આ વિસ્તારમાં જબ્બર કાનૂન, વોટસઅપ પર હવે હાર્ટની ઈમોજી મોકલશો તો થશે જેલ, દંડ પણ ભરવો પડશે

Whatsapp પર હાર્ટ ઈમોજી મોકલવું ભારે પડી શકે છે. આ ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપનો ઉપયોગ ભારત ઉપરાંત દુનિયા ભરના અબજો યુઝર્સ વાપરી રહ્યા છે. ઘણી વખત પોતાના નજીકના લોકો પ્રતિ પ્રેમ દેખાડવા માટે Whatsapp પર હાર્ટ ઈમોજી મોકલવામાં આવે છે. જો કે સાઉદી અરેબિયામાં એવું કરવા પર જેલ જવું પડી શકે છે. ગલ્ફ ન્યુઝે Okaz newspaperના હવાલાથી આ ખબર છાપી છે.

image source

 

5 વર્ષ સુધીની કેદ અને ભારે દંડ

રિપોર્ટ અનુસાર, સાઉદી સાયબર ક્રાઈમ નિષ્ણાતોએ લોકોને ચેતવણી આપી છે કે વોટ્સએપ પર કોઈને પણ રેડ હાર્ટ ઈમોજી મોકલનારને જેલ અથવા ભારે દંડ થઈ શકે છે. તે તારણ આપે છે કે જો કોઈ વ્યક્તિ દોષિત સાબિત થાય છે, તો રેડ હાર્ટ ઇમોજી મોકલવાથી બે થી પાંચ વર્ષની જેલ થઈ શકે છે. એટલું જ નહીં, 100,000 સાઉદી રિયાલ (લગભગ 19,90,328 રૂપિયા)નો દંડ પણ લગાવવામાં આવી શકે છે.

image source

સાઉદી અરેબિયામાં એન્ટી-ફ્રોડ એસોસિએશનના સભ્ય અલ મોઆતાઝ કુતાબીએ ધ્યાન દોર્યું હતું કે વોટ્સએપ પર રેડ હાર્ટ્સ મોકલવા એ કાયદા અનુસાર “સતામણનો ગુનો” છે. જો તમારી સામેની વ્યક્તિ ફરિયાદ કરે તો તમે મુશ્કેલીમાં મુકાઈ શકો છો. તેમણે વોટ્સએપ યુઝર્સને અન્ય યુઝર્સ સાથે તેમની સંમતિ વિના અપ્રિય અથવા અનિચ્છનીય વાતચીત કરવા સામે અને હાર્ટ ઈમોજી સામે ચેતવણી આપી હતી. જો કે, કાર્યવાહી કરવામાં આવે તે પહેલાં વ્યક્તિએ કાયદા હેઠળ દોષિત સાબિત થવું પડશે.