IBPS Recruitment 2020: તમારા માટે બેંકમાં ઓફિસર્સની નોકરીની આ છે ઉત્તમ તક, જાણો કેવી રીતે કરશો એપ્લાય

કોરોના કાળમાં માત્ર ભારતમાં જ નહીં પણ સમગ્ર વિશ્વમાં બેરોજગારીનો દર ખૂબ જ ઉંચો થઈ ગયો છે. અને મહાપ્રયત્ને લોકોને રોજગાર મળી રહ્યો છે. સરકાર પણ એકધારી પ્રયાસમાં લાગેલી છે કે બને તેટલો રોજગાર ઉભો કરીને રોજગારી દરને ઉંચો લાવવામાં આવે. અને છેલ્લા કેટલાક સમયથી વિવિધ સરકારી સંસ્થાઓમાં નાની-મોટી સંખ્યામાં ભરતી શરૂ કરવામાં આવી છે. તાજેતરમાં બેંક સેક્ટરમાં પણ
મોટા પ્રમાણમાં ભરતી થવા જઈ રહી છે જેનું નોટિફિકેશન બહાર પડ્યું છે. જો તમે પણ રસ ધરાવતા હોવ તો મોડું થાય તે પહેલાં અરજી કરી લેવી.

image source

બેંકમાં અધિકારી બનવાની ઇચ્છા ધરાવતા યુવાનો માટે ખુશખબર છે. વિવિધ સરકારી બેંકોમાં સ્પેશલિસ્ટ ઓફિસર્સના અલગ-અલગ પદો પર ભરતી થવા જઈ રહી છે. ઇન્સ્ટીટ્યૂટ ઓફ બેંકિંગ પર્સનલ સેલેક્શન આ પદો પર નિયુક્તી કરવા માટે ફરતી પરિક્ષાનું આયોજન કરવા જઈ રહ્યા છે. તેના માટે આઈબીપીએસ દ્વારા નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે. ઓનલાઈન આવેદનની પ્રક્રિયા પણ શરૂ થઈ ગઈ છે. વેકેન્સીની ડીટેલ અહીં આપવામાં આવી રહી છે.

આ પદો પર મળશે નોકરી

image source

આઈટી ઓફિસર (સ્કેલ 1)

એગ્રીકલ્ચર ફીલ્ડ ઓફિસર (સ્કેલ 1)

રાજભાષા અધિકારી (સ્કેલ 1)

લો ઓફિસર (સ્કેલ 1)

એચઆર/પર્સનલ ઓફિસર (સ્કેલ 1)

માર્કેટિંગ ઓફિસર (સ્કેલ-1)

શું હોવી જોઈએ લાયકાત

image source

સંબંધિત જગ્યાઓમાં ગ્રેજ્યુએશન પુરુ કરનારા યુવાન ઉમેદવારો આ પદ માટે અરજી કરી શકે છે. પદો પ્રમાણે શૈક્ષણિક લાયકાતની વિસ્તૃત જાણકારી આબીપીએસ નોટિફિકેશનમાં આપવામાં આવી છે.

જરૂરી તારીખો

ઓનલાઈન રજિસ્ટ્રેશન / આવેદન શરૂ – 2 નવેમ્બર 2020

ઓનલાઈન આવેદનની છેલ્લી તારીખ – 23 નવેમ્બર 2020

આવેદનમાં સુધારો કરવાની છેલ્લી તારીખ – 23 નવેમ્બર 2020

ભરવામાં આવેલા ઓનલાઈન આવેદન ફોર્મની પ્રિન્ટ કાઢવાની છેલ્લી તારીખ – 23 નવેમ્બર 2020

ઓનલાઈન ફી પેમેન્ટનો સમય – 2 નવેમ્બરથી 23 નવેમ્બર 2020 સુધી

કેવી રીતે થશે સીલેક્શન

image source

આ પદો પર યોગ્ય ઉમેદવારની પસંદગી લેખિત પરીક્ષા દ્વારા કરવામાં આવશે. આ પરીક્ષા ત્રણ ચરણોમાં લેવામાં આવશે – પ્રારંભિક પરીક્ષા, મુખ્ય પરીક્ષા અને ઇન્ટરર્વ્યૂ.

આ રહી ડાયરેક્ટ લિંક્સ

નોટિફિકેશન જોવા માટે આ લિંક – https://www.ibps.in/wp-content/uploads/DetailAdvtCRPSPLX.pdf?_ga=2.71775443.1116598238.16043974
97-613169478.1590218669

અરજી કરવા માટે આ લિંક –

https://ibpsonline.ibps.in/crpsplxoct20/?_ga=2.71775443.1116598238.16043974 97-613169478.1590218669

image source

ઉપર જણાવેલી પહેલી લિંક નોટિફિકેશનની જાહેરાતની છે જેમાં ઉમેદવારની લાયકાત તેમજ ઉંમર વિગેરે તેમજ અન્ય શરતો વિગેરેની માહિતી આપવામાં આવી છે. જ્યારે બીજી લીંક પર ક્લિક કરીને તમે આ ખાલી જગ્યાઓ માટે એપ્લાય કરી શકો છો. જો તમે પણ બેંક ક્ષેત્રમાં નોકરી કરવા માગતા હોવ અને તમારી પાસે પણ પુરતી લાયકાત હોય તો તમારે પણ મોડું કર્યા વગર અરજી કરી દેવી જોઈએ. બેસ્ટ ઓફ લક.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત