પહેલાં ઈન્જેક્શન, પછી અંતિમસંસ્કાર અને હવે મરણ દાખલો લેવા માટે લાગી લાંબી લાઇનો, હે ભગવાન ક્યારે આવશે આ પરિસ્થિતિનો અંત…

સુરત શહેરમાં મરણનો દાખલો મેળવવા માટે લાગી ગઈ લાંબી લાઈનો, કોરોના વાયરસ સંક્રમણના લીધે સુરત શહેરના મૃત્યુઆંકમાં થયેલ વધારાના પુરાવા સમાન.

  • -આની પહેલા ઇન્જેક્શન, અંતિમ સંસ્કાર કરવા માટે લાગી લાઈન અને હવે મરણનો દાખલો મેળવવા માટે લાંબી લાઈન.
  • -મૃતકોના સ્વજનોને ત્રણ કલાક સુધી લાઈનમાં ઉભા રહ્યા પછી મળે છે મરણનો દાખલો.
image source

સુરત શહેરમાં છેલ્લા ત્રણ મહિનાથી કોરોના વાયરસના સંક્રમણના લીધે મૃત્યુઆંક ઘણો વધી ગયો છે. પ્રાકૃતિક રીતે મૃત્યુ પામતા વ્યક્તિઓ અને કોરોના વાયરસ સંક્રમણના લીધે મૃત્યુ થતા વ્યક્તિઓના આંકડાઓ દેખીતી રીતે ઘણો નીચો છે. સુરત શહેરમાં મૃત્યુ પામેલ વ્યક્તિઓનો મરણનો દાખલો મેળવવા માટે ત્રણ કલાક સુધી લાઈનમાં ઉભા રહેતા હોય તેવું જોવા મળે છે. સુરત કોર્પોરેશનના અલગ અલગ ઝોનમાં મરણનો દાખલો કાઢવા માટેની પ્રક્રિયા શરુ કરી દેવામાં આવી છે. અહિયાં ઉલ્લેખનીય છે કે, કોરોના વાયરસ સંક્રમણની બીજી લહેર પહેલી લહેર કરતા વધારે ઘાતક છે. જેના પગલે ઈન્જેકશન, ઓક્સિજન, ટ્રીટમેંટ, અંતિમ સંસ્કાર માટે પણ લોકોને લાઈનમાં ઉભા રહેતા જોવા મળ્યા હતા.

મૃતકના પરિવારના શ્યોને મરણનો દાખલો મેળવવા માટે કરી પડાપડી.

આજ દિવસ સુધી મરણનો દાખલો મેળવવા માટે ક્યારેય લાઈનમાં ઉભું રહેવું પડ્યું હોય તેવું જોવા મળ્યું નથી. પણ સુરત શહેરના અઠવા વિસ્તારમાં સવારના સમયથી જ મૃતકના પરિવારના સભ્યો મરણનો દાખલો મેળવવા માટે લાઈનમાં ઉભા રહેલ જોવા મળ્યા હતા. મરણનો દાખલો મેળવવા માટે લાગી રહેલ લાઈન કોરોના વાયરસ સંક્રમણના લીધે મૃત્યુઆંકમાં થયેલ વધારાના પુરાવા સમાન છે.

image source

સુરત શહેરના રાંદેર ઝોન, અઠવા ઝોન, કતારગામ ઝોન સહિત અન્ય વિસ્તારોમાં અલગ અલગ પ્રકારની પરિસ્થિતિઓ નિર્માણ થતી જોવા મળી રહી છે. મરણના દાખલા વિના તમામ કાયદાકીય પ્રક્રિયા અટકી જતી હોવાના લીધે મૃતક વ્યક્તિના પરિવારના સભ્યોને મરણનો દાખલો મેળવવા માટે પડાપડી કરવા લાગ્યા છે.

મરણનો દાખલો મેળવવા માટે ક્યારેય પણ લાઈન જોવા મળી નથી.

સુરતના રહેવાસી મહેશભાઈ જરીવાલા જણાવે છે કે, સવારના ૮:૩૦ વાગ્યાથી મરણનો દાખલો ક્દાવવામાં લાઈનમાં ઉભા છીએ. આજ દિવસ સુધી મરણનો દાખલો કઢાવવા માટે આવી રીતે લાઈનમાં ઉભા રહ્યા હોય એવું અમે ક્યારેય કોઈ વ્યક્તિ જોવા પણ મળી નથી તેમજ આવી તો ક્યારેય કલ્પના પણ કરી હતી નહી. તેમ છતાં આજે કોરોના વાયરસ સંક્રમણના લીધે ઘણા બધા લોકો એવા છે જેમણે અમારી જેમ પોતાના પરિવારના સભ્યોને ગુમાવી દીધા છે.

image source

વ્યક્તિના મૃત્યુ થઈ ગયા બાદ મરણનો દાખલો ઘણો મહત્વનો દસ્તાવેજ હોય છે એટલા માટે અમે મરણનો દાખલો કઢાવવા માટે આવ્યા છીએ. અહિયાં ત્રણ કલાક સુધી લાઈનમાં ઉભા રહ્યા પછી મરણનો દાખલો આપવામાં આવી રહ્યો છે. સામાન્ય જનતા જાણે કે, આ લાઈનમાં ઉભા રહેવાથી ત્રાસી ગઈ છે. ભગવાન જાણે ક્યારે આ લાઈનમાં ઉભા રહેવાની સ્થિતિ માંથી સામાન્ય જનતાને મુક્તિ મળશે?

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *