જાણો આ નવા નિયમ વિશે, જેમાં માસ્ક નહિં પહેરો તો આટલા રૂપિયાનો ભરવો પડશે દંડ

રાજ્યભરમાં કોરોનાનો કહેર સતત વધી રહ્યો છે તેવામાં સરકાર હવે આંકરાપાણીએ થઈ હોય તે સ્પષ્ટ થઈ ચુક્યું છે. કોરોનાથી લોકોને બચાવવા સરકાર દિવસ રાત એક કરે છે પરંતુ કેટલાક લોકો પોતાની બેદરકારીના કારણે પોતાના અને અન્ય લોકોના જીવ જોખમમાં મુકે છે. આવા લોકો છે જે માસ્ક પહેરવામાં હજુ પણ સમજતા નથી. આવા લોકોની સામે હવે સરકારે કડકાઈભર્યુ વલણ દાખવવાનું નક્કી કરી લીધું છે.

image source

આજે રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ એક મહત્વની ઘોષણા કરી દીધી છે. કોઈપણ જાતનો સમય બગાડ્યા વિના મુખ્યમંત્રીએ રાજ્યમાં માસ્ક ન પહેરવાનો દંડ 500માંથી વધારી 1000 કરવાની જાહેરાત કરી દીધી છે. મહત્વની વાત એ છે કે આ નિયમ 11 ઓગસ્ટથી રાજ્યમાં અમલમાં મુકાઈ જશે. એટલે કે હવે જો માસ્ક પહેર્યા વિના ઘરમાંથી બહાર નીકળ્યા તો 1000નો ચાંદલો નક્કી સમજી લેવું.

image source

અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાત હાઇકોર્ટે સુઓમોટો સંજ્ઞાન લઈ સરકારને કેટલાક મહત્વના નિર્દેશો કર્યા હતા. જેમાં કોર્ટે કહ્યું હતું કે માસ્ક નહીં પહેરનાર પાસેથી 1 હજાર રૂપિયાનો દંડ વસુલવો જોઈએ. આ ટકોરને મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ કાયદો બનાવી અને તેની અમલવારી 11 ઓગસ્ટથી જ રાજ્યમાં થઈ જશે તેવી સત્તાવાર જાહેરાત કરી દીધી છે.

image source

આ સાથે જ મુખ્યમંત્રીએ જાહેર જનતાને અપીલ કરી છે કે આગામી જન્માષ્ટમી સહિતના તહેવારોમાં લોકો બહાર નીકળી અને કોઈ જગ્યાએ ભીડભાડ ન કરે. કારણ કે આમ કરવાથી સંક્રમણ વધી શકે છે. મુખ્યમંત્રીએ જણાવ્યું છે કે લોકો ઘરમાં જ રહે અને તહેવાર કરે તે જરૂરી અને હિતાવહ છે.

image source

અત્રે ઉલ્લેખનીય છે કે કોરોના મહામારીથી બચવા માટે માસ્ક પહેરવું અને સામાજિક અંતર જાળવવું જરૂરી છે. તેવામાં માસ્કના દંડની રકમ વધારવા માટે ગુજરાત પહેલા અન્ય રાજ્યો પણ પહેલ કરી ચુક્યા છે. થોડા સમય પહેલા ઝારખંડ રાજ્યમાં માસ્ક ન પહેરવાનો દંડ 1 લાખ જાહેર કરવામાં આવ્યો હતો. જો કે એક તરફ જ્યાં દંડ પેટે મસમોટી રકમ લેવામાં આવી રહી છે ત્યાં બીજી તરફ પશ્ચિમ બંગાળમાં માત્ર 50 રૂપિયા જ દંડ વસુલવામાં આવે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત