PM મોદી દ્વારા 2013માં કરાયેલી ટ્વિટ કેમ થઇ રહી છે વાયરલ, જાણો તમે પણ

પીએમ મોદી દ્વારા 2013માં કરાયેલી ટ્વીટ કેમ વાયરલ થઇ રહી છે

image source

વર્તમાન સમયમાં એક તરફ કોરોનાની મહામારી ફેલાયેલી છે, ત્યારે આપણા દેશમાં અત્યારે ભારત અને ચીન વચ્ચે LAC વિવાદ દિવસેને દિવસે વધુને વધુ ગંભીર બનતો જઈ રહ્યો છે. લદ્દાખ સરહદની બંને તરફ અત્યારે મોટી સંખ્યામાં સેનાઓ એકબીજા સામે બંદૂક તાકીને ઉભી છી. સેટેલાઈટ દ્વારા મળતી ઈમેજ જોઇને એ સ્પષ્ટ જાણી શકાય છે કે, ગોગરા વિસ્તારમાં ચીને પોતાનું સૈન્યબળ વધારી પણ દીધું છે અને તે ઉપરની તરફ આગળ વધવા લાગ્યું છે. તો, બીજી તરફ ભારત પણ આ લડત માટે સંપૂર્ણ પણે સજ્જ છે.

image source

સીમાઓ પર ચાલી રહેલી ઊંચનીચ વચ્ચે હંમેશની જેમ ભારતનું રાજકારણ આ મામલે સતત ગરમાઈ રહ્યું છે. કોંગ્રેસ હવે કેન્દ્ર સરકારને અપીલ કરી રહી છે કે તે આ મામલે વિપક્ષ અને દેશને સૌથો પહેલા વિશ્વાસમાં લે, આ દર્શાવવા માટે સોશિયલ મીડિયામાં પીએમ મોદીની 2013ની જૂની ટ્વીટ શેર કરી રહ્યા છે.

ટ્વીટરમાં ટ્રેન્ડ : Modi Speaks on China

અ કારણે જ હાલમાં ટ્વીટર પર Modi Speaks on China ટ્રેન્ડ કરી રહ્યું છે. જો કે આ સાથે લોકો પીએમ મોદીની 2013ની એક ટ્વીટ પણ વાયરલ કરી રહ્યા છે. આ ટ્વીટ એ સમયની છે, જ્યારે મોદી ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી હતા. આ ટ્વીટમાં પીએમ મોદીએ કહ્યું કે, ચીનની ઘુસણખોરીથી લઈને પાકિસ્તાનની ઘાત સુધી યુપીએ સરકાર ભારતીય સરહદોનું રક્ષણ કરવામાં તદ્દન ઢીલી રહી છે. કેન્દ્ર ક્યારે જાગશે?

મોદીની ટ્વીટને લઈ ફરીથી ચર્ચાઓ છેડાઈ

image source

જો કે હવે જ્યારે પીએમ મોદી દેશના વડાપ્રધાન છે. પીએમ મોદીની આ ટ્વીટને લઈને ફરીથી ઘણી ચર્ચાઓ છેડાઈ રહી છે. લોકોનું કહેવું એમ છે કે, જ્યારે પીએમ મોદી પોતે કેન્દ્ર સરકાર સમક્ષ માંગણી કરી રહ્યા હતા કે તે ચીન અને પાકિસ્તાનના મામલામાં સામે આવે, તો પછી અત્યાર સુધી કેન્દ્ર સરકાર કેમ સામે નથી આવી રહી. સોશિયલ મીડિયા પર લોકો હવે માંગ કરી રહ્યા છે કે પીએમ મોદીએ ચીન વિશે બોલવું જોઈએ અને દેશને પણ જણાવવું જોઈએ કે આટલા દિવસથી સરહદ પર ચાલી શું રહ્યું છે.

ચીનની બોર્ડરો પર યુદ્ધ વિમાનો તૈનાત

image source

હાલમાં જ ચીનના યુદ્ધ વિમાનોએ વાસ્તવિક નિયંત્રણ રેખા નજીક પૂર્વ લદ્દાખથી 30-35 કિમી દૂરથી ઉડાન ભરી હતી. ચીનના આ વિમાનો દ્વારા આ ઉડાન પોતાના સૈન્ય અડ્ડા હોતાન અને ગારગુંસાથી 100-150 કિમી દૂર ભરી હતી. જો કે ચીને ભારત સાથેની સરહદ પર સૈન્ય અથડામણ બાદ પોતાના સૈનિકોમાં વધારો કર્યો હતો તેમ જ ઊંચાઈવાળા વિસ્તારોમાં ઉડાન ભરવા અનુકૂળ યુદ્ધ વિમાનો પણ ઓપરેટ કરવાનું શરૂ કરી દીધું હતું. થોડા દિવસ પહેલા જ આ તસ્વીરોને ઓપન સોર્સ ઈન્ટેલિજન્સ એનાલિસ્ટ ડેટ્રેસ્ફાએ રિલીઝ કરી હતી.

