8 વર્ષે લગ્ન થયા બાદ પતિએ દિવસ રાત આ કામ કરી બનાવી પત્નીને ડોક્ટર

થોડા સમય પહેલા સ્ટાર પ્લસ પર એક સીરીયલ આવી હતી જેનું નામ હતું દિયા ઔર બાતી હમ… આ સીરીયલમાં સંધ્યા નામની યુવતી જે પોલીસ ઓફિસર બનવા ઈચ્છતી હોય છે

image source

તેના લગ્ન એક મીઠાઈની દુકાન ચલાવતા યુવક સાથે થાય છે જે અભણ હોય છે. પરંતુ પોતાની પત્નીની ભણવાની ઈચ્છા તે પુરી કરે છે. આ વાત તો છે સીરીયલની પણ આજે તમને જણાવીએ એક એવી ડોક્ટરની વાત જેના જીવનમાં આવી ઘટના સાચે બની છે.

image source

આ વાત છે જયપુરની રુપા યાદવની… રુપા યાદવના લગ્ન તે સગીર હતી ત્યાર જ કરી દેવામાં આવ્યા હતા. જાણીને નવાઈ લાગશે પણ રુપા માત્ર 3 ધોરણમાં અભ્યાસ કરતી હતી ત્યારે તેના લગ્ન થઈ ગયા હતા. બાળ લગ્ન કરાવ્યા બાદ તે થોડા વર્ષો પોતાના પિયરમાં રહી હતી. આ સમય દરમિયાન તેણે ઘરનું કામ તો શીખ્યું પણ સાથે તેણે અભ્યાસ છોડ્યો નહીં તે પણ કરતી રહી. સમય જતાં બાળકો પુખ્ત વયના થયા એટલે રુપાને તેના સાસરે વળાવવામાં આવી. અહીં તેને અભ્યાસના સપનાને પુરુ કરવાની જવાબદારી તેના સાસરાવાળાએ ઉપાડી લીધી.

image source

ખાસ વાત એ હતી કે રુપાના પતિ, મોટાભાઈ અને સાસરીના દરેક સભ્યએ સમાજની પરંપાર અને મર્યાદાઓને એક તરફ મુકી અને દીકરાની પત્નીને ભણવા માટે પ્રોત્સાહન પુરું પાડ્યું. રુપાનું સપનું ડોક્ટર બનવાનું હતું અને સ્વાભાવિક છે કે તેમ ખર્ચ સૌથી વધુ થવાનો હોય. તેથી રૂપા અને તેના પતિએ ખેતરોમાં સાથે કામ કર્યું. રુપાનો પતિ દિવસ રાત ટેમ્પો ચલાવતો અને પોતાની પત્નીના અભ્યાસનું સપનું પુરું કરતો.

image source

રુપાએ પણ દિવસ રાત એક કરી મહેનત કરી તેણે 2 વર્ષ કોટામાં એલન કેરિયર ઈંસ્ટીટ્યૂટમાંથી કોચિંગ લીધું અને આ મહેનતના ફળ સ્વરુપ રુપા ડોક્ટર બનવામાં સફળ થઈ. જયપુરના ચૌમૂ વિસ્તારના નાનકડા ગામમાંથી બાલિકા વધૂ બનીને વિદા થયેલી રૂપા યાદવે નીટમાં 603 અંક મેળવ્યા હતા. તેને આ અંકના કારણે પ્રદેશની સરકારી કોલેજમાં એડમિશન પણ મળ્યું હતું.