શું તમે જાણો છો આખરે આજે પણ કેમ ગંગા મનાય છે પવિત્ર? શું તમને ખબર છે ગંગામાં અસ્થિઓનું વિસર્જન મોક્ષ આપનાર માનવામાં આવે છે?
ગંગા દશેરાના દિવસે દેવી ગંગા સ્વર્ગ માંથી નીકળીને પૃથ્વી પર અવતરણ થયું હતું. સનાતન ધર્મ મુજબ ગંગા નદીને મોક્ષ દાયિની કહેવામાં આવે છે.

આજના આધુનિક સમયમાં પણ વ્યક્તિના મૃત્યુ પછી મૃત વ્યક્તિની અસ્થિઓને ગંગા નદીના પાણીમાં પ્રવાહિત કરવાને સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે. હિંદુ ધર્મમાં ગંગા નદીમાં અસ્થિ વિસર્જન કરવા માટે ખુબ જ મહત્વ આપવામાં આવે છે. હરિદ્વારમાં આવેલ ‘હર કી પૌડી’ નામની જગ્યામાં કપાલક્રિયા અને અસ્થિ વિસર્જનની વિધિ કરાવવામાં આવે છે. આમ થવા પાછળનું કારણ ગંગાનો ઈતિહાસ છે. હિંદુ ધર્મના ગરુડ પુરાણની સાથે જ કેટલાક ગ્રંથોમાં ગંગાને નદીઓની દેવી અને સ્વર્ગની દેવી તરીકે પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

ગંગા દેવી પોતાની પવિત્રતાના કારણે સ્વર્ગમાં સ્થાન આપવામાં આવ્યું હતું. ત્યારપછી પૃથ્વી પર રાજા ભગીરથની કઠોર તપસ્યાથી પ્રસન્ન થઈને દેવી ગંગાએ પૃથ્વી પર અવતરણ કરાવવામાં આવ્યું. એવી માન્યતા છે કે, ગંગા નદીનું પાણી અંતે ભલે દરિયામાં ભળી જાય છે પણ ગંગાના પાણીમાં પ્રવાહિત કરવામાં આવેલ અસ્થિઓ દ્વારા પિતૃઓને સીધું જ સ્વર્ગમાં સ્થાન આપવામાં આવે છે.

ગંગા નદીનું નિવાસસ્થાન હજી પણ સ્વર્ગમાં જ હોય તેવું માનવામાં આવે છે. આવા વિચારોના કારણે જ મૃત વ્યક્તિઓની અસ્થિઓને ગંગાના પ્રવાહમાં વિસર્જિત કરવામાં આવે છે. જેના કારણે મૃતાત્માને સ્વર્ગ મળે છે. હિંદુ ધર્મના પુરાણોમાં ઉલ્લેખ કરવામાં આવ્યું છે કે, ગંગાના કિનારે જો કોઇપણ વ્યક્તિનો દેહ ત્યાગ કરે છે કે પછી મૃત્યુ થાય છે તો આવી વ્યક્તિને યમદંડનો સામનો કરવાનો રહેતો નથી.

મહાભાગવત પુરાણમાં યમરાજ પોતાના દૂતને કહે છે કે, ગંગા નદીના કિનારે દેહ ત્યાગ કરનાર કોઇપણ પ્રાણી કે પછી વ્યક્તિ હોય છે તો તેઓ સ્વર્ગના દેવતાઓ માટે નમસ્કારને પાત્ર હોય છે તો મારા દ્વારા આવી વ્યક્તિને દંડિત કરવાનું કોઈ કારણ હોતું નથી. આવા પ્રાણીઓના આજ્ઞાને હું પોતેજ આધાની છે. આવા જ કેટલાક કારણોના લીધે મોટાભાગની વ્યક્તિઓ પોતાનો અંતિમ સમય ગંગા નદીના કિનારે જ વસવાટ કરવાની ઈચ્છા ધરાવે છે.

પદ્મપુરાણમાં વર્ણવવામાં આવ્યું છે કે જો કોઈ વ્યક્તિનું ઈચ્છા વગર મૃત્યુ થઈ જાય છે તો આવી વ્યક્તિને પોતાના બધા જ પાપ માંથી મુક્તિ મળી જાય છે અને વિષ્ણુ લોકમાં સ્થાન પામે છે. ગંગા નદીમાં અસ્થિ વિસર્જન કરવા માટે મહાભારત મુજબ એક માન્યતા એવી છે કે, ગંગા નદીના પાણીના જેટલા વધારે સમય સુધી મૃત વ્યક્તિની અસ્થિઓ રહે છે તેટલા સમય સુધી તે વ્યક્તિને સ્વર્ગમાં નિવાસ કરી શકે છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ –
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ ન્યુઝ ગુજરાત