અમદાવાદ સહિત અનેક જગ્યાઓ પર કોરોના વોરિયર્સનુ સન્માન, સેનાની ત્રણેય પાંખ જોડાઇ, વિડીયો જોઇને ગદગદ થઇ જશો તમે પણ

કોરોના યોદ્ધાઓને ભારતીય સૈન્ય દ્વારા આપવામાં આવી સલામ – દેશભરની હોસ્પિટલો પર ઇન્ડિયન એરફોર્સના હેલિકોપ્ટર દ્વારા કરવામાં આવી રહી છે પુષ્પવર્ષા

image source

કોરોના કર્મેવીરોને બીરદાવવા ઇન્ડિયન આર્મિની મોટી પહેલ – પી.એમ. મોદી દ્વારા પણ મળ્યું પ્રોત્સાહન

સમગ્ર દેશમાં કોરોના વાયરસે મહામારી ફેલામી મુકી છે. દિવસેને દિવસે પોઝીટીવ કેસોની સંખ્યામાં વધારો થઈ ગયો છે. 3મે સુધીના લોકડાઉનને વધારીને 17મે સુધી ખેંચવામાં આવ્યું છે. અને દેશના ઘણા બધા સ્થળોને રેડઝોન જાહેર કરવામાં આવ્યા છે. આ સમયે સૌથી વધારે જો કોઈ કોરોના સામેની લડાઈમાં જઝુમી રહ્યું હોય તો તે છે આપણો પેરામેડિકલ સ્ટાફ જેઓ દિવસ રાત જોયા વગર કોરોનાગ્રસ્ત લોકોની સેવા કરી રહ્યા છે. વિવિધ વિસ્તારોમાં ટેસ્ટિંગ કરી રહ્યા છે તે પણ પોતાના જીવને જીવલેણ કોરોનાવાયરસની વચોવચ મુકીને.

અને તેમના આજ પરોપકારી કૃત્યને બીરદાવવા માટે ભારતીય સૈન્ય દ્વારા આજે દેશભરની વિવિધ હોસ્પિટલો પર પુષ્પવર્ષા કરવામાં આવી રહી છે. કોરોના વોરિયર્સના કામને બીરદાવવાની આ પહેલ માટે ઇન્ડિયન આર્મીની ત્રણે ત્રણ પાંખો સજ્જ થઈ છે. અને તેઓ આ વાયરસની લડતમાં પહેલી હરોળમાં લડી રહેલા ડોક્ટર્સ તેમજ નર્સોને તેમજ અન્ય મેડિકલ સ્ટાફને સમ્માન આપવા આ કરી રહ્યા છે. જે બાબતની ઘોષણા ભારતીય સૈન્યના સત્તાવાર ટ્વીટર હેન્ડલ પર એક વિડિયો પોસ્ટ કરીને કરવામાં આવી હતી.

તમે કદાચ માર્ક કર્યું હશે કે એરફોર્સના કેટલાક એરક્રાફ્ટ સવારથી જ ફ્લાઇંગ પાસ્ટ કરી રહ્યા હતા. અને સોશિયલ મિડિયા પર હેલિકોપ્ટર દ્વારા પુષ્પવર્ષાના વિડિયો પણ વાયરલ થઈ રહ્યા છે. આ ઉપરાંત ઇન્ડિયન એરફોર્સના બેન્ડ પણ પર્ફોમ કરીને કોરોના યોદ્ધાઓનો આભાર માન્યો છે. પુષ્પવર્ષા કરનારા હેલિકોપ્ટર ઇન્ડિયન એરફોર્સના ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ અને ફાઇટર જેટથી શ્રીનગરથી તિરુવનંતપુરમ અને ડિબ્રુગઢથી ગુજરાતના કચ્છ સુધી કરશે.

