ના જોયો હોય તો જલદી જોઇ લો સૈફ અલી ખાનના દિકરાનો આ લેટેસ્ટ વિડીયો, જેમાં લોકોએ કરી છે કંઇક આવી કોમેન્ટ

ક્યારેક બાબુ રાવ બની અને ક્યારેક અક્ષય કુમાર બની ઇબ્રાહિમ અલીએ વીડિયો બનાવ્યો, આ જોઈ લોકોએ કહ્યું કે, ‘બોલિવૂડ આવવાની પૂરેપૂરી તૈયારી છે.’

image source

બોલીવુડ અભિનેતા સૈફ અલી ખાનનો પુત્ર ઇબ્રાહિમ અલી ખાન (Ibrahim Ali Khan Pataudi) પણ આજકાલ બહેન સારાની જેમ સોશિયલ મીડિયા પર ખૂબ સક્રિય છે અને તે તેની અભિનય કુશળતાથી ચાહકોનું દિલ પણ જીતી રહ્યો છે. ઇબ્રાહિમ અલી આ દિવસોમાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટિકટોક પર તેના વિડીયો બનાવી અને અપલોડ કરી રહ્યો છે, જેને લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે. ઇબ્રાહિમ અલીના આ વીડિયો જોયા પછી, તેમણે સાબિત કર્યું છે કે તે પણ ટૂંક સમયમાં તેની દાદી શર્મિલા ટાગોર, માતાપિતા અને બહેનની જેમ ફિલ્મી દુનિયામાં પ્રવેશ કરી શકે છે.

image source

લોકડાઉનને કારણે ઇબ્રાહિમ અલી ખાન પોતાના ઘરે ફુરસદનો સમય પસાર કરી રહ્યો છે, જેના કારણે તેણે હવે ટિકટોક એપમાં પણ એન્ટ્રી કરી છે. ઇબ્રાહિમ અલી ખાન ટીકટોક પર આવતાની સાથે જ લોકોને તેના રમૂજી વીડિયો દ્વારા મનોરંજન આપી રહ્યો છે. તાજેતરમાં જ તેણે એક નવો વિડીયો શેર કર્યો છે, જેમાં તેણે હેરા ફેરી ફિલ્મના ડાયલોગને ડબ કરીને એક ફની વીડિયો બનાવ્યો છે.

ઇબ્રાહિમ અલી ખાનનો આ ફની વીડિયો બહાર અવતાની સાથે જ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો છે. આ વીડિયોમાં, ઇબ્રાહિમ અલી ખૂબ જ સરસ એક્સપ્રેશન સાથે અક્ષય કુમારનો ડાયલોગ, ‘સ્ટાઇલ હે બાબુભૈયા સ્ટાઇલ.’ જે પછી તે, ચશ્માં પહેરીને બાબુ રાવ બને છે, અને રમુજી શૈલીમાં કહે છે કે, ‘યે બાબુ રાવ કા સ્ટાઇલ હે’.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani) on

આ વીડિયો જોઈને ચાહકો તેમને વિવિધ રીતે પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. એક યુઝરે વીડિયો પર કમેન્ટ્સ કરતા લખ્યું કે, ‘આ સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે તે એક એક્ટર છે’. તેમજ બીજા યુઝરે લખ્યું કે, ‘બોલિવૂડમાં પ્રવેશવાની સંપૂર્ણ તૈયારી છે’.

ઇબ્રાહિમ અલી સૈફ અલી ખાન એટલે કે પોતાના પિતાને ઘણી હદ સુધી મળતો આવે છે. આવી સ્થિતિમાં, ઘણા લોકો તેને આમ એક્ટિંગ કરતો જોઈ સૈફ અલી ખાનનો હમશકલ પણ કહી રહ્યા છે. ઇબ્રાહિમ અલીનો બોલિવૂડ ડેબ્યૂ ઘણા સમયથી માંગમાં છે. તેમજ એક ઈન્ટરવ્યુ દરમિયાન સૈફ અલી ખાને કહ્યું કે, ઇબ્રાહિમ અલીને અભિનય કરતા ક્રિકેટમાં વધુ રસ છે, પરંતુ જો તે ઇચ્છે તો તે બોલીવુડમાં આવી શકે છે.

 

View this post on Instagram

 

A post shared by Sara Ali Khan (@saraalikhan95) on

તમને જણાવી દઈએ કે ઇબ્રાહિમ અલી અને બહેન સારા અલી ખાન વચ્ચે ખૂબ જ સરસ બોન્ડિંગ છે. તાજેતરમાં સારા અલીએ એક ફોટો શેર કર્યો હતો જેમાં તે ભાઈ ઇબ્રાહિમ સાથે વર્કઆઉટ કરતી જોવા મળી હતી. તમે જોઈ શકો છો તે ફોટામાં સારા અલી પોતાના ભાઈ ઇબ્રાહિમ સાથે સિમ્બલિંગ ગોલ્સ સેટ કરતી જોવા મળી રહી છે. સારા અલી અને ઇબ્રાહિમ અલી બંને આ તસવીરમાં ઘણા ઇન્ટેન્સ પોઝ આપી રહ્યા છે. તેણે તસવીર સાથે કેપ્શન લખ્યું કે, ‘નોક-નોક, કોન હે? અમે નથી, અમે વર્કઆઉટ કરી રહ્યા છીએ. જી હા, ફુફી સિંહ સાથે. ‘

image source

સૈફ અલી ખાન અને અમૃતા સિંઘનો 19 વર્ષનો પુત્ર ઇબ્રાહિમ અલી ખૂબ લોકપ્રિય સ્ટાર કીડ્સમાંનો એક છે. તેના બોલિવૂડ ડેબ્યૂ પહેલા જ તેની ફેન ફોલોઈંગ જોવા લાયક છે.