ભયંકર અકસ્માત: ચાલુ ટ્રકે ડ્રાઈવરને ઉંઘ આવી જતા સર્જાયો અકસ્માત, અને હાઇ સ્પિડ ટ્રક ઘૂસી ગઇ હોટલમાં, અને પછી….

બિહારના કૈમૂર જિલ્લામાં શુક્રવારે રાત્રે એક ભયાનક માર્ગ અકસ્માતમાં ટ્રક ચાલકનું મોત નીપજ્યું હતું. આ ઘટના જિલ્લાના કુદરા પોલીસ સ્ટેશન વિસ્તારના એનએચ -2 ની છે, જ્યાં ગઈકાલે રાત્રે એક હાઈ સ્પિડ ટ્રક ગેટને તોડીને રસ્તાની બાજુમાં આવેલી ગુરુ નાનક હોટલ સાથે ઘૂસી ગયો હતો. આ અકસ્માતમાં ટ્રક ચાલકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. જોકે, હોટલમાં કોઈ ન હોવાને કારણે મોટો અકસ્માત ટળી ગયો હતો.

ડ્રાઇવરને કચડીને ટ્રક હોટલમાં ઘૂસી ગયો

image source

આ ઘટના અંગે પ્રાપ્ત માહિતી અનુસાર, ક્રીમ ભરેલી ટ્રકનો ડ્રાઈવર રાત્રે 8 વાગ્યે ગુરુ નાનક હોટલ પાસે તેમની ગાડીનો કાચ સાફ કરી રહ્યો હતો. તે દરમિયાન મોહનિયા તરફથી આવી રહેલી એક હાઇ સ્પીડ ટ્રકે ઉભેલી ટ્રકને ટક્કર મારીને હોટલની અંદર ઘુસી ગઈ હતી. ટ્રકની ટક્કર વાગતા ગ્લાસ સાફ કરી રહેલો ડ્રાઈવર નીચે પડી ગયો હતો અને ડ્રાઇવરને કચડીને ટ્રક હોટલમાં ઘૂસી ગયો હતો.

હોટલને ભારે નુકસાન થયું

આ અકસ્માતમાં ડ્રાઇવરનું મોત નીપજ્યું હતું, જ્યારે હોટલને ભારે નુકસાન થયું હતું. સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે, અચાનક જ પૂર ઝડપે આવી રહેલી ટ્રકના કારણે મૃતક ડ્રાઇવરને બતાવ કરવાનો મોકો મળ્યો ન હતો અને તેમનું મોત નીપજ્યું હતું. જો કે સૌથી મોટી વાત એ રહી કે હોટલ ખાલી હતી, નહીં તો મોટો અકસ્માત થઈ શકે તેમ હતો.

image source

ટ્રક ડ્રાઈવરને ઉઘ આવી ગઈ

તો બીજી તરફ એનઆઇએના અધિકારીઓએ જણાવ્યું હતું કે ટ્રક ડ્રાઈવરને ઉઘ આવી જવાના કારણે આ બનાવ બન્યો હતો. ઘટનાની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને મૃતક ડ્રાઈવરની ડેડબોડી લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી હતી. તે જ સમયે, ક્રેન અને હાઇડ્રાની મદદથી હોટલની અંદરથી ટ્રકને બહાર કાઢવામાં આવી છે.

બસ અકસ્માતમાં 39 લોકોના મોત

image source

નોંધનિય છે કે મંગાળવારના રોજ મધ્ય પ્રદેશમાં આવેલા સીધી ખાતે એક અકસ્માત સર્જાયો હતો જેમા 39 લોકોના મોત થયા હતા, તમને જણાવી દઈએ કે સીધી સતના જઇ રહેલી 54 મુસાફરો ભરેલી બસ બાળસાગર નહેરમાં ખાબકી હતી. આ અકસ્માતમાં અત્યાર સુધી 39 લોકોના મોત થયા હતા. આ અકસ્માતને લઈને મુખ્યમંત્રી શિવરાજ સિંહે ચૌહાણે દુખ વ્યક્ત કર્યુ હતું અને મૃતકોના પરિવારોને પાંચ – પાંચ લાખ રૂપિયા આપવાની જાહેરાત કરી હતી.

તો બીજી તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ આ અકસ્માત અંગે શોક વ્યક્ત કર્યો હતો અને મૃતકોના પરિવારને 2-2 લાખ રૂપિયા પ્રધાનમંત્રી નેશનલ રીલિફ ફંડમાંથી આપવાની જાહેરાત કરી હતી. મંગળવારે સવારે સીધીથી સતના જઇ રહેલી બસમાં 54 મુસાફરો સવાર હતાં. જ્યારે અચાનક સંતુલન બગડતાં બસ નહેરમાં ખાબકી હતી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!