ઇન્ડિયન આર્મિ ની આ પહેલનું દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમજ ગૃહમંત્રી અમિત શાહે સ્વાગત કર્યું છે. તમને જણાવી દઈે કે આ હોસ્પિટલોમાં મુંબેઈની કિંગ એડવર્ડ મેમોરિયલ હોસ્પિટલ અને જેેજે મેમોરિયલ હોસ્પિટલ, વિશાખા પટ્ટનમની કિંગ જ્યોર્જ હોસ્પિટલ પર આજે સવારે 10વાગ્યાથી 10.45 સુધી પુષ્પ વર્ષા કરવામાં આવી હતી. અને તે દરમિયાન ઇન્ડિયન એરફોર્સના Mi- 17 હેલિકૉપ્ટરથી ફ્લાઇપાસ્ટ પણ કરવામાં આવ્યું હતું.

તમને જણાવી દઈએ કે અમદાવાદમાં આવેલિ એશિયાની સૌથી મોટી હોસ્પિટલ એટલે કે સિવિલ હોસ્પિટલ પર પણ ભારતીય એરફોર્સના હેલિકોપ્ટર દ્વારા સવારે જ પુષ્પવર્ષા કરવામાં આવી હતી.

આ ઉપરાંત સવારે 10.30 કલાકે મરિન ડ્રાઈવ પર ઇન્ડિયન એરફોર્સના SU-30S ફાઇટર પ્લેન દ્વારા પણ ફ્લાઇપાસ્ટ કરવામાં આવ્યું હતું. તેમજ બપોરે 1.15 કલાકે મુંબઈના મરીન ડ્રાઈવમાં C-130 ટ્રાન્સપોર્ટ વિમાન પણ ફ્લાઇપાસ્ટ કરશે. તો વળી દિલ્હીમાં સુખોઈ-મિગ અને જગુઆર ફ્લાઇપાસ્ટ કરશે.

તમે આ વિડિયોઝમાં જોઈ શકો છો કે ઇન્ડિયન એરફોર્સના એરક્રાફ્ટ ડાલ લેક પરથી ફ્લાઇપાસ્ટ કરી રહ્યા છે. તો વળી દીલ્લી ખાતે પણ ઇન્ડિયન એરફોર્સના હેલિકોપ્ટર પોલીસે વોર મેમોરિયલ પર પુષ્પવર્ષા કરીને પોલીસ ઓફિશિયલ પ્રત્યે પોતાનો આભાર વ્યક્ત કરી રહ્યા છે.

આ બાબતે વડાપ્રધાન નરેન્દ્રી મોદીએ જણાવ્યું હતું કે આર્મ્ડ ફોર્સે હંમેશા મુશ્કેલીના સમયમાં ભરપૂર સપોર્ટ આપ્યો છે. અને તેમની કોરોના વોરિયર્સને બિરદાવવાની આ પહેલ અત્યંત નોંધનીય તેમજ સરાહનીય છે.

તમને એ પણ જણાવી દઈએ કે આ દિવસને દેશની આર્મ્ડ ફોર્સ યાદગાર બનાવવા માગે છે. અને માટે જ ઇન્ડિયન એરફોર્સના C-130 એરક્રાફ્ટને સંપુર્ણ દેશ પર ખૂબ જ નીચી ઉંચાઈ પર ઉડાવવામાં આવી રહ્યું છે. છેક કાશ્મિરથી કન્યા કુમારી સુધી તેનું ફ્લાઇંગ પાસ્ટ કરવામાં આવી રહ્યું છે. જેની શરૂઆત શ્રીનગરના ડાલ લેકથી કરવામાં આવી છે ત્યાર બાદ દીલ્લી ત્યાર બાદ ભોપાલ ત્યાર બાદ મરીન ડ્રાઇવ મુંબઈ, ત્યાર બાદ બેંગલુરુ, ત્યાર બાદ વિવેકાનંદ રૉક, કન્યા કુમારી અને બીજા ઘણા બધા સ્થળો પરથી આ એરક્રાફ્ટ ઉડાવવામાં આવનાર છે, તે પણ ખૂબ જ નીચી ઉંચાઈ પર.