના મિત્રએ ઈન્ડિયા ટુડે સાથે વાત કરતા ઘણા ખુલાસા કર્યા છે. ઋતિકના મિત્રએ કહ્યું, ‘બંને એકબીજાને પસંદ કરે છે, ઋતિકના પરિવારને પણ સબા પસંદ છે. ઋતિકની જેમ તેના પરિવારને પણ સબાનું સંગીત પસંદ છે. તેણી તાજેતરમાં રિતિકના ઘરે પણ ગઈ હતી, ત્યાં એક સંગીત સત્ર પણ હતું જેનો અભિનેતા અને તેના પરિવારે આનંદ માણ્યો હતો. ઋતિકના મિત્રે જણાવ્યું કે, બંને સાથે છે પણ અત્યારે કંઈપણ ઉતાવળ કરવા માંગતા નથી.

image source

રિપોર્ટ્સ અનુસાર ઋતિક રોશન અને સબા આઝાદ પહેલીવાર ઓનલાઈન ડેટિંગ એપ પર મળ્યા હતા પરંતુ તેમની મિત્રતાની શરૂઆત ટ્વિટરથી થઈ હતી. રિપોર્ટ્સનું માનીએ તો ઋતિક અને સબા છેલ્લા 2-3 મહિનાથી એકબીજાને ડેટ કરી રહ્યાં છે.

ઋતિક રોશનના વર્કફ્રન્ટ વિશે વાત કરીએ તો, અભિનેતા ટૂંક સમયમાં દીપિકા પાદુકોણ સાથે ફિલ્મ ફાઇટરમાં સ્ક્રીન શેર કરતો જોવા મળશે. આ સાથે તે વિક્રમવેધ ફિલ્મ માટે પણ ચર્ચામાં છે. બીજી તરફ જો આપણે સબા આઝાદની વાત કરીએ તો તે છેલ્લે સોની લિવની વેબ સિરીઝ રોકેટ બોયઝમાં જોવા મળી હતી.

Exit mobile version