કોરોના યુદ્ધાઓને ત્રણેય સેનાની સલામી, જાણો શું હોય છે ફ્લાય પાસ્ટ કાર્યક્રમ

ફ્લાઈપાસ્ટ

image source

ભારતની આર્મ ફોર્સીસ કોવિડ-19ની વિરુદ્ધ લડત લડી રહેલ કોરોના યોધ્ધાઓ (corona warriors) ને અનોખા અંદાજથી સમ્માન કરવા આવશે. ઇન્ડીયન એરફોર્સના વિમાન દેશમાં પૂર્વથી પશ્ચિમ અને ઉત્તરથી દક્ષિણ સુધી ફ્લાઈપાસ્ટ કરશે.

કોરોના વાયરસ (corona virus)ના ભારતીય યોદ્ધાઓને દેશની સેનાઓ અનોખા અંદાજથી સમ્માન કરશે. ચીફ ઓફ ડીફેન્સ સ્ટાફ (CDS) જનરલ વિપિન રાવતએ શુક્રવાર સાંજે આર્મ્ડ ફોર્સીસની આ પહેલની જાણકારી આપી. તેમણે જણાવ્યું છે કે, રવિવારના રોજ ભારતીય વાયુ સેના એક ફ્લાઈપાસ્ટમાં ફૂલોની પંખુડીઓનો વરસાદ કરીને કોરોના વોરીયર્સ પ્રત્યે સમ્માન જાહેર કરશે. જનરલ રાવત જણાવે છે કે, ‘વાયુસેના શ્રીનગરથી તીરુવંતપુરમ સુધી એક ફ્લાઈપાસ્ટ કરશે. જયારે બીજી ફ્લાઈ પાસ્ટ અસમના ડીબ્રુગઢથી શરુ થશે અને ગુજરાતના કચ્છ સુધી જશે. એમાં ટ્રાન્સપોર્ટ અને લડાકુ, એમ બન્ને પ્રકારના વિમાન સામેલ કરવાના છે.’ ભારતીય વાયુસેનાના ઇતિહાસમાં કદાચ આ પ્રથમ અવસર હશે જયારે પૈન-ઇન્ડિયા ફ્લાઈ પાસ્ટ થવા જઈ રહી છે. જયારે ભારતીય નૌસેનાએ પોતાના જહાજોને રવિવારના રોજ રોશની કરવાનો નિર્ણય લીધો છે. તેમજ ભૂમિદળએ કોવિડ હોસ્પિટલ્સની નજીક માઉંટેન બેંડ ડિસ્પ્લેનું આયોજન કરશે.

image source

શું હોય છે ફ્લાઈ પાસ્ટ?

ફ્લાઈ પાસ્ટ કોઈ વિશેષ અવસર પર કે પછી કોઈ વિશેષ વ્યક્તિને સમ્માન આપવા માટે કરવામાં આવે છે. આ ફ્લાઈ પાસ્ટમાં સિંગલ કે પછી ગ્રુપમાં એરક્રાફ્ટસ હવામાં ઉડાન ભરે છે. કેટલાક ફ્લાઈ પાસ્ટમાં વિમાન માંથી કલરફૂલ ફોગ પણ છોડવામાં આવે છે.

ગણતંત્ર દિવસ પર કરવામાં આવે છે ફ્લાઈ પાસ્ટ.:

image source

ભારતમાં દર વર્ષે ગણતંત્ર દિવસના અવસર પર લાલ કિલ્લાની ઉપર ઇન્ડીયન એરફોર્સ ફ્લાઈ પાસ્ટ કરે છે. ભારતમાં સૌપ્રથમ ફ્લાઈ પાસ્ટ સ્વતંત્રતા દિવસ એટલે કે ૧૫ ઓગસ્ટ, ૧૯૪૭ના રોજ ઇન્ડીયન એરફોર્સએ પહેલીવાર ફ્લાઈ પાસ્ટ કરી હતી. એર માર્શલ રણધીર સિંહ (રીટાયર્ડ) અને માર્શલ અર્જન સિંહ (૧૫ એપ્રિલ, ૧૯૧૯ – ૧૬ સપ્ટેમ્બર, ૨૦૧૭) તેઓ ફ્લાઈ પાસ્ટના એક ભાગ હતા. એર ચીફ માર્શલ ઈદરીસ હસન લતીફના પ્રતિનિધિત્વ હેઠળ આ ફ્લાઈ પાસ્ટ કરવામાં આવી હતી.

યુધ્ધમાં વિજય થવા પર થાય છે ફ્લાઈ પાસ્ટ.:

image source

આખી દુનિયાની એરફોર્સ યુધ્ધમાં જીત પ્રાપ્ત કરી લીધા પછી ફ્લાઈ પાસ્ટ કરે છે. તેમનું ચલણ વર્ષ ૧૯૧૩માં યુનાઇટેડ કિંગડમ દ્વારા શરુ કરવામાં આવી. જ્યાં કિંગ જોજ પંચમ માટે રોયલ ફ્લાઈંગ કોપ્સએ ફ્લાઈ પાસ્ટ કરી હતી.

યાદગાર તરીકે થાય છે ફ્લાઈ પાસ્ટ.:

image source

ફ્લાઈ પાસ્ટ નેશનલ ઈવેન્ટ્સ, કોઈ મોટી ઘટનાની એનીવર્સરી, દિગ્ગજ વ્યક્તિના નિધન કે મેમોરીયલ સર્વિસીઝ દરમિયાન પણ ફ્લાઈ પાસ્ટ કરવામાં આવે છે. કેટલીકવાર એર શો દરમિયાન પણ ફ્લાઈ પાસ્ટ કરવામાં આવે છે.

IAF એ પોતાની પ્લેટીનમ જ્યુબીલી પર કરી ફ્લાઈ પાસ્ટ.:

વર્ષ ૨૦૦૬માં ભારતીય એરફોર્સની પોતાની સ્થાપનાના ૭૫ વર્ષ પુરા થવા પર વિશેષ ફ્લાઈ પાસ્ટ કરી હતી. ત્યારે સુખોઈ ૩૦ MKI, મિરાજ ૨૦૦૦, મિગ-25 જેવા લડાયક વિમાનો સહિત લગભગ ૭૮ જેટલા એરક્રાફ્ટ્સએ આકાશમાં પોતાનું હુન્નર બતાવ્યું હતું.

કારગિલ શહીદોની યાદમાં થઈ હતી ફ્લાઈ પાસ્ટ.:

image source

માર્ચ, ૨૦૧૭માં તત્કાલીન IAF ચીફ બીએસ ધનોઆએ એક ફ્લાઈ પાસ્ટને લીડ કરી હતી. આ ફ્લાઈ પાસ્ટમાં મિગ-21 સિવાય ત્રણ અન્ય લડાયક વિમાન સામેલ કરવામાં આવ્યા હતા. જેમણે ‘મિસિંગ મેન’ ફોર્મેશન બનાવ્યું હતું. આ ફ્લાઈ પાસ્ટ કારગિલ યુદ્ધ દરમિયાન શહીદ થયેલ ભારતીય જવાનોની યાદમાં કરવામાં આવી હતી.