WhatsApp સ્ટેટ્સની જેમ WhatsApp મેસેજ પણ આટલા કલાક પછી આપોઆપ થઈ જશે ડીલીટ, કંપની લાવી રહી છે આ સુવિધા

WhatsApp એક એવી એપ્લિકેશન છે જે આજકાલ મોટાભાગના સ્માર્ટફોન ધારકોના ફોનમાં હોય છે અને વૈશ્વિક રીતે તો WhatsApp એવી સોશ્યલ મીડિયા એપ પૈકી એક છે જે સૌથી વધુ લોકપ્રિય હોય. હા, એ વાત સાચી કે થોડા સમય પહેલા જ Whatsapp દ્વારા તેની પ્રાઇવસી પોલિસી અપડેટ કરવાની કાર્યવાહી બાદ ઘણા ખરા યુઝર્સ અન્ય સોશ્યલ મીડિયા એપ તરફ વળી ગયા હતા અને Whatsapp ને તેના યુઝર્સની સંખ્યામાં પણ ઘટાડો ભોગવવો પડ્યો હતો.

image source

સોશ્યલ નેટવર્કિંગ એપ WhatsApp તેના Disappearing Message ફિચરમાં ફેરફાર કરવા જઈ રહી છે. જે અંતર્ગત વહાટ્સએપ સ્ટેટ્સની જેમ જ વહાટ્સએપ મેસેજ પણ 24 કલાક બાદ આપોઆપ ગાયબ થઈ જશે. જો કે હાલ.આ ફિચર્સનું ટેસ્ટિંગ ચાલી રહ્યું છે.

image source

ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ વહાટ્સએપના વિશ્વભરમાં કરોડો યુઝર્સ છે. અને વહાટ્સએપ સમયાંતરે તેની એપમાં નવા નવા ફીચર્સ એડ કરતું રહે છે. હાલના નવા ફિચર્સની વાત કરીએ તો હવે વહાટ્સએપ એક એવું ફીચર્સ લઈ આવવાની તૈયારીમાં છે જેમાં યુઝર્સ વહાટ્સએપ સ્ટેટ્સની જેમ વહાટ્સએપ મેસેજ પણ 24 કલાકમાં પોતાની મેળે જ ડીલીટ થઈ જશે.

image source

હાલ આ ફિચર્સની સમય મર્યાદા સાત દિવસની નક્કી કરવામાં આવી છે. એટલે કે આ ફીચર્સને ઈનેબલ કર્યા બાદ મોકલવામાં આવેલા મેસેજ સાત દિવસમાં આપોઆપ ડીલીટ થઈ જાય છે અને હવે કંપની આ ફિચર્સમાં ફેરફાર કરવા જઈ રહી છે.

24 કલાક બાદ ગાયબ થઈ જશે મેસેજ

વહાટ્સએપની અપડેટ પર નજર રાખતી વેબસાઈટ WABetaInfo ની વાત માનવામાં આવે તો વહાટ્સએપના આ નવા વર્ઝનમાં આ ખાસ ડિસઅપીયરિંગ મેસેજ ફીચર્સને એડ કરવામાં આવનાર છે. વેબસાઈટ અનુસાર વહાટ્સએપના iOS વર્ઝનમાં આ નવા ફીચર્સનું ટેસ્ટિંગ ચાલી રહ્યું છે. આ ફીચર્સ અંતર્ગત સેન્ડ કરવામાં આવેલ મેસેજ 24 કલાક બાદ આપોઆપ ડીલીટ થઈ જશે. જો કે આ ફીચર્સનો ઉપયોગ કરવો કે નહીં તે યુઝર્સ ફીચર્સને ઈનેબલ કરે ત્યારે જ જાણી શકશે.

image source

નજીકના ભવિષ્યમાં થઈ શકે છે રોલઆઉટ

આ નવા ફીચર્સમાં 24 કલાક સાથે સાથે સાત દિવસની સુવિધા પણ મળશે. વહાટ્સએપના ડિસઅપીયરિંગ મેસેજ ફિચરમાં હજુ સાત દિવસની સમય મર્યાદા છે. કંપનીનું આ નવું ફીચર્સ પર્સનલ ચેટ અને ગૃપ ચેટ બન્ને માટે અવેલેબલ કરવામાં આવ્યું છે.

આ ફીચર્સ iOS અને એન્ડ્રોઇડ બન્ને પ્લેટફોર્મ માટે રોલઆઉટ કરવામાં આવશે. જો કે હાલમાં આ ફીચર્સનું ટેસ્ટિંગ ચાલી રહ્યું છે અને એવી આશા છે કે નજીકના ભવિષ્યમાં જ આ ફીચર્સને યુઝર્સ માટે રોલઆઉટ કરવામાં આવી શકે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!