હવે વાહનમાં આ વસ્તુ થઈ ફરજિયાત, આ શહેરમાં પ્રશાસન આકારાં પાણીએ, નહીં હોય તો ફાટી જશે 5500નો મેમો

ઉત્તર પ્રદેશના નોઈડામાં રહેતાં લોકો માટે હવે આ નિયમોનું પાલન કરવું ફરજીયાત બની ગયું છે. કાર લઇને જતા પહેલા આ નવા નિયમોની તકેદારી રાખવી જરૂરી છે. સરકારે અહીં 15મી એપ્રિલથી હાઇ સિક્યુરિટી નંબર પ્લેટ ફરજિયાત કરી દીધી છે. જો તમારી પાસે હજી સુધી તમારા વાહનમાં આ નંબર પ્લેટ નથી તો તેનાં માટે વ્યવસ્થા કરો નહીં તો તમારું ચલણ કોઈ પણ સમયે કપાઈ જશે. સરકારના નિર્દેશ મુજબ નોઈડામાં ઉચ્ચ સુરક્ષા નંબર પ્લેટ નહીં હોય તો ચલણ કાપવામાં આવશે.

image source

આ નવા નિયમો પછી વાહન માલિક બેદરકારી કરશે તો તે ખૂબ ભારે પડી શકે છે. ગૌતમ બુધ નગર જિલ્લામાં વાહન માલિકો એચએસઆરપી અંગે ગંભીરતા દાખવી રહ્યા નથી. આ જ કારણ છે કે જિલ્લા પ્રશાસને 15 એપ્રિલ પછી ઉચ્ચ સિક્યુરિટી નંબર પ્લેટ વગરના વાહનો માટે 5500 રૂપિયાના ચલણની જાહેરાત કરી છે. અત્યાર સુધીના આંકડા અનુસાર ગૌતમ બુધ નગર જિલ્લામાં પણ 50 ટકા વાહનોમાં ઉચ્ચ સુરક્ષા નંબર પ્લેટ નંબર પ્લેટ નથી.

image source

મળતી માહિતી મુજબ જિલ્લામાં લગભગ સાડા સાત લાખ વાહનો નોંધાયેલા છે અને અન્ય જિલ્લામાં લગભગ 7.5 લાખ જેટલા વાહનો રજીસ્ટર છે અને આ સિવાયના 2.5 લાખ વાહનો અન્ય જિલ્લામાં રજીસ્ટર હોવા છતાં અહીં દોડી રહ્યાં હોવાનું સામે આવ્યું છે. આમ કુલ મળીને લગભગ 10 લાખ જેટલી ગાડીઓ અહી દોડી રહી છે પરંતુ અત્યાર સુધી 5 લાખ ગાડીઓમાં પણ સુરક્ષા નંબર પ્લેટ જોવા મળી રહ્યાં નથી.

image source

ઓનલાઇન બુકિંગ દ્વારા ઉચ્ચ સુરક્ષા નંબર પ્લેટ મળી શકશે તેવું જણાવામાં આવ્યું છે. આ માટે તમારે સૌ પ્રથમ નંબર પ્લેટ બુક કરાવવી પડશે. મળતી માહિતી મુજબ ગૌતમ બુધ નગર જિલ્લામાં એવા પણ ઘણા લોકો છે કે જેમણે ઓનલાઇન બુકિંગ કર્યું છે અને બે-ત્રણ મહિના માટે રાહ જોવા કહેવામાં આવ્યું છે. આ લોકો વાહન ચલાવતા સમયે તેમની કાપલી તેમની સાથે રાખી શકે છે અને કાપલી બતાવીને ચલણથી બચી શકો છો.

image source

ઘણાં લોકો આ સમયે એવાં પણ છે જેને ઉચ્ચ સુરક્ષા નંબર પ્લેટ શું છે તેના વિશે જાણકારી નથી. આ ટાઈપની નંબર પ્લેટ એ સિક્યુરિટી નંબર પ્લેટ તરીકે એક હોલોગ્રામ સ્ટીકર છે. તે વાહનના એન્જિન અને ચેસીસ નંબરોને રેકોર્ડ કરે છે અને વાહનની નંબર પ્લેટ સાથે જોડાયેલ છે. હાઇ સિક્યુરિટી નંબર પ્લેટ વાહનની સલામતી અને સુવિધા માટે બનાવવામાં આવી છે. તે વાહનમાં ખાસ ફીટ થયેલ છે. એકવાર નંબર પ્લેટ ઇન્સ્ટોલ થઈ જાય પછી તેને સરળતાથી દૂર અથવા બદલી શકાતી નથી. આ આખી પ્રક્રિયા 2018થી શરૂ કરવામા આવી હતી.

image source

આ પ્લેટ બનાવામાં પ્રેશર મશીનનો ઉપયોગ થાય છે. આ મશીન દ્વારા લખેલી ઉચ્ચ સુરક્ષા નંબર પ્લેટમાં એક પિન હોય છે જે વાહનને જોડે છે. એકવાર આ પિન કારમાં નંબર પ્લેટ લાગી જશે તો તે બંને તરફ લોક થઈ જશે. પેટ્રોલ અને સીએનજી વાહનોમાં હળવા બ્લુ કલરનાં સ્ટીકરો હોય છે અને ડીઝલ સંચાલિત વાહનોમાં નારંગી રંગની સ્ટીકરો લાગુ કરવામાં આવી રહ્યાં છે. 2 ઓક્ટોબર 2018 થી બધા નવા વાહનોમાં આ રંગીન સ્ટીકરો લગાવવામાં આવી રહ્યા છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!