અમદાવાદના કોંગ્રેસના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલા લઈ રહ્યા છે કોરોનાની સારવાર, શેર કર્યો અનુભવ

અમદાવાદના ખાડિયા જમાલપુર વિધાનસભા બેઠકના કોંગ્રેસના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાનો કોરોનાનો રિપોર્ટ પોઝીટીવ આવ્યા બાદ તેમને સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

image source

જો કે તેમણે જણાવ્યું હતું કે તેમને કોરોનાના કોઈ લક્ષણો જણાયા ન હતા. ટેસ્ટ તો તેમણે લોકોમાં ટેસ્ટ કરાવવા જાગૃતિ આવે એટલા માટે કરાવ્યો હતો. જો કે આ રીપોર્ટ પોઝીટીવ આવ્યો છે અને તે સારવાર અર્થે દાખલ થયા છે.

હોસ્પિટલમાં સારવાર લેતા ઈમરાન ખેડાવાલાએ પોતાના અનુભવ શેર કર્યા છે. તેમણે કહ્યું છે કે ડોક્ટરો અને નર્સ કોરોનાના દર્દી સાથે કોઈ ભેદભાવ રાખતા નથી, તેમને સારામાંસારી ટ્રીટમેન્ટ આપી રહ્યા છે. મેડીકલ સ્ટાફ સતત ખડેપગે રહે છે.

તેમણે વધુમાં કહ્યું હતું કે ડોક્ટરો સતત ધ્યાન રાખે છે કે દર્દીને કોઈ વાતની તકલીફ ન થાય. દર્દીની જરૂરીયાતોનું ધ્યાન રાખવામાં આવે છે. આ સાથે જ સૌથી મહત્વનું કે હોસ્પિટલમાં પણ આરોગ્યની ટીમ લોકડાઉનનું ધ્યાન રાખે છે.

જણાવી દઈએ કે અમદાવાદની એસવીપી હોસ્પિટલમાં ખાસ કોરોના વોર્ડ તૈયાર કરાયો છે. ત્યાં 24 કલાક સ્ટાફ હાજર હોય છે અને દર્દીની સારવાર પોતાના જીવના જોખમે કામ કરે છે પણ કોઈ ખરાબ વર્તન કરતું નથી. ઉલ્લેખનીય છે કે ઈમરાન ખેડાવાલાનો રીપોર્ટ 14 એપ્રિલએ પોઝીટીવ આવ્યો હતો અને ત્યારબાદ તેના પરીવારના 5 સભ્યોનો રીપોર્ટ પણ પોઝીટીવ આવ્યો છે.