Site icon News Gujarat

કોરોના વાયરસ સામે લડત આપતી દવાઓ ભારત વિશ્વભરના દેશોને પાડી રહ્યું છે પુરી…

કોરોના વાયરસ સામે લડવા માટે જરૂરી એવી દવા હાઈડ્રોક્સિક્લોરોક્વિન ગોળી સૌથી વધુ ભારતમાં બને છે. હાલ વિશ્વભરના દેશોને તેની જરૂર છે. આ દેશોમાં એવા કેટલાક દેશ પણ છે જેણે ભારતને પાછું પાડવામાં અને વિશ્વમંચ પર ભારતનો વિરોધ કરવામાં પાછુ વળીને જોયું નથી. આવા દેશની મદદ પણ અત્યારે કપરી સ્થિતિમાં ભારત કરી રહ્યું છે.

image source

એક સમયે ભારતના વિરોધી હતા તેવા દેશોમાં સૌથી પહેલું નામ આવે છે મલેશિયા. જ્યારે ભારતમાં સીએએ અને કાશ્મીરમાં 370ની કલમનો મુદ્દો ચાલતો હતો તે સમયે મલેશિયાએ ભારતનો ખૂબ વિરોધ કર્યો હતો. પરંતુ કોરોનાની ચપેટમાં આવ્યા બાદ તેણે ભારત પાસે મદદના હાથ ફેલાવવા પડ્યા. ભારતે પણ તેની મદદ કરી છે.

સીએએ મામલે ભારતનો વિરોધ કરનાર દેશોમાં મલેશિયા, તુર્કી, બાંગ્લાદેશ, જેવા દેશોનો સમાવેશ થાય છે. જ્યારે હાલ ભારત આ દેશો ઉપરાંત અમેરિકા, જોર્ડન, યુગાન્ડા, કુવૈત જેવા દેશોને દવા સપ્લાય કરી રહ્યું છે. ભારત આ દેશોમાં પેરાસીટામોલની સપ્લાય પણ કરી રહ્યું છે. ભારતએ દવાની મદદ બદલે આ દેશોમાંથી માસ્ક, પીપીઈ કીટ જેવી વસ્તુઓની મદદ માંગી છે.

જે દવાની માંગ વિશ્વભરના દેશ ભારત પાસે કરી રહ્યા છે તે દવા મુખ્યત્વે મલેરિયાની સારવારમાં ઉપયોગમાં આવે છે. પરંતુ કોરોનાની સારવારમાં તેનાથી સારા પરીણામ જોવા મળતા આ દવાનો ઉપયોગ દર્દીઓ માટે કરવામાં આવી રહ્યો છે. આ દવા ભારતમાં સૌથી વધુ બને છે. આ દવા બનાવતી મુખ્ય કંપનીઓ ઝાયડસ કેડિલા, ઈપ્કા લેબોરેટરી મુખ્ય છે. જો કે હાલ માંગ વધતાં તેમણે ઉત્પાદનમાં જંગી વધારો કર્યો છે.

Exit mobile version