Site icon News Gujarat

કોરોનાની વકરતી સ્થિતિમાં મુખ્યમંત્રીએ આપ્યા આદેશ, લોકો પાસેથી માસ્ક સિવાયનો દંડ વસુલવામાં નહીં આવે…

રાજ્યમાં કોરોનાની મહામારી દરમિયાન માસ્ક વગર નીકળતા લોકો પર તવાઈ બોલાવવામાં આવી રહી છે. કારણ કે કોરોના થી બચવા નો એક માત્ર ઉપાય માસ્ક પહેરવું છે. જો કે આજે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.

જેમાં ટુ વ્હીલર અને ફોર વ્હીલરમાં પસાર થતા લોકો પાસેથી માસ્ક સિવાય અન્ય કોઈ પણ દંડ વસુલ કરવામાં નહિ આવે. આ સિવાય વાહનો ડીટેન પણ કરી શકાશે નહિ. આ અંગે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી એ સ્પષ્ટ સૂચના આપી છે કે વાહન ચાલકો પાસે થી કોઈ પણ પ્રકારના દંડ લેવામાં ના આવે.

image source

ટ્રાફિકના નિયમો ના ભંગ, હેલ્મેટ નો દંડ, સિટબેલ્ટ, રોંગ સાઇડ સહિત ના દંડ લેવામાં આવતા હતા. આ સિવાય લોકોના વાહનો પણ ડીટેન કરવામાં આવતા હતા. આ કાર્યવાહી ના પરિણામે લોકોને આર્થિક ફટકો પડી રહ્યો હતો. આ સિવાય આ તમામ દંડ ભરવા તેમજ વાહન મુક્ત કરાવવા માટે લોકો નો ધસારો આરટીઓ ખાતે વધતો હતો.

હાલ ની પરિસ્થિતિ માં લોકોનું મોટી સંખ્યામાં એકઠું થવું એ કોરોના ને આમંત્રણ બની શકે છે. જેને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારને રાજ્યકક્ષાના મંત્રી યોગેશ પટેલ દ્વારા કેબિનેટની બેઠકમાં રજૂઆત કરી હતી. આ મામલે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આદેશ કર્યા છે કે લોકો પાસે થી હાલ ના સમય માં માસ્ક સિવાયનો કોઈ પણ પ્રકારનો દંડ વસૂલવામાં ના આવે.

image source

સરકારના આ નિયમથી લોકોને કોરોના ના કપરા કાળમાં મોટી રાહત મળી છે. જો કે લોકોને માસ્કના દંડથી મુક્તિ નહીં મળે. કોરોના ના સમયમાં માસ્ક પહેરવું જરૂરી હોવાથી જો કોઇ વાહનચાલક માસ્ક વિના રસ્તા પર જતા જણાશે તો તેને દંડ ભરવો પડશે. પછી તે ટુ વ્હીલરમાં હોય કે પછી ફોરવીલર માં તેમણે‌ માસ્ક પહેરવું ફરજિયાત છે. આ સિવાય ના દંડથી હાલ પુરતી લોકોને રાહત આપવા આવી છે.

image source

ઉલ્લેખનીય છે કે રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં રેકોર્ડ બ્રેક કેસ નોંધાયા છે. રાજ્યમાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન ૧૩૧૦૫ કોરોના ના નવા કેસ નોંધાયા છે. નવા ૧૩૧૦૫ કેસ સાથે છેલ્લા ૨૪ કલાકમાં ૧૩૭ લોકોના દુ:ખદ મૃત્યુ થયા છે. આજે રાજ્યભરમાંથી ૫૦૧૦ દર્દી ડિસ્ચાર્જ થયેલા છે. રાજ્યમાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા ૯૨૦૮૪ છે. રાજ્યમાં રિકવરી રેટ ૭૮.૪૧ ટકા થયો છે.

જણાવી દઈએ કે અમદાવાદ ખાતેનની સુભાષબ્રિજ આરટીઓ કચેરીના 25 કર્મચારી કોરોનાગ્રસ્ત થતાં હતા. આ સાથે અન્ય આરટીઓ કચેરીમાં પણ કર્મચારીઓ કોરોનાથી સંક્રમિત થવા લાગ્યા છે. તેવામાં આરટીઓ કચેરી ખાતે દરરોજ મોટી સંખ્યામા અરજદાર આવતા અટકે તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Exit mobile version