વિદેશી પ્રવાસીઓ માટે ભારતનું સૌથી મોંઘુ શહેર છે મુંબઈ, દુનિયાનું સૌથી મોંઘુ છે હોંગકોંગ

પ્રવાસીઓ માટે રહેવા, જમવા અને ફરવાના ખર્ચને ધ્યાનમાં રાખીએ તો ભારતની આર્થિક રાજધાની મુંબઈ દેશનું સૌથી મોંઘુ રહેશ બન્યું છે. તાજેતરમાં થયેલા એક સર્વેમાં આ વાત સામે આવી છે.

image source

મર્સરના વર્ષ 2020ના કોસ્ટ ઓફ લિવિંગ સર્વે અનુસાર વૈશ્વિક સ્તર પર પ્રવાસીઓ માટે મુંબઈ દુનિયાનું 60 ક્રમનું સૌથી મોંઘુ શહેર છે જ્યારે એશિયામાં તેનું સ્થાન 19મું છે.

સર્વે અનુસાર ભારતીય શહેરોમાં મુંબઈ સૌથી મોંઘુ શહેર છે. ત્યારબાદ દિલ્હી આવે છે. જેનું સ્થાન વૈશ્વિક સ્તર પર 101 છે અને ચેન્નઈ ત્રીજા ક્રમે છે જે વૈશ્વિક સ્તરે 143માં સ્થાને છે. આ સર્વેથી બહુરાષ્ટ્રીય કંપનીઓ અને સરકારો પોતાના કર્મચારીઓને યોગ્ય પગાર આપવામાં મદદ મળી શકે છે.

image source

ન્યૂઝ એજન્સી પીટીઆઈ અનુસાર આ સર્વેમાં કહેવામાં આવ્યું છે કે બેંગલુરુ આ યાદીમાં 171માં ક્રમે અને કોલકત્તા 185 સ્થાને છે અને તે ભારતના સૌથી ઓછા ખર્ચાળ કે સસ્તા શહેર છે. જો કે આ સર્વે જે પણ શહેરો પર થયો છે તેમાં ભારતીય શહેરોએ પોતાની રેકિંગમાં છલાંગ લગાવી છે.

જેમાં નવી દિલ્હી સર્વાધિક વૃદ્ધિ સાથે 17માં ક્રમે પહોંચ્યુ છે અને પ્રવાસીઓ માટે સૌથી મોંઘા શહેરોના 100 નામની યાદીથી ખૂબ ઓછું અંદર બાકી રહ્યું છે.

image source

સર્વે મુજબ હોંગકોંગ વિશ્વનું સૌથી મોંઘુ શહેર છે. હોંગકોંગ વૈશ્વિક યાદીમાં પહેલા ક્રમ પર છે. ત્યારબાદ તુર્કમેનિસ્તાનનું અશ્ગાબાત શહેર બીજાક્રમે છે. જાપાનના ટોક્યો અને સ્વિટ્ઝરલેન્ડના જ્યૂરિખ ક્રમશ ત્રીજા અને ચોથા ક્રમે છે. જ્યારે સિંગાપોર ગયા વર્ષ કરતાં બે સ્થાન નીચે પાંચમા સ્થાને આવી ગયું છે. અન્ય શહેરો કે જેમનું નામ વૈશ્વિક રેન્કિંગમાં પ્રથમ દસમાં શહેરોમાં છે તેમાં અમેરિકાનું ન્યુયોર્ક સિટી છઠ્ઠા સ્થાને, ચીનનું શાંઘાઈ સાતમા સ્થાને, આઠમા સ્થાને સ્વિટ્ઝરલેન્ડનું બર્ન અને નવમા સ્થાને જીનેવા છે જ્યારે દસમા સ્થાન પર બીજિંગ છે.

image source

આ વાત થઈ સૌથી મોંઘા શહેરોની પરંતુ જો રહેવા અને ફરવા માટે ઓછા ખર્ચાળ શહેરોની વાત કરીએ તો તેમાં ટ્યૂનીશિયાના ટ્યૂનિશ શહેરનો, નામીબિયાના વિંડહોક, ઉઝબેકિસ્તાનના તાશકંદ, કિરગિજિસ્તાનના બિશ્કેક અને પાકિસ્તાનના કરાંચીનો સમાવેશ થાય છે.

source : aajtak

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત