સાનિયાએ લીધો સૌથી મોટો નિર્ણય, શરીર હવે થાકી ગયું છે… એમ કહીને લઈ લીધો સન્યાસ, સાથે આપ્યું આવું કારણ

ભારતની ટેનિશ સ્ટાર સાનિયા મિર્ઝાએ બુધવારે સન્યાસ લેવાનું એલાન કર્યું છે. એમણે ઓસ્ટ્રેલિયા ઓપનમાં મળેલી હાર પછી સન્યાસ લેવાનો નિર્ણય કર્યો છે. સાનિયાએ કહ્યું કે, એમનું શરીર હવે થાકવા લાગ્યું છે. પ્રેરણા અને ઉર્જાનું સ્તર ઘટવા લાગ્યું છે માટે 2022ની સિઝન એમના માટે અંતિમ છે.

સાનિયા અને યુક્રેનની જોડીદાર નાદિયા કિચનોંકને ઓસ્ટ્રેલિયા ઓપનમાં પહેલા જ રાઉન્ડમાં હાર મળી હતી. એમને સ્લોવાનિયાની તમારા જીદાનસેક અને કાજા જુવાનની જોડીએ માત આપી હતી. હવે સાનિયા હજુ આ ગ્રેન્ડસ્લેમના મિક્સ ડબલ્સમાં અમેરિકાના રાજીવ રામ સાથે ભાગ લેશે.

ખબર નથી કે હું આખી સિઝન રમી શકીશ કે નહીં – સાનિયા

image source

સાનિયા મિર્ઝાએ મેચ બાદ કહ્યું, ‘મેં નક્કી કર્યું છે કે આ મારી છેલ્લી સિઝન હશે. હું એક અઠવાડિયાથી રમી રહી છું. ખબર નથી કે હું આખી સિઝન માટે રમી શકીશ કે નહીં, પરંતુ હું આખી સિઝન માટે ત્યાં રહેવા માંગુ છું.

સાનિયાએ તેની કારકિર્દીમાં છ ગ્રાન્ડ સ્લેમ ટાઈટલ જીત્યા છે. મહિલા ડબલ્સમાં તેણે 2016માં ઓસ્ટ્રેલિયન ઓપન, 2015માં વિમ્બલ્ડન અને યુએસ ઓપન જીતી હતી. મિશ્ર ડબલ્સમાં તેણીએ 2009માં ઓસ્ટ્રેલિયન ઓપન, 2012માં ફ્રેન્ચ ઓપન અને 2014માં યુએસ ઓપન જીતી છે.

19 વર્ષ પહેલાં ડેબ્યૂ કર્યું હતું

image source

સાનિયાએ 2003માં પ્રોફેશનલ કરિયરની શરૂઆત કરી હતી. તે છેલ્લા 19 વર્ષથી સતત ટેનિસ રમી રહી છે. સાનિયા ડબલ્સમાં પણ નંબર-1 રહી છે. પીઠની ઈજાને કારણે સાનિયાને સિંગલ્સ રમવાનું બંધ કરવું પડ્યું હતું. સિંગલ્સમાં ટોપ 100માં પહોંચનારી તે એકમાત્ર ભારતીય મહિલા ખેલાડી છે.

ભારતની ટેનિસ સેન્સેશન 2018માં પુત્રના જન્મ બાદ ટેનિસ કોર્ટથી દૂર થઈ ગઈ હતી. બે વર્ષ પછી, તે પાછી ફરી હતી.