Site icon News Gujarat

વિમાન વચલી સીટ પર બેસનાર વ્યક્તિ માટે ખાસ અગત્યના સમાચાર, વાંચી લો તમે પણ જલદી

દેશમાં છેલ્લા બે મહિનાથી કોરોના વાયરસ સંક્રમણને ફેલાતું રોકવા માટે જે લોકડાઉન ચાલી રહ્યું હતું તે હવે ધીરે ધીરે તબક્કાવાર હટાવવામાં આવી રહ્યું છે ત્યારે સૌથી પહેલા જેઓ પોતાના ઘરથી દુર છે તેઓને પોતાના ઘરે મોકલવાની તજવીજ હાથ ધરવામાં આવી રહી છે.

image source

ત્યારે દેશમાં એરલાઈન્સ કંપનીઓને પ્લેનમાં સીટીંગ વ્યવસ્થા વિષે તેમજ અન્ય કેટલીક બાબતોનું સખ્તાઈ પૂર્વક પાલન કરવાનું જણાવવામાં આવ્યું છે એરલાઈન્સ કંપનીઓના ડાયરેક્ટર જનરલ ઓફ સિવિલ એવિએશન (ડીજીસીએ) મારફતે પ્લેનની મિડલ સીટ ખાલી રાખવામાં આવે એવો નિર્દેશ આપવામાં આવ્યો છે.

સુપ્રીમ કોર્ટ દ્વારા ગયા સોમવારના રોજ પ્લેનમાં મિડલ સીટ ખાલી રાખવાનો આદેશ આપવામાં આવ્યા પછી ડીજીસીએ પણ આ જ આદેશ જાહેર કર્યો છે. નવા નિર્દેશોને ૩ જુન, ૨૦૨૦ બુધવારના રોજથી અમલ કરાવવામાં આવશે. સુત્રો મારફતે મળેલ માહિતી મુજબ, બધી જ એરલાઈન્સ કંપનીઓએ આ માર્ગદર્શિકાને ફોલો કરવાની રહેશે.

image source

તદુપરાંત જો મુસાફરોની સંખ્યા વધી જાય અને મિડલ સીટ ખાલી રાખવી શક્ય ના હોય તો મિડલ સીટ પર બેસનાર મુસાફરને પ્રોટેક્ટીવ ગાઉનની સાથે જ વધારાના કેટલાક પ્રોટેક્ટીવ ઇક્વિપમેન્ટ આપવાના રહેશે. આ સાથે જ એક જ ફેમિલીના ત્રણ સભ્યોએકસાથે મુસાફરી કરી રહ્યા હોય તો તેઓને સાથે બેસવાની મંજુરી આપવામાં આવશે. ડીજીસીએ દ્વારા વધુ જણાવવામાં આવ્યું છે કે, એરલાઈન્સ તરફથી બધા જ મુસાફરોને થ્રી લેયર સર્જીકલ માસ્ક, ફેસ શિલ્ડ અને હેન્ડ સેનેટાઈઝર આપવામાં આવે. આ સિવાય પણ ડીજીસીએ દ્વારા પણ કેટલાક નિયમોનું પાલન કરવાનું ફરજીયાત બનાવ્યું છે ચલો જાણીએ એરલાઈન્સના નવા નિયમો વિષે.

ડીજીસીએના આદેશો જેને હવે દરેક એરલાઈન્સ કંપનીએ અમલમાં મુકવાના રહેશે.:

image source

-પ્લેનમાં મુસાફરી કરી રહેલ બધા જ મુસાફરોને સેફટી કીટ આપવાની રહેશે. જેમાં થ્રી લેયર સર્જીકલ માસ્ક, ફેસ શિલ્ડ અને હેન્ડ સેનેટાઈઝર આપવામાં આવે.

-દરેક એરલાઈન્સએ પોતાના દરેક પ્લેનની મિડલ સીટને સામાન્ય પરિસ્થિતિમાં ખાલી રાખવાની રહેશે, પરંતુ જો મુસાફરોનો ઘસારો વધી જાય છે તો તેઓ મિડલ સીટનું બુકિંગ કરી શકે છે.

-મિડલ સીટ પર બેસનાર મુસાફરને સેફટી ગાઉનની સાથે વધારાના સેફટી ઇક્વિપમેન્ટ પણ આપવાના રહેશે.

-એક જ ફેમિલીના ત્રણ સભ્યો સાથે બેસી શકે છે.

image source

-ફ્લાઈટમાં ખાવા- પીવાની કોઇપણ વસ્તુઓ આપવામાં આવે નહી.

-મુસાફરોએ એરપોર્ટ અને ફ્લાઈટમાં આવતા અને જતા પહેલા ડીસઈન્ફેક્ટ કરવાના રહેશે. આ સાથે જ મુસાફરોએ સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવાનું રહેશે.

-ફ્લાઈટમાં એસીને યોગ્ય રીતે સેટ કરવું જેથી કરીને સંક્રમણનો ફેલાવો થાય નહી.

image source

-બધા જ ક્રુ મેમ્બર્સએ મેડીકલ ટેસ્ટ કરાવવાના રહેશે.

-બધી જ એરલાઈન્સ કંપનીઓએ ડીસઇન્ફેકશનલ ટનલનું નિર્માણ કરવાનું રહેશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત

Exit mobile version