લોકડાઉન પૂર્ણ થયા પછી સરકાર ટૂરિઝમ ક્ષેત્રે અમલમાં મુકશે નવો એક્શન પ્લાન

સેન્ટ્રલ ટૂરિઝમ મિનિસ્ટર પ્રહલાદ સિંહ પટેલએ કોરોના વાયરસના કારણે ફેલાયેલા ભયના વાતાવરણ વચ્ચે આશાની કિરણ આપી છે. તેમણે એક નિવેદનમાં કહ્યું છે કે હાલ કોરોનાની સ્થિતિમાં દેશના ટૂરિઝમને ઘણું નુકસાન થયું છે. પરંતુ કોરોનાથી રાહત મળ્યા બાદ દુનિયાભરમાં ભારત લોકોની પહેલી પસંદ હશે ફરવા માટે.

image source

કોરોનાનું જોખમ દૂર થયા બાદ ભારત વિશ્વભરમાં સેફ અને પ્રખ્યાત સ્પોટ તરીકે આગળ આવશે. તેમણે કહ્યું હતું કે જીવલેણ કોરોનાવાયરસના કહેરને રોકવા માટે સરકાર પ્રયત્નો કરી રહી છે અને સાથે જ પ્રયત્ન કરાઈ રહ્યા છે કે ભારત દુનિયામાં સૌથી સેફ ટૂરિસ્ટ સ્થળ તરીકે જાણીતું થાય. તેના કારણે કોરોના પત્યા પછી વધારે પ્રવાસીઓ ભારત આવશે.

તેમણે ઉમેર્યું હતું કે જીવલેણ કોરોના વાયરસ વિરુદ્ધ જે પગલા ભારતએ પહેલાથી જ ઉઠાવ્યા છે તેના કારણે અન્ય દેશમાં ભારતની છબી ખૂબ સારી થઈ છે. તેનો લાભ ભારતને આંતરરાષ્ટ્રીય સ્તરે ફેવરિટ ટૂરિઝમ સ્પોટ તરીકે મળશે.

તેમણે વધુમાં કહ્યું હતું કે દેશના ટૂરિઝમ ઉદ્યોગને લઈ કેન્દ્ર સરકારએ યોજનાઓ બનાવી છે તેના પર લોકડાઉન પૂર્ણ થયા પછી અમલ થશે. મંત્રી પટેલએ મેડિકલ ટૂરિઝમ અંગે પણ જણાવ્યું હતું કે આવનાર સમયમાં આ ક્ષેત્રે પણ સુધારો થશે.

ઉલ્લેખનીય છે કે કોરોના વાયરસના કારણે જાન્યુઆરી માસથી જ ભારતીય પ્રવાસનને અસર થવા લાગી હતી. પરંતુ માર્ચમાં જ્યારે કોરોનાને ધ્યાનમાં રાખી લોકડાઉન જાહેર કર્યું ત્યારથી ટૂરીઝમની હાલત કફોડી થઈ ચુકી છે.