આ પાંચ રાજ્યોની સાડીની જબરી શોખીન છે અભિનેત્રીઓ, જાણો ખાસિયતો તમે પણ

અભિનેત્રીઓને ખૂબ જ પસંદ છે આ પાંચ રાજ્યોની સાડી, ખાસિયત જાણશો તો તમે પણ ખરીદ્યા વગર નહિ રહો.

ભારતના અલગ અલગ રાજ્યોની ફેમસ સાડી.

image source

હાથસાળ પર કરાતુંભરતકામ ભારતનો ઇતિહાસ છે. પૂર્વથી લઈને પશ્ચિમ સુધી, ઉત્તરથી લઈને દક્ષિણ સુધી એવા ઘણા શહેરો અને કસ્બા છે જે પોતાના હાથસાળના ભરતકામવાળા કપડાં માટે જાણીતા છે. એમાંથી અમુક શહેરોની સદીઓ તો પોતાની સંસ્કૃતિ અને પરંપરા માટે દેશમાં જ નહીં પણ વિદેશોમાં પણ ખૂબ જ પ્રચલિત છે. એવામાં જો તમને પણ સાડીઓ પહેરવાનો શોખ હોય અને તમે ભારતની વિરાસતને તમારા વોર્ડરોબનો ભાગ બનાવવા માંગતા હોય તો આ સાડીઓ ફક્ત અને ફક્ત તમારા માટે જ બની છે.

અસમની મૂંગા સિલ્ક સાડી.

image source

અસમની ટ્રેડિશનલ મૂંગા સિલ્ક સાડી આખા ભારતમાં ફેમસ છે. મૂંગા સિલ્કનો વધારે પડતો ઉપયોગ અસમિયા સ્ત્રીઓ પોતાના પારંપરિક પોશાક મેખલા ચાદર બનાવવા માટે કરે છે. મૂંગા સિલ્ક એની પીળા ગોલ્ડન રંગ અને ટકાઉપણા માટે જાણીતું છે. આ સાડીની સૌથી સારી વાત એ છે કે ધોયા પછી પણ આ સાડી વધારે ચમકતી રહે છે.

કાંજીવરમ સિલ્ક (કંચિપુરમ).

image source

તમિલનાડુનો કાંચીપુરમ વિસ્તાર રેશમની સાડીઓ માટે પ્રસિદ્ધ છે.રેશમના દોરાથી બનેલી કાંજીવરમ સાડીઓને એની ચમક અને જટિલ જરીના કામ માટે ઓળખવામાં આવે છે. જો તમને સાડી પહેરવી ખૂબ ગમતું હોય તો તમારા વોર્ડરોબમાં કાંજીવરમ સાડી જરૂર રાખો.

પેઠની સાડી (મહારાષ્ટ્ર

image source

પેઠની સાડી બૉલીવુડ અભિનેત્રીથી માંડીને ફેશન કવીન સુધીના લોકોની પહેલી પસંદ બની રહી છે. નાજુક રેશમના દોરાથી બનેલી પેઠની સાડીઓ ત્રાંસી અને ગોળાકાર ડિઝાઈનની બોર્ડરવાળી હોય છે. જેમાં મોટા ભાગે મોર અને મોતી કે પછી જાડી જાડી લાઈનની ડિઝાઇનનો પાલવ હોય છે.

બાંધણી સાડી (ભુજ ગુજરાત)

image source

બાંધણી સાડીના કાપડના રંગો સૌથી વધુ ખાસ હોય છે. નારંગી, લીલો, ગુલાબી, લાલ, પીળો અને ભૂરો આ કેટલાક એવા રંગો છે જેનો ઉપયોગ બાંધણીના કાપડને રંગવા માટે સૌથી વધુ કરવામાં આવે છે. જોકે આ સાડીઓને મોટે ભાગે ગુજરાત અને રાજસ્થાનમાં જ પહેરવામાં આવે છે, પણ હાલના દિવસ આ સાડીઓની ફેશન ભારતના બીજા રાજ્યોમાં પણ જોવા મળી રહી છે.

ચંદેરી સિલ્ક (મધ્યપ્રદેશ બૂંદેલખંડ)

image source

જો તમને હળવા રંગની સાડીઓ પહેરવાનું ગમતું હોય તો ચંદેરી સિલ્કની સાડીઓ તમારા માટે જ બનેલી છે. મધ્યપ્રદેશમાં તૈયાર થતી આ સાડીઓને એના સુંદર સોના અને ચાંદીની જરીકામ માટે ઓળખવામાં આવે છે. સોનાના સિક્કાના રૂપાંકનથી લઈને મોર અને અન્ય ડિઝાઇન પણ આ સાડીઓમાં ઉપલબ્ધ છે.

source : navbharattimes

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત