‘હું તિરંગો લહેરાવીને પાછો આવીશ અથવા તો તિરંગમાં લપેટાઈને આવીશ, પણ હું ચોક્કસ પાછો આવીશ.’આપણા સૈન્ય વિષેના આ 10 વચનો વાંચીને તમને પણ થશે ગર્વ

“ઇશ્વર અમારા દુશ્મનો પર દયા કરો. કારણ કે અમે તો કરીશું નહીં.” ભારતીય સૈન્યઃ જુસ્સો આવ્યો આ વાંચીને ? તો વાંચો આવા જ આપણા શૂરવીરોના તેમજ ભારતીય સૈન્યના વચનોને અને દેશપ્રેમની લાગણી ફેલાવો

image source

ભારતીય સૈન્ય તેમજ તેમના વિરોના આ વચનો સાંભળીને થઈ જશે તમારા રુંવાડા ઉભા – એક સાચા દેશપ્રેમીની છાતી આ વચનો વાંચીને ગર્વથી ફુલી જશે

હાલ ભારતની ઉત્તરની બાજુએ ત્રણે દિશાએથી દુશ્મન દેશો પ્રહાર કરી રહ્યા છે. અને આપણા જવાનો તેમનો નક્કર રીતે સામનો કરી રહ્યા છે તે પણ પોતાના જીવની ચિંતા કર્યા વગર. થોડા દિવસ પહેલાં ચીન સાથેની ભારતની બોર્ડર પર ભારતીય અને ચીનના જવાનો વચ્ચે જપાજપી થઈ હતી જેમાં ભારતના 20 જવાનો શહીદ થઈ ગયા છે.

image source

આવા સમયે આપણે આપણા સૈન્ય વિષેના આ અનમોલ 10 વચનો ચોક્કસ જાણવા જોઈએ અને માનવા જોઈએ અને તેનું સમ્માન પણ કરવું જોઈએ. અને તેને તમામ દેશવાસીઓ સુધી પહોંચાડવા પણ જોઈએ. આ દસ વચનો વાંચીને તમને ખૂબ ગર્વ થશે. ચાલો જાણીએ આ વચનો.

1.

image source

‘હું તિરંગો લહેરાવીને પાછો આવીશ અથવા તો તિરંગમાં લપેટાઈને આવીશ, પણ હું ચોક્કસ પાછો આવીશ.’ – કેપ્ટન વિક્રમ બત્રા, પરમ વીર ચક્ર

2.

image source

‘જે તમારા માટે જીવન ભરનું અસામાન્ય રોમાંચ છે, તે અમારું રોજિંદુ જીવન છે.’

– લેહ-લદ્દાખ રાજમાર્ગ પરનું સાઇનબોર્ડ (ભારતીય સૈન્ય)

3.

image source

“જો મારું શૌર્ય સિદ્ધ કરતા પહેલાં મારું મૃત્યુ આવી જાય તો મને સમ છે કે હું મૃત્યુને જ મારી નાખીશ.”

– કેપ્ટન મનોજ કુમાર પાન્ડે,

પરમવીર ચક્ર, 1/11 ગોરખા રાઇફલ્સ

4.

image source

“આપણો ઝંડો એટલા માટે નથી લહેરાતો કે હવા ચાલી રહી હોય છે, આ દર એ જવાનના છેલ્લા શ્વાસથી લહેરાય છે જે તેની રક્ષામાં પોતાનો પ્રાણને ન્યોછાવર કરી દે છે.”

– ભારતીય સૈન્ય

5.

image source

“અમને પામવા માટે તમારે અવશ્ય સારું થવું પડશે, અમને પકડવા માટે તમારે તીવ્ર થવું પડશે, પણ અમને જીતવા માટે તમારે અવશ્ય બાળક થવું પડશે.”

– ભારતીય સૈન્ય

6.

image source

“ઇશ્વર અમારા દુશ્મનો પર દયા કરો, કારણ કે અમે તો કરીશું નહીં.”

– ભારતીય સૈન્ય

7.

image source

“અમારું જીવવું અમારો સંયોગ છે, અમારો પ્રેમ અમારી પસંદ છે, અમારું મારવું અમારો વ્યવસાય છે”

– ઓફિસર્સ ટ્રેનિંગ એકેડેમી, ચેન્નઈ

8.

image source

“જો કોઈ વ્યક્તિ કહે કે તેને મૃત્યુનો ભય નથી તો તે કાંતો જૂઠ્ઠું બોલે છે અથવા તો તે ઇન્ડિયન આર્મીનો હશે.”

-ફીલ્ડ માર્શલ સૈમ માનેકશૉ

9.

image source

“આતંકવાદિઓને માફ કરવાનું કામ ઇશ્વરનું છે, પણ તેમની ઇશ્વર સાથે મુલાકાત કરાવવાનું કામ અમારું છે.”

– ભારતીય સૈન્ય

10.

“અમને એ વાતનો ભારે ખેદ છે કે અમારા દેશને આપવા માટે અમારી પાસે માત્ર એક જ જીવન છે”

image source

ભારતીય સૈન્ય

ચોક્કસ આ વચનો સાંભળીને તમારું પણ લોહી ગરમ થઈ ગયું હશે. ગર્વથી તમારી છાતી પણ ગજગજ ફુલી હશે. એક ભારતીય હશો તો ચોક્કસ ફુલી જ હશે તેમાં કોઈ જ શંકા નથી. તો પછી રાહ શું જોવી આ જુસ્સાથી ભરપુર વચનોને શેર કરો અને સહભારતીયોના જુસ્સાને પણ વધારો. ‘જય હીન્દ’

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત