જરૂરિયાત જ આવિષ્કારની જનની હોય છે’ આ વાક્યને આપણા જુગાડુઓ કંઇક આ રીતે કરી રહ્યા છે સિદ્ધ. હસી હસીને થઈ જશો લોથ પોથ
ભારત અને વિશ્વમાં પોતાની ગજબની કોઠાસૂઝનાં જોરે અવનવા જુગાડ કરતાં લોકોનાં મનોરંજક ફોટોગ્રાફ.

મોટિવેશનલ સ્પીકર શિવ ખેરાનું કહેવું છે કે વિજેતા કંઈ અલગ કામ નથી કરતાં પણ દરેક કામ અલગ રીતે કરે છે. અમે આપની માટે એવાં જ અમુક નમૂના લઈને આવ્યાં છે જે વિજેતા તો નથી પણ એમને જે તિકડમ લગાવી છે એ જોઈને સાચેમાં એમને વિજેતા કહેવા જ જોઈએ.

વિશ્વના સૌથી મનોરંજક લોકો તે છે જે કોઈપણ મુશ્કેલ કાર્યને સીધી રીતે કરવાનાં બદલે પોતાની રીતે પ્રયાસ કરે છે. અમે આ લોકોને જુગાડુ કહીએ છીએ, તેઓ દરેક જગ્યાએ જોવા મળે છે, અમે ઇન્ટરનેટ પર તેમની સર્જનાત્મકતા શોધી કાઢી છે. અમને આવાં જુગાડુ લોકોનાં કેટલાક કાર્યો મળ્યાં છે. તે જોયા પછી અમને સમજાયું કે મગજનાં ઘોડાઓ દોડાવી ઓછા સંસાધનોમાં કેવી રીતે પોતાનું કાર્ય કરી શકાય છે.

અત્યારે ગરમીની મોસમ પુરબહારમાં ચાલી રહી છે ત્યારે લોકો ગરમીથી બચવા અવનવા અખતરા કરતા હોય છે. પ્રથમ તસ્વીરમાં એક ગાડીનાં ડ્રાઈવરે કાર એસીનો ઉપયોગ કરવાનાં બદલે ઘરમાં લગાવાતું વિન્ડો એસી પોતાની ગાડીમાં લગાવી દીધું.

જ્યારે બીજી તસવીરમાં એક દુકાનદાર દ્વારા થોડાં ઘાસ, તેલનો ખાલી ડબ્બો, એક મોટર અને પંખાની મદદથી બનાવાયેલાં કુલરને જોઈ શકાય છે. છે ને ગજબની બુધ્ધિ!
ગુજરાતીમાં કહેવત છે કે જીવ જોડામાં અને તન મંદિરમાં. આ ભાઈએ આ કહેવતને સાર્થક સાબિત કરવા પોતાનાં જુતાની સલામતી માટે આ અદ્ભૂત તકનીક વિકસાવી છે.

ચોરોથી સાયકલ ને સુરક્ષિત રાખવાં માટેની આ અજબ તકનીક પણ લોકોને કામ આવે એવી છે.
ઈન્ડિયન ટોયલેટ યુઝ કરતાં લોકોને જો વેસ્ટર્ન ટોઈલેટમાં બેસવાનું મન થાય તો? પ્રશ્ન છે તો આ રહ્યો એનો જવાબ. છે ને ગજબની કલાકારી..

જુઓ અમુક લોકો જ્યાં મોટી બેટરીનાં બદલે નોકિયાની નાના કદની બેટરીથી કામ ચલાવી રહ્યાં છે. છે ને આ પણ આપણા મગજ બહારની વાત.
તો અમુક લોકોએ પોતાના દ્વિચક્રી સાધનને જ દુકાન બનાવી દીધી છે અને તેનો ઉપયોગ પણ કરી રહ્યા છે.
આ ફોટોમાં જોવો તો સમજાશે કે જૂનાં હેલ્મેટનો કઈ રીતે ઉમદા ઉપયોગ કરવો જોઈએ. એ પણ કોલસા મુકવા..

મોબાઈલને બાઈકની બેટરી વડે ચાર્જ કરવાનું જોખમ ઉઠાવવાની સલાહ અમે ના આપી શકીએ.! પણ આ ભાઈ એ જોખમ ઉઠાવ્યું કેમ એ જાણવા જેવું છે.
વિમાનને જો આકાશમાં ઊડતાં જ જોયાં હોય તો આ ફોટો જોઈલો. છે ને મજાનું રોડ ઉપર દોડતું વિમાન. જે છે તો હકીકતમાં એક બાઇક જ.

સાથે આ જનાબને પણ જોઈલો જેને પોતાનાં જુનાં સ્કૂટરની મદદથી લીલી ચટણીનો જુગાડ કરી રહ્યો છે. બોલો આવું તમારા મગજમાં ક્યારેય આવ્યું..
આ ફોટોમાં અમુક એવાં નમૂના પણ છે જે જૂની શર્ટની બાંયનાં મોજા બનાવી તેનો ઉપયોગ પણ કરે છે.

પોન્ડ્સની ખાલી પ્લાસ્ટિક બોટલથી ચાર્જિંગની ગોઠવણ કરી છે. ચાર્જ પોઇન્ટની કેટલી કમી કે સમસ્યા હશે તો આ ભાઈને આમ કરવું પડ્યું હશે.
ફ્લશનાં હેન્ડલ તૂટવા પર શું કરવું જોઈએ આ રહ્યો એનો સચોટ જવાબ. જોયું ને લોકોનું દિમાગ ક્યાં કેવું ને કેટલું દોડે છે..
આ ફોટોમાં જ્યાં ખાટલો છે ત્યાં સુવાનું જોખમ ખેડવું યમરાજને નોતરું આપવા બરાબર જ છે. પણ સાથે એય વિચારો કે, વાવાઝોડું કેવું આવ્યું હશે અને ત્યારે આ ખાટલા પર કોઈ સૂતું હશે કે નહીં.

પોતાની બગડેલી બાઈકને એકલી મુકવાની ઈચ્છા ના હોય ત્યારે આ જુગાડ પણ કામે લેવો. જુઓ આમની અનોખી દોસ્તી..!
ડુંગળી કાપતાં આંખો બળે અને પત્ની ઓર્ડર આપે તો ના પડાતી નથી તો આ રહ્યું એનું કારગર નિવારણ. પ્લાસ્ટિકના ગ્લાસની નીન્જા ટેક્નિક.

પાપાને ૫૧૫૧ લખાય એ ખબર હતી પણ ૧૩૨૧ને તેરા એક કિસ આ રીતે પણ લખાય એ આજે જોયું. ભાઈને ગણિતનાં સર નહોતાં પસંદ એવું લાગે છે.
લેપટોપમાં બે કીબોર્ડ જોઈને ચક્કર ના ખાઈ જાતાં.! બહુ અઘરી નોટો ભરી છે આ દેશમાં. પણ હકીકતમાં આ ભાઈ કરવા શું માંગે છે એ સમજાતું નથી.

ગરમીની મોસમની શરૂઆત થઈ જ ગઈ છે તો આ જુઓ આ ભાઈને. પોતાની ચારેબાજુ ટેબલ ફેન ઓન કરીને આરામની ઊંઘ લઈ શકાય છે.
દારૂ મૂકી દીધો છે એની જાહેરાત કરવાની એક અદ્ભૂત રીત. એટલે કે પોતાની કાર પાછળ ભૂતપૂર્વ શરાબી જ લખાવી દેવડાવું.

તો આ લોકડાઉનમાં આ ફોટો તમારાં ચહેરા પર સ્મિત લાવવામાં સફળ રહ્યાં હશે એવી આશા. તેમજ સાથે તમારા મગજને પણ વિચારતા કરી જ મૂક્યાં હશે. સાચું ને! સ્ટે હોમ સ્ટે સેફ.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ –
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે; ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ ન્યુઝ ગુજરાત