13 લાખ ટનના કચરાને આ IAS અધિકારીએ ફેરવ્યો 300 કરોડ રૂપિયામાં, પૂરો આર્ટિકલ વાંચીને તમને પણ થશે તેમના પર ગર્વ

13 લાખ ટનનના કચરાને આ IAS અધિકારીએ ફેરવ્યો 300 કરોડ રૂપિયામાં

image source

આજે દેશ દુનિયાના મોટા મોટા શહેરોના સિમાડાઓ લીલોતરી ભરેલા પહાડોથી નહીં પણ લાખો ટન કચરાના પહાડોથી ઘેરાયેલા છે. આ કચરાના ઢગલા એટલા મોટા હોય છે કે તે માઇલો દૂરથી પણ જોઈ શકાય છે. અને બધો જ કચરો, તમારા-મારા જેવાના ઘરેથી, મોટી મોટી ફેક્ટરીઓમાંથી, રેસ્ટોરન્ટ્સમાંથી તેમજ રસ્તાઓ પરથી ભેગો કરીને ત્યાં ઠાલવવામાં આવે છે.

આપણને એમ લાગે છે કે આપણે આપણા ઘરથી ગંદકીને ક્યાંય દૂર ફેંકી દીધી છે પણ તે રહે છે તો તમારા શહેરના પાદરમાં જ અને આ જ લાખો ટન કચરો તમારી જ આસપાસના વાતાવરણ, પાણી તેમજ જમીનને અત્યંત ખરાબ રીતે નુકસાન કરે છે.

image source

રોજ લાખો ટનોમાં ભેગો કરવામાં આવતા આ કચરાનું વ્યવસ્થાપન પણ શહેરોની મ્યુનિસિપાલીટી માટે એક મોટા માથાનાદુઃખાવા સમાન કામ છે. પણ વિજ્ઞાને તેનો પણ ઉપાય શોધી લીધો છે અને જો તમે વાસ્તવમાં આ કચરાનો કાયમી નીકાલ લાવવા માગતા હોવ તો તેમ ચોક્કસ કરી શકો છો.

તમને જણાવી દઈએ કે મધ્ય પ્રદેશનું ઇંદોર શહેર સમગ્ર દેશમાં સફાઈ બાબતે એક આદર્શ સમાન છે. સ્વચ્છ ભારત અભિયાન હેઠળ દેશના શહેરોને તેમાં રહેલી સ્વચ્છતાના આધારે ક્રમ આપવામાં આવે છે. એટલે કે જે શહેરને એક નંબર આપવામાં આવે છે તે દેશનું સૌથી સ્વચ્છ શહેર છે. અને જે શહેરને છેલ્લું સ્થાન મળે છે તે સૌથી ગંધારુ શહેર છે તેવું કહેવાય.

સરકારની આ રેંકિંગ પદ્ધતિના કારણે ઘણીબધી નગરપાલિકાઓને પોતાનું શહેર સ્વચ્છ રાખવાની પ્રેરણા પણ મળે છે. તમને જણાવી દઈએ એ કે મધ્ય પ્રદેશના ઇન્દોર શહેરનું નામ છેલ્લા બે વર્ષથી પ્રથમ નંબરે આવે છે. જે પણ લોકો આ શહેરની મુલાકાત લેવા આવે છે તે તેની સ્વચ્છતાથી અભિભુત થઈ જાય છે. અને આ સ્વચ્છતા જાળવવા માટે ઇંદોરના લોકો તેમજ અહીંની મ્યુનિસિપાલીટી ખૂબ મહેનત પણ કરે છે.

image source

ઇંદોરને દેશનું નંબર વન સ્વચ્છ શહેર બનાવવા પાછળ અહીંના નાગરિકોનો બહોળો ફાળો છે, અને તેમાં પણ સૌથી વધારે જો કોઈને યશ આપવામા આવે તો તે અહીંના આઈએએસ અધિકારી આશિષ સિંહ છે. તેમને ઇંદોરના સફાઈ અભિયાનના આગેવાન કહી શકાય. તેઓ ઇન્દોરના મ્યુનિસિપલ કમિશ્નર છે. તે પીએમ મોદીના ભારતના સ્વચ્છતા અભિયાનના ભાષણથી ખૂબ પ્રેરિત થયા હતા. અને ત્યારે જ તેમણે નક્કી કરી લીધું હતું કે તેઓ પોતાના શહેરને સૌથી સ્વચ્છ બનાવશે અને નગરવાસીઓને ગૌરવ પણ અપાવશે.

ઇંદોર શહેરની સિમમાં લગભગ 13 લાખ ટન જેટલો કચરો ભેગો થઈ ગયો હતો. રોજ હજારો ટન કચરો ઇંદોરમાંથી એકઠો કરીને આ જગ્યાએ ઠાલવવામાં આવતો હતો. અને તે કચરાના કારણે ઘણી બધી જમીન પણ રોકાઈ ગઈ હતી અને તેનો કોઈ બીજો ઉપયોગ પણ નહોતો થઈ શકતો.

image source

છેવટે મેયર આશિષ સિંહે આ સમસ્યાને દૂર કરવા માટે એક યોજનાબદ્ધ સ્વચ્છતા મિશન શરૂ કર્યું. તેમને આ કચરાનું વ્યવસ્થાપન કરવા માટે કૂલપ 65 કરોડ રૂપિયાનો ખર્ચો કરવો પડ્યો હતો. બીજી બાજુ તેમની પાસે કચરા જેવી બાબત માટે આટલું મોટું બજેટ પણ નહોતું. પણ તેમનો નિર્ધાર મક્કમ હતો. તેઓ કોઈ પણ સંજોગોમાં આ કચરાના પહાડને નેસ્તનાબૂદ કરવા માગતા હતા.

છેવટે સતત 6 મહિનાના અથાગ પ્રયાસ બાદ તેમણે પોતાનું લક્ષ પામી લીધું. અને તેમના આ કામમાં તેમની ટીમે તેમને ભરપૂર સાથ આપ્યો. સૌ પ્રથમ તો તેમણે ભીના અને સૂકા કચરાને અલગ પાડવનું કામ કર્યું. અને તેના માટે તેઓ ખાસ મશીનની મદદ લેતા હતા. આ ઉપરાંત કચરામાંથી મળી આવતા લોખંડ, કાગળ, ટીન, ભંગાર જેવી વસ્તુઓ તેઓ ભંગારના વ્યવસાયીઓને વેચી દેતા હતા.

image source

તો વળી કચરામાંથી મળી આવતા પ્લાસ્ટિકને ઇંધણમાં ફેરવવામાં આવતું હતું, જ્યારે રબર જેવી બીજ સામગ્રીઓને ઓગાળી તેમાંથી પણ સારી એવી કમાણી કવરામા આવતી. પોલીથીનના વેસ્ટનો ઉપયોગ તેઓ સિમેન્ટ પ્લાન્ટ તેમજ રસ્તો બનાવતા કામમાં કરવા લાગ્યા હતા. અને આમ ધીમે ધીમે કચરાનો મસમોટો પહાડ નાનો થવા લાગ્યો.
પણ જો તમને એમ થતું હોય કે આ કચરામાંથી તેમણે 300 કરોડ રૂપિયા કેવી રીતે કમાવ્યા તો તમને જણાવી દઈ કે આ કચરો જે જમીન પર હતી તે કુલ 100 એકર જમીન હતી.

image source

જ્યારે આ જમીન પરથી કચરો દૂર કરવામાં આવ્યો અને તેને વ્યવસ્થિત વાપરવા લાયક કરવામાં આવી ત્યારે તે જમીનની કિંમત 300 કરોડ આંકવામાં આવી હતી. અને હવે આ જમીનનો ઉપયોગ સિટિ ફોરેસ્ટ તરીકે કરવામાં આવશે. આશિષ સિંહના આ જ પગલાના કારણે ઇંદોરને સતત બે વર્ષ સુધી દેશનું સૌથી સ્વચ્છ શહેરનું સ્થાન મળી રહ્યું છે. જો દેશની દરેક નગરપાલિકાઓ, ગ્રામપંચાયતો પોતાને ત્યાં ઉદ્ભવતા કચરાનું આ જ રીતે વ્યવસ્થાપન કરે તો માત્ર ઇંદોર જ નહીં પણ દેશનુ એક એક શહેર અને એક એક ગામડું સ્વચ્છ બની જાય.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત