પહેલા કરતા બદલાઇ છે નવાબો અને મુઘલોની દશા અને દિશા, તસવીરો જોઇને તમે પણ બોલી ઉઠશો OMG!

અહીં વાત છે મુઘલોની, જે એક સમયે ભારતનાં રાજાની જેમ વર્તતા હતા! જાણો આ નવાબો અને મુઘલોની હાલમાં દશા શુ છે?

image source

ઘણાં રાજાઓએ ભારત ઉપર વર્ષો સુધી રાજ કર્યું. ગુલામ વંશ, ખીલજી વંશ, લોદી વંશ અને છેલ્લે મુઘલ એરાએ વિદાય લીધી. મુઘલ સિવાય ભારતમાં વસેલા નિજામ અને નવાબે પણ આવજો કહેવાનો વખત આવ્યો. અત્યારે થાય કે આ મુઘલ કે નિજામના વંશજો શું કરતાં હશે? નવાબ મંસૂર અલી ખાન પટૌડી લોકોમાં લોકપ્રિય એવા હતાં, જે સ્થિતિ અત્યારે નવાબ સૈફ અલી ખાનની છે. આવી જ રીતે રાજસ્થાનના બેકગ્રાઉન્ડમાં દર્શાવાયેલી ફિલ્મ “બાદશાહો”ની અંદર પણ રાજા મહારાજાના વંશજો વિશે દર્શાવવામાં આવ્યું હતું. મુઘલ કે નિઝામ સલ્તનતના આ નવાબોની અત્યારે હાલત અત્યંત દયનીય છે.

ટીપુ સુલ્તાનના વંશજ હાલમાં રિક્ષા ચલાવે છે

image source

મોત પહેલા ટીપુ સુલ્તાન પાસે લગભગ ૯૦,૦૦૦ સૈનિકો હતાં. આ સિવાય ત્રણ કરોડ રૂપિયા હતા. સૌથી વીર એવા હૈદરાબાદના આ ટીપુ સુલ્તાનની મોત થઇ ગઇ. પણ સમયે એવી કરવટ લીધી કે તેમના વંશજોને રીક્ષા ચલાવવાના વારા આવી ગયા. ટીપુના જ વંશજો સનવર અને તેમના ભાઇ દિલાવર શાહ કલકત્તાની ટીપૂ સુલ્તાન શાહી મસ્જિદની નજીક રહે છે. અત્યારે તેઓ રોજ રીક્ષા ચલાવી ૩૦૦ રૂપિયા કમાઇ લે છે. ટીપૂ સુલ્તાનની કુલ ૧૨ સંતાનોમાંથી અત્યારે ૫ જ બચી છે.

છેલ્લી વારીસ મુઘલ સલ્તનતની

image source

અંગ્રેજો સામે યુદ્ધ લડ્યા બાદ પરાજીત થઇ બહાદુર શાહ ઝફરે ગાદી છોડવાનો વારો આવ્યો. હાલના સમયે તેમના પ્રપોત્રની બેગમ સુલ્તાના કલકત્તામાં બે ઓરડામાં રહે છે. સુલ્તાના બેગમના પતિ મિર્ઝા બખ્તની મોત થઇ. જેના કારણે હવે મુઘલ પરિવાર બે ઓરડાના રૂમમાં પોતાનો ગુજારો કરે છે. પરિવારનો ખર્ચ પૂર્ણ કરવા માટે તેઓ ચાની દુકાન ચલાવે છે અને મહિલાઓ માટે કપડાં વેચે છે. તેમને મહિનાનું ૬૦૦૦ રૂપિયા પેન્શન મળે છે. આટલી મોંઘવારીમાં તેમના પરિવારનો પૂરો ખર્ચ નથી થતો.

આવી હાલત પરીખાનાની

image source

પરીખાના નામની બુક અવધના નવાબ વાઝીદ અલીશાહ પર લખાઇ છે. જેમાં તેમના જીવનના ઘણાં પ્રસંગો છે. શહજાદી શકીના મહલ તેમના પરિવારની જીવીત સ્ત્રી અને હાલ દિલ્હીમાં તેમના પિતરાઇ ભાઇ રહે છે. એક સમયે તો આ પરિવાર પાસે ઘર જ નહોતું. પરંતુ સરકાર સાથે ૯ વર્ષ લાંબી કાનૂની લડાઇ લડ્યા બાદ તેમના હિસ્સામાં એક ઇમારત આવી.

દાવો ૪૦૦ વારસદારોનો

image source

શાહી પરિવારના છેલ્લા નિજામ ઉસ્માન અલી ખાન હૈદરાબાદના હતાં. આ શાહી પરિવાર પાસે ૧૦૦ કરોડ રૂપિયા હતાં. તેમની પાસે રૂપિયા સિવાય કરોડો સોના ચાંદીના સિક્કા હતાં. તેમાં ૧૮૫ કેરેટના હિરા પણ સામિલ હતા. ૧૯૯૦માં ૪૦૦ વારસદારોએ સંપત્તિ માટે ક્લેમ કર્યો જેના થકી તેઓ પોતાનું બધું જ સંપૂર્ણ ખોઇ બેઠા.

નિજામ ઉસ્માન અલી ખાં

image source

નિજામ ઉસ્માન અલીખાંના પૌત્ર મુકર્રમ જહાં હાલ તુર્કીના ઇસ્તાંબુલ શહેરમાં એક નાનકડા ફ્લેટમાં રહે છે. વર્તમાન સ્થિતિ એવી છે કે મુકર્રમ અને તેમના ભાઇ સંપત્તિ માટે સંઘર્ષ કરે છે. . જેની પાસે ૨૦૦ કરોડની સંપત્તિ હતી હૈદરાબાદના આ છેલ્લા નિજામને એ સમયે સૌથી અમીર ભારતીય ગણવામાં આવતો હતો.

ગરીબ બન્યા સૌથી અમીર રાજા

image source

બ્રજરાજ મહાપાત્રા ટિગરિયા રિયાસતના છેલ્લા રાજા સૌથી અમીર હતાં. તેમની પાસે ૨૫ લગ્ઝુરીયસ કાર હતી. શિકાર માટે રાજા બ્રજરાજ મશહૂર હતાં. તેમણે ૧૩ વાઘ અને ૨૮ દિપડાઓના શિકાર કર્યા હતાં. પણ આઝાદી બાદ તેમના પરિવારના તમામ અધિકારો લઇ લેવામાં આવ્યા. તેમને માત્ર ૧૩૦ પાઉન્ડનું પેન્શન આપવામાં આવ્યું. જે પછી ઇન્દિરા સરકારે તેમનું પેન્શન બંધ કરી દીધું. પરિવારના વારિસ બ્રજરાજ ક્ષત્રિય બીરબર છામુપતિ સિંહને ગામડાના લોકોની દયાથી ઝુપડીમાં બાકીનું જીવન પસાર કરવું પડ્યું.