રેમડેસિવિર ઇન્જેક્શન અને ઓક્સિજન બાદ હવે રાજ્યમાં કોરોનાના દર્દીઓ માટે અક્ષીર ગણાતી આ દવાની અછત…

રેમડેસિવિર ઇન્જેક્શન અને ઓક્સિજન પછી હવે શહેરોમાં કોરોના વાયરસના દર્દીઓને આપવામાં આવતી ફેબીફ્લુ દવાની અછત સર્જાઈ, બે દિવસથી મેડીકલ સ્ટોરમાં પણ ઉપલબ્ધ નથી.

-૧૭ ટેબ્લેટની કીમત અંદાજીત ૧૨૫૦ રૂપિયા છે.

રાજકોટ શહેર સહિત અમદાવાદ અને સુરતમાં કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓની તકલીફો ઓછી થવાને બદલે દિવસેને દિવસે વધતી જઈ રહી છે. કોરોના વાયરસની સામે અસરકારક રેમડેસિવિર ઇન્જેક્શન, ઓક્સિજનની અછત સર્જાયા બાદ હવે કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓને ડોક્ટર્સ દ્વારા આપવામાં આવી રહેલ એંટી વાયરલ ડ્રગ્સ ફેબીફ્લુ દવાની પણ અછત થઈ ગઈ છે.

image source

રાજકોટ સહિત અમદાવાદ અને સુરતના કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓના પરિવારના સભ્યો ફેબીફ્લુ દવા મેળવવા માટે છેલ્લા બે દિવસથી સતત ભાગદોડ કરી રહ્યા છે. તેમ છતાં ફેબીફ્લુ દવા મળવી મુશ્કેલ બની રહી છે.

૧૭ ટેબ્લેટની કીમત અંદાજીત ૧૨૫૦ રૂપિયા છે.

રાજ્યનું ડ્રગ્સ વિભાગ પણ કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓને ફેબીફ્લું દવા સરળતાથી ઉપલબ્ધ થઈ શકે તેવી વ્યવસ્થા કરવા માટે અસફળ થઈ ગયા છે. કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓને ઇન્જેક્શન ના લેવા પડે અને તેમના સ્વાસ્થ્યમાં ઝડપથી સુધારો જોવા મળે એટલા માટે મોટાભાગના ડોક્ટર્સ ફેબીફ્લું નામની ટેબ્લેટ દર્દીઓને પ્રિસ્ક્રાઈબ કરી રહ્યા છે.

જો કે, ફેબીફ્લું દવા છેલ્લા એક સપ્તાહ પહેલા સરળતાથી તમામ મેડીકલ સ્ટોર પર ઉપલબ્ધ હતી, પણ છેલ્લા બે દિવસથી રાજકોટ, અમદાવાદ અને સુરત શહેરના મેડીકલ સ્ટોરમાં કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓના પરિવારના સભ્યો ફેબીફ્લું દવા મેળવવા માટે ધક્કા જ ખાઈ રહ્યા છે. ફેબીફ્લું દવાની ૧૭ ટેબ્લેટની કીમત અંદાજીત ૧૨૫૦ રૂપિયા જેટલી છે.

image source

જો ફેબીફ્લું દવાની ટેબ્લેટ્સ સમયસર માર્કેટમાં ઉપલબ્ધ નહી થાય તો શક્ય છે કે, ફેબીફ્લું દવાની ટેબ્લેટ્સની કાળા બજારી થાય તેવી સંપૂર્ણ શક્યતા જોવા મળી રહી છે. રાજકોટ શહેર અને જીલ્લામાં રોજ નિયમિત રીતે ઓક્સિજન ૧૩૫ તન જથ્થો પાંચ દિવસથી સતત ઉપલબ્ધ છે.

રાજકોટ શહેરમાં અને જીલ્લામાં દરરોજ નિયમિત રીતે ઓક્સિજનનો ૧૩૫ તનનો જથ્થો છેલ્લા પાંચ દિવસથી સતત ઉપલબ્ધ કરાવવામાં આવી રહ્યો છે. ગઈકાલના રોજ શાપર- વેરાવળમાં આવેલ જયદીપ ગેસ એજન્સી દ્વારા મોડી રાત સુધી હોમ આઈસોલેટ થયેલ કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓના પરિવારના સભ્યોને ૧૧૦૦ જેટલા ગેસના બોટલ્સનું વિતરણ કરી દેવામાં આવ્યું હતું અને ઓક્સિજન બોટલ મેળવવા માટેની આ કતાર રાતના ૮ વાગે સમાપ્ત થઈ ગઈ હતી.

જો કે, એક વાત એવી પણ જાણવા મળી રહી છે કે, પ્રાઈવેટ હોસ્પિટલના સંચાલકો ઓક્સિજનના જથ્થો વધારે પ્રમાણમાં મેળવીને ત્યાર બાદ હ્સોપીત્લમાં ઓક્સિજનનો અપૂરતો જથ્થો હોવાનું કહીને ખોટી બુમાબુમ કરી મુકે છે. આની સામે પણ વહીવટી તંત્ર આક્રમક કાર્યવાહી કરી શકે છે તેવું સુત્રો તરફથી જાણવા મળી રહ્યું છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *