15 ઓગસ્ટે ગ્રાન્ડ ફિનાલેઃ સાયલીને મળી મોટી ગુડ ન્યૂઝ, જાણીને તમે પણ થશો ખુશ

ઇન્ડિયન આઇડલ 12ના ફીનાલેની ઊંઘી ગણતરી શરૂ થઈ ચૂકી છે. 15 ઓગસ્ટના રોજ થનારો આ ગ્રાન્ડ ફીનાલે 12 કલાક સુધી ચાલવાનો છે. આ ગ્રાન્ડ ફીનાલેમાં મ્યુઝિક ઇન્ડસ્ટ્રીના ઘણા જાણીતા લોકો સામેલ થશે જે ધમાકેદાર પરફોર્મન્સ આપશે. ફીનાલેમાં સાયલી કાંમ્બલે, અરુણીતા, પવનદીપ રાજન, શનમુખપ્રિયા, મોહમ્મદ દાનીશ અને નિહાલ તારો વચ્ચે રેસ લાગેલી છે. પણ ફીનાલે પહેલા કન્ટેસ્ટન્ટ સાયલીએ શોની સૌથી હિટ જોડી અરુણીતા અને પવનદીપને જબરદસ્ત પટક્યા છે.

સોશિયલ મીડિયા ફેન ફોલોઇંગમાં સાયલીને મળ્યું નંબર 1નું સ્થાન.

image soucre

અમે વાત કરી રહ્યા છે ઇન્ડિયન આઇડલના ફાઇનલમાં પહોંચેલા કન્ટેસ્ટન્ટના સોશિયલ મીડિયા એકાઉન્ટની. આ સિંગર્સની સોશિયલ મીડિયા ફેન ફોલોઇંગ પર પણ લોકોની નજર જઈ રહી છે. એનાથી એમને મળનારી વોટ્સનો અંદાજો ખૂબ જ આરામથી લગાવી શકાય છે. આ બાબતે મહારાષ્ટ્રની સાયલીએ બધાને પાછળ છોડી દીધા છે. સોશિયલ મીડિયા ફેન ફોલોઇંગમાં સાયલીને નંબર 1નું સ્થાન મળ્યું છે.

image soucre

સાયલીની લોકપ્રિયતાની સામે પવનદીપ રાજન અને અરુણીતા કાંજીવાલાની જોડી ખૂબ જ ખરાબ રીતે પટકાઈ છે. સાયલીની લોકપ્રિયતામાં ફીનાલે પહેલા જબરદસ્ત ઉછાલો જોવા મળી રહ્યો છે. એવું માનવામાં આવી રહ્યું છે કે આ ઉછાળો ક્યાંક 15મી ઓગસ્ટના દિવસે મોટો ઉલટફેર ન કરી દે, જેનો કદાચ કોઈ અંદાજો પણ ન લગાવી શક્યા હોય. લોકોને અત્યાર સુધી લાગી રહ્યું હતું કે શોમાં અરુણીતા અને પવનદીપ વચ્ચે મુખ્ય મુકાબલો છે.

image soucre

પણ હવે ફેન ફોલોઇંગના નવા આંકડા સામે આવ્યા પછી મુકાબલો ત્રિકોણીય દેખાવા લાગ્યો છે. એવું માનવામાં આવી રહ્યું છે કે પોતાની ભારે સોશિયલ મીડિયા ફેન ફોલોઇંગની મદદથી સાયલી છેલ્લા સમયે મોટો ઉલટફેર કરી શકે છે. જેની કદાચ કોઈ આશા પણ ન રાખતું હોય. ફેન ફોલોઇંગમાં જ્યાં સાયલી પહેલા નંબર પર છે તો બીજા સ્થાન પર પવનદીપ રાજન, ત્રીજા સ્થાન પર અરુણીતા, ચોથા સ્થાન પર શનમુખપ્રિયા અને પાંચમા સ્થાન પર મોહમ્મદ દાનીશ તેમજ છઠ્ઠા સ્થાન પર નિહાલ છે.

image soucre

ઇન્ડિયન આઇડલ 12ના વિનરનું અનાઉસમેન્ટ 15 ઓગસ્ટની રાત્રે 12 વાગે કરવામાં આવશે.ફીનાલેમાં 40થી વધુ એક્ટ્સ અને 200 ગીતોની સાથે મ્યુઝિકનું શાનદાર સેલિબ્રેશન થશે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર બધા કન્ટેસ્ટન્ટ દ્વારા લગભગ 12 કલાક સુધી પરફોર્મન્સ આપવામાં આવશે. એ પછી કન્ટેસ્ટન્ટને મળેલ વોટ ને ફાઇનલમાં જજ દ્વારા આપવામાં આવેલા નંબરના આધારે જજ ઇન્ડિયન આઇડલ 12ના વિજેતાનું નામ જાહેર કરશે.’