Site icon News Gujarat

મહિલાએ ખાધું 100 વર્ષ જૂનું એકદમ કાળું પડી ગયેલું ઈંડુ, વિડીયો જોઈ લોકોએ વ્યક્ત કરી ખાવાની ઈચ્છા

વાત જાણે એમ છે કે મહિલાએ જે ઈંડાનો સ્વાદ ચાખ્યો છે તેને સેન્ચ્યુરી એગ પણ કહેવામાં આવે છે. વાસ્તવમાં આ ઈંડાને માટી, રાખ, મીઠું અથવા ચૂનો અને અન્ય સામગ્રી સાથે લાંબા સમય સુધી રાખવામાં આવે છે, ત્યારબાદ તે તેનો રંગ ગુમાવવાનું શરૂ કરે છે. ઉપરથી તે સફેદ રહે છે પણ અંદરથી તેનો રંગ સાવ કાળો થઈ જાય છે.

મહિલાએ જણાવ્યું કેવો છે એનો સ્વાદ

image socure

હવે વાત આવે છે તેના સ્વાદની . મહિલાએ ઇંડા ખાતી વખતે તેના સ્વાદ વિશે પણ વાત કરી છે. તેણી કહે છે કે ઈંડાનો સફેદ ભાગ ઘેરો બદામી અને ચીકણો હોય છે જ્યારે ઈંડાની જરદી ઘેરા લીલા અને ક્રીમી હોય છે. વાત જાણે એમ છે કે આ ઈંડાને આ પ્રકારનો સ્વાદ અને રંગ આપવામાં મીઠું મહત્વની ભૂમિકા ભજવે છે.

તમને જણાવી દઈએ કે થાઈ અને લાઓ સંસ્કૃતિમાં ડાર્ક બ્રાઉન ઈંડા ખાવાની પ્રથા છે, જેને 100 વર્ષ જૂના ઈંડા અથવા સદીના ઈંડા તરીકે ઓળખવામાં આવે છે. આ ઇંડા માટી, રાખ, મીઠું અથવા ચૂનો અને અન્ય સામગ્રીઓ સાથે એક અઠવાડિયા કે એક મહિના સુધી રાખવામાં આવે છે

લોકોએ જતાવી ખાવાની ઈચ્છા

image socure

જે લોકો થાઈ અને લીઓ કલ્ચરથી માહિતગાર છે તેમના માટે આવા ઈંડા જોવામાં કોઈ સમસ્યા નથી, પરંતુ જેમણે તેને પહેલીવાર જોઈ છે તેઓ તેના પર ટિપ્પણી કરી રહ્યા છે. કેટલાક લોકોએ આ ઈંડાનો સ્વાદ ચાખવાની ઈચ્છા વ્યક્ત કરી છે, જ્યારે એક યુઝરે વીડિયો પર કમેન્ટ કરીને લખ્યું- ‘હું રોજ ઈંડા ખાઉં છું પણ આ ઈંડું ખાવા મારા હાથની વાત નથી.’

Exit mobile version