હવે કોરોનાથી ડરવું ખાસ જરૂરી, મોતના આ આંકડાઓ ડરામણાં, હાલની આ પરિસ્થિતિ જાણીને તમે પણ થઇ જાવો એલર્ટ

રાતના સમયે દર્દી સાથે વાત થાય છે અને સવારે એવો ફોન આવે છે કે, તેમનું મૃત્યુ થઈ ગયું છે’, સિવિલ હોસ્પિટલ માંથી એક દિવસ દરમિયાન કોરોના વાયરસથી સંક્રમિત ૧૭ ડેડબોડી સ્મશાને મોકલવામાં આવી.

  • -એપ્રિલ, ૨૦૨૦ કરતા પણ પરિસ્થિતિ વધુ ગંભીર.
  • -મૃતક દર્દીના પરિવારના સભ્યોને સ્મશાનમાં વેઈટિંગ હોવાના લીધે રાહ જોઈ રહ્યા હતા.

પૂર્વ વિસ્તારમાં કોરોનાની ડેડબોડીનું વેઈટિંગ વધી જવાથી પશ્ચિમ વિસ્તારમાં લઈ જવાનું કહેવામાં આવતું હતું.

image source

અમદાવાદ શહેરમાં કોરોના વાયરસ સંક્રમણએ સૌથી વધારે ખરાબ પરિસ્થિતિ એપ્રિલ, ૨૦૨૦માં જોવા મળી હતી પરંતુ હવે એપ્રિલ, ૨૦૨૦નો પણ રેકોર્ડ બ્રેક કરી દીધો છે. જેના લીધે અમદાવાદ શહેરની પરિસ્થિતિ વધારે ગંભીર થતી જી રહી છે. અમદાવાદમાં સરકારી આંકડાઓ મુજબ સિવિલ હોસ્પિટલમાં અંદાજીત રોજના ૩ કે ૪ દર્દીઓના મૃત્યુ થઈ રહ્યા છે. પરંતુ હકીકત ત્યારે સામે આવી જાય છે જયારે દિવ્ય ભાસ્કરની ટીમ દ્વારા સિવિલ હોસ્પિટલમાં આવેલ કોવિડ ડેડબોડી વિભાગમાં પરિસ્થિતિ કેવી છે અને કેટલી વ્યક્તિઓના મોત થયા છે તેના વિષે જાણવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો.

૧૨ કલાકના સમયગાળામાં એક પછી એક એમ ૧૭ મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા.

સવારના ૭ વાગ્યાથી લઈને રાતના સમયે ૭ વાગ્યાના સમય દરમિયાન દિવ્યભાસ્કરની ટીમ અમદાવાદ સિવિલ હોસ્પિટલ પર હાજર હતી. આ ૧૨ કલાકના સમયગાળા દરમિયાન ફક્ત એક- બે નહી પરંતુ ૧૭ કોરોનાના મૃતદેહને બહાર કાઢવામાં આવ્યા હતા. એક સમયે કોરોના વાયરસના દર્દીનો મૃતદેહ કંપાઉંડમાં સ્ટ્રેચર પર રાખવામાં આવી હતી. ત્યાં જ હોસ્પિટલની બહાર મૃત્યુ પામેલ વ્યક્તિના પરિવારના સભ્યો મૃતદેહ મેળવવા માટે રાહ જોઈ રહ્યા હોય પરિસ્થિતિ જોવા મળી હતી.

image source

શહેરમાં કોરોના વાયરસથી થતા મૃત્યુઆંક ગંભીર.

ગુજરાત રાજ્યમાં કોરોના વાયરસ સંક્રમણના નવા કેસો હાલની પરિસ્થિતિમાં દરરોજ નવા રેકોર્ડ સ્થાપિત કરી રહ્યા છે. એક બાજુ પોલીસને સખ્ત કાર્યવાહી કરવાના આદેશ આપવામાં આવ્યા છે તો ત્યાં જ બીજી બાજુ કોરોના વાયરસ સંક્રમણનો ગ્રાફ પણ ટોપ પર પહોચી ગયો છે. અમદાવાદ અને સુરત શહેરમાં આવી જ સ્થિતિ યથાવત રહેશે તો શહેરની બધી જ હોસ્પિટલ ફૂલ થઈ જશે. અત્યારના સમયમાં કોરોના વાયરસને નિયંત્રણમાં લેવા અને દર્દીઓને સારવાર આપવા માટે સરકાર દ્વારા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. તેમ છતાં કોરોના વાયરસથી સંક્રમિત થવાના કારણે મૃત્યુઆંકમાં સતત વધારો થઈ રહ્યો છે.

એક એમ્બ્યુલન્સ બહાર જાય અને બીજી તૈયાર.

કોરોના વાયરસના લીધે હકીકતમાં કેટલા દર્દીઓના મૃત્યુ અમદાવાદ શહેરમાં થાય છે એ જાણવા માટે ગુજરાત રાજ્યની સૌથી મોટી કોરોના ૧૨૦૦ બેડની સિવિલ હોસ્પિટલ માંથી એક જ દિવસમાં ૧૨ કલાક દરમિયાન ૧૭ મૃતદેહને બહાર કાઢવામાં આવ્યા હતા. આવા સમયે મૃતક દર્દીના પરિવારના સભ્યો એવું કહી રહ્યા હતા કે, હજી તો રાતના સમયે દર્દી સાથે ફોન પર વાત કરવામાં આવી છે અને બીજા દિવસ સવારના સમયે અમને એવો ફોન કોલ આવે છે કે, આપના સ્વજનનું મૃત્યુ થઈ ગયું છે.

image source

ત્યાં જ બીજી બાજુ મૃતદેહના નિકાલ કરવાના સમયે એક એમ્બ્યુલન્સ બહાર જાય છે અને બીજી એમ્બ્યુલન્સને તૈયાર રાખવામાં આવતી હતી. આ દ્રશ્ય કોરોના વાયરસ સંક્રમણની ગંભીરતાના સંકેત દર્શાવી રહ્યું હતું. આ સાથે જ દર્દીના પરિવાર જનો દ્વારા હોસ્પિટલની બહાર પહેરવામાં આવેલ માસ્ક અને ગ્લવ્ઝને પણ ત્યાં જ ફેકી દેતા જોવા મળ્યા હતા.

સ્મશાનમાં પણ વેઈટિંગ મળ્યું.

૧૨૦૦ બેડની સુવિધા ધરાવતી હોસ્પિટલના પાછળના ભાગમાં મૃતદેહ સોપવામાં આવતા હતા અહિયાં પરિવારના સભ્યોના હતાશ ચહેરા જોવા મળ્યા હતા. મૃતદેહનું વેઈટિંગ ખરેખરમાં ચિંતાનો વિષય છેમૃતદેહ મળી ગયા બાદ જયારે સ્મશાન લઈને જાય છે તો એમની સાથે સ્મશાનમાં પણ વેઈટિંગ જોવા મળ્યું હતું. પૂર્વ વિસ્તારમાં રહેતા પરિવારને તેમના સ્વજનના મૃતદેહને પશ્ચિમ વિસ્તારમાં લઈ જવા માટે કહી દેવમાં આવ્યું હતું.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!