ઇન્ડિયન આઇડલની આ જાણીતી જોડી હવે દેખાશે ટીવીના શો બડે અચ્છે લગતે હે 2માં

ઇન્ડિયન આઇડલ 12 નું સુંદર જોડી પવનદીપ રાજન અને અરુણિતા કાંજીલાલ હાલના દિવસોમાં સતત ચર્ચામાં છે. જ્યાં હવે એવા સમાચાર છે કે આ જોડી સોની ટીવીના પ્રખ્યાત શો ‘બડે અચ્છે લગતે હૈ 2’ માં ખૂબ જ જલ્દી જોવા મળશે. તમને જણાવી દઈએ કે, આ દિવસોમાં ‘બડે અચ્છે લગતે હૈં 2’ માં રામ અને પ્રિયાની સગાઈનો ટ્રેક ચાલી રહ્યો છે. જ્યાં હવે આપણને પવનદીપ રાજન અને અરુણિતા કાંજીલાલને આ સગાઈ સમારોહમાં પરફોર્મ કરતા જોવ મળશે.

image soucre

તમને જણાવી દઈએ કે આ એપિસોડ 20 સપ્ટેમ્બરને સોમવારના દિવસે ટીવી પર પ્રસારીત કરવામાં આવશે. જ્યાં આ શોમાં આપણને પવનદીપ રાજન અને અરુણીતા કાંજીલાલ આ જોડી સાથે પરફોર્મ કરતા દેખાવાના છે. પવનદીપ રાજન અને અરુણીતા કાંજીલાલના ફેન્સ આ ખબર સામે આવ્યા પછી ખૂબ જ ખુશ છે. જ્યાં સોશિયલ મીડિયા પર આ જોડીના ફેન્સ સતત આ ખબરને લઈને એમનું રિએક્શન આપી રહ્યા છે.

image soucre

એકતા કપૂરનો આ ખાસ શો બડે અચ્છે લગતે હે 2 શરૂ થતાં જ સોની ચેનલનો સૌથી હિટ શો બની ચુક્યો છે. જ્યાં દર્શકો આ શોને એમને ખૂબ જ પ્રેમ આપી રહ્યા છે. તો અમુક ફેન્સ આ શોમાં રામ કપૂર અને સાક્ષી તંવરને પણ ખૂબ જ મિસ કરી રહ્યા છે. તમને જણાવી દઈએ કે દિશા પરમાર અને નકુલ મહેતા સિવાય આ શોમાં અંજુમ ફકીહ, શુભવી ચોકસી, અજય નાગરથ, પ્રણવ મિશ્રા, અમિત સિંહ ઠાકુર, અમન મહેશ્વરી સહિત ઘણા સ્ટાર્સ જોવા મળી રહ્યા છે.

image soucre

પવનદીપ રાજન અને અરુણીતા કાંજીલાલના વર્કફ્રન્ટની વાત કરીએ તો આ બન્નેની જોડી આપણને હાલમાં એમના નવા મ્યુઝિક વિડીયો ઓ સયોનીમાં દેખાઈ રહી છે. આ ગીતને જાણીતા મ્યુઝિક કંપોઝર હિમેશ રેશમિયાએ બનાવ્યું છે. જ્યાં યુટ્યુબ પર આ ગીતને ખૂબ જ પસંદ કરવામાં આવી રહ્યું છે.

image soucre

ઇન્ડિયન આઇડલ 12 જીત્યા પછી પવનદીપ રાજનની કિસ્મત ચમકી ગઈ છે. જ્યાં એમને સતત દર્શકોનો એટલો પ્રેમ મળ્યો છે. તમને જણાવી દઈએ કે પવનદીપ રાજન હાલના દિવસોમાં મુંબઈમાં છે, અને હવે એમને અહીંયા રહીને જ આગળ વધવાનો નિર્ણય કર્યો છે. અરુણીતા કાંજીલાલ પણ હવે મુંબઈ શિફ્ટ થઈ ચૂકી છે, અને એ પણ પવનદીપની જેમ આગળ વધવાની તૈયારીમાં છે.