દેશમાં કોરોનાનો હાહાકાર…છેલ્લા 24 કલાકના આંકડા જાણીને ફાટી જશે આંખો, આ 12 શહેરોમાં આજે સન્ડે લોકડાઉન

દેશમાં કોરોના ફરી એકવાર બેકાબુ બન્યો છે. જેના કારણે લોકોની ચિંતામાં વધારો થઈ રહ્યો છે. કોરોનાના દરરોજ આવતા કેસોની સંખ્યા દેશમાં હવે 60 હજારને પાર પહોંચી ગઈ છે.

image soucre

તમને જણાવી દઈએ કે ગઈ કાલે દેશમાં કોરોનાના 62,632 નવા કેસ નોંધાયા હતા. અને ચિંતાજનક વાત એ છે કે છેલ્લા 164 દિવસમાં આ આંકડો સૌથી વધુ છે. આ પહેલા 15 ઓક્ટોબરે 63,441 કેસ નોંધાયા હતા.

આ સાથે જ છેલ્લા 24 કલાકમાં 28,728 લોકો સાજા થયા અને વર્ષ 2021માં પહેલી વાર એક જ દિવસમાં કોરોનાથી 311 લોકો મૃત્યુ પામ્યા.

image soucre

વધતા જતા કોરોના કેસ પર થોડો કાબુ મેળવી શકાય એ માટે મધ્યપ્રદેશના 12 શહેરોમાં રવિવારે લોકડાઉન છે. જેમાં ભોપાલ, ઈન્દોર, જબલપુર ઉપરાંત બેતુલ, છિંદવાડા, રતલામ અને ખારગોન સામેલ છે.

આ સિવાય, વિદિશા, ઉજ્જૈન, છીંદવાડા જિલ્લાના સોસર, નરસિંહપુર સાથે ગ્વાલિયરમાં પણ લોકડાઉન છે. શનિવારે રાત્રે 10 વાગ્યાથી સોમવારે સવારે 6 વાગ્યા સુધી 32 કલાકનું લોકડાઉન રહેશે.

image soucre

અત્રે ઉલ્લેખનીય છે કેદેશમાં અત્યાર સુધીમાં 1.19 કરોડ લોકો કોરોના જેવી જીવલેણ મહામારીનો ભોગ બની ચુક્યા છે. તેમાંથી લગભગ 1.13 કરોડ લોકો સાજા થઈ ચૂક્યા છે. 1,61 લાખ દર્દીઓએ પોતાનો જીવ ગુમાવ્યો છે. હાલમાં 4.83 લાખ દર્દીઓની સારવાર ચાલી રહી છે.

વધતા જતા કોરોના કેસના પગલે ગોવા સરકારે તહેવારો પહેલા ગોઆમાં કલમ 144 લગાવી દીધી છે. આ નિર્ણય હોળી, શબ-એ-બારાત, ઇસ્ટર અને ઇદને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે.

image soucre

ઉત્તર ગોવાના જિલ્લા મેજિસ્ટ્રેટ અજિત રોયે જણાવ્યું હતું કે આવતા તહેવારોની ઉજવણી માટેના સમારોહ કે મેળાવડાના આયોજન બંધ રહેશે.

ગુજરાતની વાત કરીએ તો શનિવારે અહીં 2,276 નવા કોરોના દર્દીઓ મળી આવ્યા છે અને 1,534 દર્દીઓ સાજા થયા, જ્યારે 5 લોકોનાં મૃત્યુ થયા.

image soucre

ગુજરાત રાજ્યમાં અત્યાર સુધીમાં 2.98 લાખ લોકો કોરોનાથી સંક્રમિત થઈ ચૂક્યા છે જ્યારે 2.83 લાખ લોકો સાજા થઈ ચૂક્યા છે, જ્યારે 4,484 દર્દીઓ મૃત્યુ પામ્યા છે અને હાલમાં 10,871 લોકો સારવાર લઈ રહ્યા છે. 28 ફેબ્રુઆરી પછી રોજ ગુજરાતમાં કોરોના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે.
મહારાષ્ટ્ની વાત કરીએ તો મહારાષ્ટ્રમાં સતત ત્રીજા દિવસે નવા કેસની સંખ્યા 35 હજારને પાર કરી રહી છે. ગઈ કાલે અહીં 35, 726 નવા કેસ નોંધાયા હતા. તો પંજાબમાં ગઈ કાલે 2805 નવા કોરોનાના દર્દીઓ મળી આવ્યા હતા.

image soucre

મધ્યપ્રદેશમાં ગઈ કાલે 2142 નવા દર્દી મળ્યા હતા તો હરિયાણામાં સતત બીજા દિવસે કોરોના નવા કેસની સંખ્યા 1300થી વધુ રહી છે. જ્યારે રાજસ્થાનમાં ગઈકાલે 852 વ્યક્તિઓ કોરોનાનો ભોગ બન્યા હતા.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!