104 વર્ષના સ્વજનને ગુમાવ્યા બાદ પરિવારે અંતિમયાત્રામાં ભોજપુરી ગીતો પર લગાવ્યા ઠુમકા, જુઓ વીડિયો અને જાણો કારણ

કોઈ પણ ઘરમાં જ્યારે કોઈ વ્યક્તિનું અવસાન થાય તો ત્યાં ન માત્ર એક દિવસ પરંતુ એકાદ મહિના સુધી સુખ નું વાતાવરણ જોવા મળે છે. આ ઉપરાંત જ્યારે અંતિમ યાત્રા નીકળે ત્યારે દરેક વ્યક્તિની આંખમાં આંસુ હોય છે. તેવામાં એક અંતિમ યાત્રા ના વિડીયો અને ફોટા સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યા છે જેમાં ઓર્કેસ્ટ્રા વાગતો જોવા મળે છે અને લોકો ઠુમકા લગાવતા દેખાય છે.

image soucre

બિહારના સારણ જિલ્લામાં રહેતા એક વ્યક્તિએ તેના પિતાની અંતિમયાત્રા ભારી ધૂમધામ સાથે કાઢી હતી. આમ કરવાનું કારણ હતું કે આ વ્યક્તિના પિતાએ‌ ૧૦૪ વર્ષની ઉંમરે દુનિયાને અલવિદા કહ્યું ‌ ત્યારબાદ તેમના પરિવારજનોએ તેમની અંતિમયાત્રા ને આ રીતે યાદગાર બનાવી અને ઘરના વડીલને વાજતે ગાજતે અંતિમ વિદાય આપી હતી.

image soucre

સામાન્ય રીતે જે ઘરમાં મૃત્યુ થાય છે ત્યાં શોકનું વાતાવરણ છવાઇ જાય છે પરંતુ અહીં લોકોએ રડવાને બદલે ડાન્સ કરી અને વડીલની સ્મશાન યાત્રામાં ભોજપુરી ગીતો પર ઠુમકા લગાવ્યા હતા. આમ કરીને તેમણે મૃતક ભોલા યાદવના ગયા પછીના દુઃખને હળવું કરી દીધું હતું.

image soucre

જાણવા મળતી માહિતી અનુસાર 104 વર્ષના ભોલા યાદવ નું મૃત્યુ રવિવારે થયું હતું. ત્યારબાદ ધામધૂમથી તેમની સ્મશાનયાત્રા કાઢવામાં આવી હતી. આ ઘટનાનો વીડિયો કોઈએ ઉતારી અને સોશિયલ મીડિયા પર શેર કર્યો. ત્યારબાદ આ વીડિયો વાયરલ થઈ ગયો હતો. વિડિયો શરૂ થયા બાદ અલગ-અલગ કેપ્શન સાથે સોશિયલ મીડિયા પર ફરતો થયો.

image soucre

વીડિયોમાં જોઇ શકાય છે કે એક ટ્રેક્ટરની ટ્રોલી માં ભોજપુરી ગીતો સાથે લોકો ઠુમકા લગાવી રહ્યા છે અને નીચે શબને કાંધ આપનાર લોકો પણ નાચતા ગાતા જઈ રહ્યા છે.

image soucre

104 વર્ષ જીવન જીવ્યા બાદ દુનિયાને અલવિદા કહેનાર ભોલા યાદવને તેના પરિવારજનો અને અન્ય સંબંધીઓએ ખુશી ખુશી અંતિમ વિદાય આપી હતી અંતિમયાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.