ચીને શસ્ત્ર-સરંજામ મજબૂત કરી રહ્યું છે

image source

સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે કે, ભારત સંવેદનશીલ વિસ્તારોમાં લોબી માટે તૈયાર છે અને તે વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC) પર સમાન સ્થિતિ જાળવી રાખવા પર ભાર મુકશે. જો કે એવું પણ કહેવાઈ રહ્યું છે કે, ચીનની સેનાએ પૈંગોંગ ત્સો ક્ષેત્ર અને ગલવાન ઘાટીમાં લગભગ 2,500 સૈનિક પણ વધાર્યા છે. ચીન હવે સરહદની પેલે પાર ધીરે-ધીરે અસ્થાયી નિર્માણ અને શસ્ત્ર-સરંજામ મજબૂત કરી રહ્યું છે. જો કે સત્તાવાર સૂત્રોના જણાવ્યા પ્રમાણે ઉપગ્રહથી લેવાયેલ તસવીર દ્વારા જાણવા મળ્યું છે કે, ચીને એલએસી પર પોતાના સંરક્ષણ માળખાને મહત્વપૂર્ણ રીતે મજબૂત કર્યું છે, અને પૈંગોંગ ત્સો ક્ષેત્રથી 180 કિમી દૂર સૈન્ય એરપોર્ટ પર નિર્માણ ગતિવિધિઓને અંજામ પણ આપી રહ્યું છે.

કોંગ્રેસના કેન્દ્ર સરકાર પર પ્રહાર

image source

આ મામલાને લઈને કોંગ્રેસ કેન્દ્ર સરકાર પર પ્રહારો કરી રહી છે. કોંગ્રેસે ચીની સેનાની ભારતીય સરહદમાં ઘુસણખોરી બાબતે મોદી સરકારને સવાલો કર્યા છે કે, તેઓ આ બાબતે મૌન કેમ બેઠા છે. તેમણે કહ્યું હતું કે, સરકારે આ સ્થિતિ પર દેશની જનતાને માહિતી આપવી જોઈએ.

જો કે પાર્ટીના પ્રવક્તા રણદીપ સિંહ સુરજેવાલાએ કહ્યું હતું કે, ભારતની સુરક્ષા સાથે કોઈ પણ જાતની સમજૂતી ન કરી શકાય. ચીની સેનાની ભારતીય સરહદમાં ઘુસણખોરી એ ન્યૂઝ પેપરોની હેડલાઈન બની રહી છે. તેમણે મીડિયા રિપોર્ટનો હવાલો આપીને કહ્યું કે, ચીનની સેનાએ ગલવાન વેલી અને પૈંગોંગ તળાવ વિસ્તારમાં અતિક્રમણનું દુ:સાહસ કર્યું છે. સુરજેવાલાએ એમ પણ કહ્યું હતું કે, સરકારે આ સંકટને કૂટનીતિક રીતે ઉકેલવા સંબંધી નિવેદન આપ્યું છે. પરંતુ સરકારે ભારત અને ચીન સરહદ પર પૂર્વની સ્થિતિ ફરી ઊભી કરવા અંગે દેશના નાગરિકો અને બધા જ રાજકીય પક્ષોને વિશ્વાસમાં પણ લેવા જોઈએ.

ગૃહ મંત્રી અમિત શાહે શું કહ્યું?

image source

જો કે એક ખાનગી ન્યૂઝ ચેનલ સાથે કરેલી વાતચીતમાં ગૃહ મંત્રી અમિત શાહે જણાવ્યું હતું કે, ‘LAC પર તણાવના સ્વભાવને કોઈ સાર્વભોમિક રાષ્ટ્ર હળવાશમાં ન લઈ શકે. અમારી ડિપ્લોમેટિક અને સૈન્ય સ્તર પર વાતચીત ચાલી રહી છે, પરંતુ એક વાત હું સ્પષ્ટ કરી દઉં કે, નરેન્દ્ર મોદી સરકાર આપણી સરહદોને લઈને કોઈ સમજૂતી નહીં કરે અને અમે તેના માટે અડગ ઊભા રહીશું.’ જો કે બાદ જયારે એમને પૂછવામાં આવ્યું છે કે શું તમામ સંબંધો સુધારવાના પ્રયાસો પછી પણ ચીનની આ હરકતથી તમે નારાજ છો, તો કેન્દ્રીય મંત્રીએ કહ્યું હતું કે, અમારે તેની જરૂર નથી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત