IIT વિજ્ઞાનીઓનો દાવોઃ 22 જૂનથી શરૂ થશે કોરોનાની ચોથી લહેર, જાણો કેટલા કેસ અને કેટલાના થશે મોત

આઈઆઈટી કાનપુરના વૈજ્ઞાનિકોએ દાવો કર્યો છે કે કોરોનાની ચોથી લહેર 22 જૂનથી દસ્તક આપશે જે 23 ઓગસ્ટ આની આજુબાજુ પીક પર હશે અને 22 ઓક્ટોબરથી પ્રભાવ ધીમો પડી જશે. વૈજ્ઞાનિકોની આ શોધ મેડ આર્કીવ વેબસાઈટ પર પ્રકાશિત થઇ હતી. ઉલ્લેખનીય છે કે આ અગાઉ આઇઆઇટી શોધકર્તાએઆએ કોવિડ-૧૯ અંગે કરેલી તમામ આગાહીઓ સાચી પડી છે.

ઓમિક્રોન પછી ચોથી લહેર કેટલી ખતરનાક હશે તે નવા વેરિઅન્ટ અને કેટલા લોકોને વેક્સિન અને બૂસ્ટર ડોઝ લગાવવામાં આવ્યા છે તેના પર નિર્ભર કરશે. ઓમિક્રોન પછીવર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન(ડબ્લ્યુએચઓ)ના વૈજ્ઞાાનિકોના જણાવ્યા અનુસાર આ અંતિમ વેરિઅન્ટ નથી. નવો વેરિઅન્ટ આવવામાં સમય લાગી શકે છે પણ ચોક્કસ આવશે.

image source

IITના ગણિત અને આંકડાશાસ્ત્ર વિભાગના વૈજ્ઞાનિકોએ ગૌસિયન વિતરણ પ્રણાલીના આધારે કોરોનાના ચોથા તરંગનું મૂલ્યાંકન કર્યું છે. આ મૂલ્યાંકન માટે તેમણે અવર વર્લ્ડ ઇન Data.org નામની વેબસાઈટ પરથી કોરોનાની પ્રથમ લહેરથી અત્યાર સુધીનો ડેટા તૈયાર કર્યો છે અને તેનો અભ્યાસ કર્યો છે.

પ્રો. શલભ અને પ્રો. સંશોધક સબરા પ્રસાદ, રાજેશ, શુભ્રા શંકર ધરના નિર્દેશનમાં, અભ્યાસના આધારે ચોથા તરંગના પીક ટાઈમની ગણતરી કરવા માટે બુટસ્ટ્રેપ પદ્ધતિનો ઉપયોગ કર્યો.

image source

આ દરમિયાન ભારતમાં નવા કોરોનાના નવા ૧૦,૨૭૩ કેસો સપાટી પર આવ્યા છે. આ સાથે જ દેશમાં કોરોનાના કેસો વધીને ૪,૨૯,૧૬,૧૧૭ થઇ ગયા છે. એક્ટિવ કેસોની સંખ્યા પણ ઘટીને ૧,૧૧,૪૭૨ થઇ ગઇ છે તેમ આરોગ્ય મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા આંકડામાં જણાવવામાં આવ્યું છે.

નવા ૨૪૩ લોકોના મોત સાથે દેશમાં કોરોનાનો કુલ મૃત્યુઆંક વધીને ૫,૧૩,૭૨૪ થઇ ગયો છે. છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના એક્ટિવ કેસોમાં ૧૦,૪૦૯ કેસોનો ઘટાડો નોંધાયો છે. દેશમાં કોરોના વેક્સિનના અપાયેલા ડોઝની સંખ્યા વધીને ૧૭૭.૪૪ કરોડ થઇ ગઇ છે.