Site icon News Gujarat

2 વર્ષ પહેલા કરેલા લવ મેરેજનો આ રીતે આવ્યો કરુણ અંજામ, જેમાં રઝળી પડ્યુ એક વર્ષનુ બાળક, આખી ઘટના વાંચીને તમારી આંખો પણ ભરાઇ જશે આસુંથી

હજુ બે વર્ષ પહેલાં જ થયા હતા પ્રેમ લગ્ન – અને આવ્યો કરુણ અંજામ – રઝળી પડ્યું 1 વર્ષનું માસુમ

દીવસેને દીવસે વિશ્વ જાણે ઓર વધારે નિરાશામાં ગરકાવ થઈ રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. રોજ સવારે ઉઠીને આત્મહત્યાના સમાચાર સાંભળવા મળી રહ્યા છે. ક્યારેક કોઈ કીશોર આત્મહત્યા કરે છે તો ક્યારેક કોઈ કિશોરી તો વળી ક્યારેક આખોને આખો પરિવાર તો ક્યારેક પતિ-પત્ની. આમ કોરોના વાયરસની મહામારી ઓછી હોય તેમ દુઃખનો ભાર દુનિયા પર સતત વધી જ રહ્યો છે.

image source

તાજેતરમાં ઉત્તર પ્રેદશના કાનપૂર ખાતે એક અત્યંત કરુણ ઘટના ઘટી છે. આપણે બધા એ સારી રીતે જાણીએ છીએ કે કોરોનાની મહામારીને અટકાવવા માટે જરૂરી પગલાં સમાન સરકાર દ્વારા જે લોકડાઉન જાહેર કરવામાં આવ્યું હતું તે દરમિયાન ઘણા લોકોએ પોતાની નોકરી ગુમાવી છે તો વળી ઘણા લોકોને ખાવા-પીવાના પણ ફાંફાં પડી ગયા છે. આ જ નિરાશામાં ગરકાવ થઈને ઉત્તર પ્રદેશના યુવકે આર્થિક સંકડામણમાં પોતે તો ભૂખ્યા રહેવું જ પડ્યું પણ પોતાના પરિવારને ભૂખ્યા રાખવાનો વારો આવ્યો છે.

image source

અને આવા કપરા સંજોગોમાં ઘરમાં પણ કંકાસ થયા વગર ન રહે. છેવટે આ બધી જ વિપરિત અને નિરાશાજનક પરિસ્થિતિથી છૂટકારો મેળવવા માટે પતિ-પત્નીએ જીવન ટૂંકાવવાનો વારો આવ્યો અને છેવટે તે કરૂણ પગલું તેમણે ભરી પણ લીધું. હાલ પોલીસને આખાએ મામલાની જાણ કરવામાં આવી છે અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામા આવ્યા છે.

image source

આ ઘટના યુપીના કાનપૂર શહેરના ન્યૂ આઝાદનગરમાં ઘટી છે અહીં ભાડે રહેતા એક સિક્યુરિટી ગાર્ડ રાજેન્દ્ર વર્માએ આખીએ ઘટનાની જાણ પોલીસને કરી હતી. તેમણે પોલીસને જણાવ્યું હતું કે મૃતક પ્રિન્સ કોઈ દવાની કંપનીમાં કામ કરતો હતો. અને તે દેવરિયામાં રહેતી ચંદ્રિકા નામની યુવતિ સાથે ફેસબુક દ્વારા પરિચયમાં આવ્યો હતો અને ત્યાર બાદ તેઓ પ્રેમમાં પડ્યા હતા અને તેમણે કોર્ટમાં મેરેજ કરી લીધા હતા. જો કે આ લગ્નથી ચંદ્રિકાના કુટુંબીજનો નાખુશ હતા અને તેમણે દીકરી સાથેનો વ્યવહાર તોડી નાખ્યો હતો.

image source

પણ યુવક પ્રિન્સના કુટુંબીજનોએ પોતાના દીકરાની ખુશી ખાતર બન્નેના લગ્ન ખૂબ જ ધામધૂમથી 2018માં કરાવી આપ્યા હતા. અને 2019ના જૂનમાં તેમને ત્યાં દીકરાનો જન્મ પણ થયો હતો. બન્નેનું સાંસારીક જીવન ખૂબ જ સરસ રીતે ચાલી રહ્યું હતું. પણ લોકડાઉન શરૂ થયાના થોડા જ દિવસોમાં પ્રિન્સની નોકરી છીનવાઈ ગઈ અને ત્રણ જણનું નાનકડું કુટુંબ આર્થિંક સંકડામણમાં આવી પડ્યું. તેને લઈને પતિ-પત્ની વચ્ચે અરનવાર ઝઘડા પણ થવા લાગ્યા હતા. પ્રિન્સના પિતાના જણાવ્યા પ્રમાણે પતિ-પત્ની વચ્ચે શુક્રવારની રાત્રીએ પણ ઉગ્ર ઝઘડો થયો હતો.

image source

પ્રિન્સ તેની પત્ની અને તેના એક વર્ષના બાળક સાથે તેના માતાપિતા સાથે જ એક મકાનમાં રહેતો હતો. સવારે જ્યારે પ્રિન્સના પિતા પોતાના કામે જતા રહ્યા હતા અને તેની માતા પણ પોતાની બહેનને ત્યાં ગયા હતા. અને બીજી બાજુ મકાનના માલિક પણ બહાર ગયા હતા. અને આ સમયે ફરી પતિ-પત્ની એકલા પડ્યા અને ફરી પાછી તેમની વચ્ચે બોલાચાલી શરૂ થઈ ગઈ. ત્યાર બાદ પ્રિન્સે મુશ્કેલીઓથી છૂટકારો મેળવવા માટે પંખા પર ફાંસીનો ફંદો લટકાવીને પોતાના જીવનનો અંત લાવી દીધો. પતિને આવી રીતે લટકતો જોઈ પત્નીએ તેમના એક પિતરાઈ ભાઈને ફોન કરીને ઘટના વિષે માહિતી આપી.

image source

અને ત્યાર બાદ ચંદ્રિકાએ પણ પોતાના જીવનનો અંત લાવવા પતિની જેમ જ ગળે ફાંસો ખાઈને આત્મ હત્યા કરી લીધી. જો કે તે પહેલાં તેણીએ પોતાના એક વર્ષના દીકરાને બીજા રૂમમાં મુકી આવી હતી. ઘરના લોકો જ્યારે ઘરે પહોંચ્યા ત્યારે એક વર્ષનું માસુમ રડી રહ્યું હતું. અને તેના માતાપિતા અનંત નિંદ્રામાં પોઢી ગયા હતા. તરત જ આખીએ ઘટનાની જાણ સ્થાનિક પોલીસને કરવામા આવી. પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે આત્મહત્યા પાછળ આર્થિક સંકડામણ અને ઘરકંકાસ જવાબદાર છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત

Exit mobile version