માસ્ક કે દંડ: અમદાવાદીઓ ખાસ વાંચી લે આ માહિતી, નહિં તો…

હવે જો માસ્ક ન પહેર્યું તો ગયા જ સમજો, પોલીસના હાથમાં આવ્યા તો તમારા 200 રૂપિયા ગયા, કોર્પોરેશનવાળા તો 500નો દંડ કરશે

છેલ્લા કેટલાક મહિનાઓથી કોરોના વાયરસનો પ્રકોપ આખા દેશ પર છવાયેલો છે.ભારત સરકારે આ કોરોના મહામારીથી બચવા જાહેરમાં માસ્ક પહેરવું ફરજિયાત કર્યું છે. પણ હજી કેટલાક અમદાવાદીઓ કોઈને કોઈ કારણસર માસ્ક પહેરવાનું અત્યાર સુધી ટાળતા આવતા હતા. પણ હવે આ નહીં ચાલે.

image source

હવે તો સરકારે જાહેરમાં માસ્ક ન પહેર્યું હોય તો દંડ વસૂલવાની સત્તા પોલીસ અને મ્યુનિ. કોર્પોરેશન બંનેને આપી દીધી છે. આવામાં જો કોઈ અમદાવાદી માસ્ક પહેર્યા વિના ઘરની બહાર નિકળ્યો અને પોલીસના હાથમાં આવી ગયો તો 200 રૂપિયાનો દંડ તો પાક્કો જ છે પણ જો કોર્પોરેશનના અધિકારીના હાથે ઝડપાયા તો સીધો 500 રૂપિયાનો દંડ ભરવો પડશે.

image source

હવે આ બધામાં રસપ્રદ વાત એ છે કે જો કોઈ વ્યક્તિ માસ્ક પહેર્યા વિના બહાર નીકળે અને પોલીસ રૂ. 200નો દંડ ફટકારેઅને પછી તે વ્યક્તિ આગળ જાય અને તેને કોર્પોરેશનના અધિકારી પકડે તો એ વ્યક્તિએ રૂ. 500નો દંડ અલગથી ભરવો પડશે. મ્યુનિ. કોર્પોરેશન અને પોલીસ એકબીજાને આપેલા દંડની રસીદ ચલાવતા નથી. એટલે હવે દિવસમાં જેટલી વાર માસ્ક વિના પકડાય તેટલી વાર જે-તે સત્તાવાળાને દંડ આપવો પડશે.

image source

પોલીસ કંટ્રોલરૂમ ડીસીપીએ જણાવ્યું હતું કે, ગૃહ વિભાગે આપેલા પરિપત્ર મુજબ જાહેરમાં માસ્ક ન પહેરવા બદલ 200 રૂપિયાનો દંડ વસૂલવવામાં આવે છે. અને બીજી બાજુ શહેરમાં સોમવારથી જાહેરમાં માસ્ક ન પહેરવા બદલ રૂ. 200ની જગ્યાએ રૂ.500નો દંડ વસૂલ કરવાનો નિર્ણય કોર્પોરેશન દ્વારા કરવામાં આવ્યો છે અને સોમવારથી કોર્પોરેશનની ટીમો 500 રૂપિયાનો જ દંડ વસૂલ કરી રહી છે. જ્યારે પોલીસ 200 રૂપિયાનો જ દંડ ફટકારી રહી છે.

image source

મ્યુનિસિપલ કોર્પોરેશનના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટના ડાયરેકટર હર્ષદ સોલંકીએ જણાવ્યું હતું કે એપેડેમીક એકટ મુજબ 500 રૂપિયાનો દંડ વસુલવામાં આવી રહ્યો છે. અને એ પણ જણાવ્યું હતું કે જેટલી વાર માસ્ક વગર વ્યક્તિ પકડાશે તેટલી વાર તેની પાસેથી દંડ વસુલ કરવામાં આવશે. આવું કરવા પાછળનો ઉદ્દેશ માત્ર દંડ વસુલવાનો નથી પરંતુ લોકો માસ્ક અંગે જાગૃત થાય એ છે.તેમ છતાં પણ જો લોકો માસ્ક નહિ પહેરે તો તેની પાસેથી દંડ વસૂલવામાં આવશે.

image source

કોર્પોરેશન અને પોલીસ દ્વારા જાહેરમાં માસ્ક ન પહેરવાના દંડની રકમ અલગ અલગ છે એના પરથી જણાય છે કે સરકાર અને કોર્પોરેશન વચ્ચે સંકલનનો અભાવ છે.તમને જણાવી દઈએ કે પોલીસ અને કોર્પોરેશન બંને પાસે માસ્ક ન પહેરવા બદલ દંડ વસૂલવાની સત્તા છે પરંતુ રકમ અલગ અલગ છે. જેથી સ્પષ્ટ છેકે, કોર્પોરેશનને આ બાબતે માત્ર પોતાની મનમાની મુજબ દંડ વધારી દીધો છે, પરંતુ સરકારના અન્ય વિભાગમાં સત્તા છે ત્યાં દંડ અંગે કોઈ જાણ નથી કરી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત