આ IAS અધિકારીએ શેર કરી પોતાની માર્કશીટ, જણાવ્યું જીવન બોર્ડના રીઝલ્ટ કરતાં ક્યાંય આગળ છે

IAS અધિકારીએ શેર કરી પોતાની માર્કશીટ, જણાવ્યું જીવન બોર્ડના રીઝલ્ટ કરતાં ક્યાંય આગળ છે

હાલ દેશમાં રિઝલ્ટની મોસમ ચાલી રહી છે. દરેક રાજ્ય પોતાના દસમાં તેમજ બારમાં ધોરણનું રિઝલ્ટ જાહેર કરી રહી છે. તો વળી કેન્દ્રીય શાળાઓના પરિણામ પણ બહાર પડી ગયા છે. રિઝલ્ટનો સમય વિદ્યાર્થીઓ માટે ઘણો મુશ્કેલ હોય છે. કોઈને ધાર્યું પરિણામ મળે છે તો કોઈને નથી મળતું અને જેઓ પરિક્ષામાં નિષ્ફળ જાય છે અથવા તો જેમને ઓછા માર્ક્સ આવે છે તેઓ નિરાશ થઈ જાય છે અને કેટલાક બાળકો તો ખોટા નિર્ણય પણ લઈ લેતા હોય છે. અને તેના જ માટે એક આઈએએસ અધિકારીએ પોતાની નબળા માર્ક્સ ધરાવતી માર્કશીટ શેર કરી છે. અને તે દ્વારા તેઓ જણાવવા માગે છે કે જીવન બોર્ડની પરિક્ષાના રિઝલ્ટ કરતાં ક્યાંય આગળ છે માટે નિરાશ ન થવું પણ આગળ વધતા રહેવું.

પરિણામ આવતા કેટલાક વિદ્યાર્થીઓ પાસ થાય છે તો કેટલાક ફેઇલ થાય છે તો કેટલાકનું પરિણામ નબળુ આવે છે. પણ તમારે એ વાત ખાસ યાદ રાખવી જોઈ કે બોર્ડનું રિઝલ્ટ એ નક્કી નથી કરતું કે તમે જીવનમાં શું બનશો. તે તો માત્ર તમને તમારા તે વર્ષની મહેનતનું પિરણામ આપે છે. જીવન ખૂબ લાંબુ છે માટે તમારે લાંબી રેસનો ઘોડો બનવાનું છે. એક આઈએએસ અધિકારીએ પોતાની 12મા ધોરણની માર્કશીટ શેર કરી છે. આ માર્કશીટને જોઈ તમને ખ્યાલ આવશે કે વાસ્તવમાં બોર્ડનું પરિણામ કરતાં જીવન ક્યાંય વધારે આગળ છે.

જાણો આ આઈએએસ અધિકારીએ બોર્ડમાં કેટલા ગુણ મેળવ્યા હતા

તેમણે પોતાના ટ્વિટર અકાઉન્ટ પર પોતાની માર્કશીટ શેર કરી હતી. તેમણે આ માર્કશીટ શેર કરતા લખ્યું હતું – મારા 12મા ધોરણની પરિક્ષામાં, મેં કેમેસ્ટ્રીમાં 24 માર્ક્સ જ મેળવ્યા હતા. પાસિંગ માર્ક્સ કરતાં માત્ર એક જ માર્ક વધારે. પણ તેણે નક્કી નહોતું કર્યું કે હું મારા જીવનમાં શું બનવા માગું છું. બાળકો માર્ક્સના ભાર તળે દબાઓ નહીં. જીવન બોર્ડના પરિણામ કરતાં ક્યાંય આગળ છે. પરિણામને આત્મનિરિક્ષણની એક તક ગણો નહીં કે નિંદા માટે.

નિતિન સાગવન આજે એક આઈએએસ અધિકારી છે, જોત જોતામા આ ટ્વીટ વાયરલ થઈ ગયું. જ્યારે આ ટ્વીટ લખવામાં આવ્યું ત્યારથી અત્યાર સુધીમાં 56.9 હજાર વાર લાઈક કરવામાં આવ્યું છે. અને 15.4 હજાલ લોકો આ ટ્વીટ વિષે વાત કરી રહ્યા છે.

આ ટ્વીટ પર એક આઈએફએસ અધિકારીએ પણ કમેન્ટ કરી છે તેમનું નામ પ્રવીણ કસવાન છે. તેમણે લખ્યું છે કે ઇંગ્લીશે પણ મારી સાથે તેમ જ કર્યું છે અને હું હજું પણ સંઘર્ષ કરી રહ્યો છું.

તો વળી કેટલાકે આ આઈએએસ અધિકારી પાસે સૂચન પણ માગ્યા છે. એક વ્યક્તિએ ટ્વીટ કરીને લખ્યું છે કે તમારા માર્ક્સ કોઈ સામાન્ય વિદ્યાર્થી જેવા રહ્યા છે અને તેમ છતાં તમે આઈએએસ છો તો અમને પણ કંઈક સૂચનો આપો કે આઈએએસ કેવી રીતે બનાય.

ત્યારે તેના જવાબમાં આઈએએસ અધિકારીએ જવાબ આપ્યો કે આ પરિણામ બાદ તેમણે મન લગાવીને અભ્યાસ કર્યો. આમ તમે જોઈ શકો છો કે જીવનથી મોટો કોઈ શીક્ષક નથી. તેની માર્કશીટ ત્યારે આવે છે… જ્યારે તમને પૂર્ણ લગનથી કોઈ કામની પાછળ પડી જાઓ અને તમારું લક્ષ પ્રાપ્ત કરીને રહો. જેવી રીતે નિતિન પોતાના આઈએએસના લક્ષ માટે લાગી પડ્યા હતા. તેમનું જીવન જ તેમની માર્કશીટ બની ગઈ છે. તો હોંસલાને બુલંદ રાખો અને નિરાશાને પાછળ ધક્કેલીને તમારા લક્ષ તરફ આગળ વધતા રહો.

Source: Navbharattimes

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – 

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત