સ્વયં લક્ષ્મીજીએ ઈંદ્રને જણાવ્યું હતું કે કેવી જગ્યાએ નથી રહી શકતા લક્ષ્મીજી

દર વર્ષે કારતક મહિનાની અમાવાસ્યાના દિવસે દિવાળીનો તહેવાર ઉજવવામાં આવે છે. આ વખતે દિવાળીનો તહેવાર ગુરુવાર, 04 નવેમ્બર 2021ના રોજ ઉજવવામાં આવશે. દિવાળી એ સુખ અને સમૃદ્ધિનો તહેવાર છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે માં લક્ષ્મી તેમના ભક્તોના ઘરે આવે છે અને તેમને ધન-ધાન્યના ભંડાર ભરેલા રહે તેવા આશીર્વાદ આપે છે. પરંતુ માતા લક્ષ્મી દરેક ભકતના ઘરમાં સ્થાયી થતા નથી. તેઓ સ્થાયી તો એવા જ ઘરમાં થાય છે જ્યાં આવા લોકો વાસ કરતા હોય છે.

image soucre

માતા લક્ષ્મી કેવા ઘરમાં વાસ કરે છે તેનો ઉલ્લેખ મહાભારતમાં પણ કરવામાં આવ્યો છે. મહાભારતના એક પર્વમાં દેવરાજ ઈંદ્ર અને મહાલક્ષ્મીના સંવાદ વિશે જાણકારી આપવામાં આવી છે. આ સંવાદમાં દેવી લક્ષ્મી ઈંદ્રને જણાવે છે કે તેઓ કેવા ઘરમાં નિવાસ કરે છે. તો ચાલો એ સંવાદ વિશે તમને પણ જણાવીએ.

શાસ્ત્રો અનુસાર દેવી લક્ષ્મી પહેલા દાનવોને ત્યાં વાસ કરતા હતા. પરંતુ એક દિવસ દેવી લક્ષ્મી ઈંદ્રના સ્વર્ગમાં પહોંચ્યા અને તેમને જણાવ્યું કે તેઓ દાનવોને ત્યાંથી સ્વર્ગમાં બિરાજવા ઈચ્છે છે. આ સાંભળી ઈંદ્ર દેવને પ્રશ્ન થયો અને તેમણે લક્ષ્મીજીને પુછ્યું કે તેમણે અનેકવાર લક્ષ્મીજીને સ્વર્ગમાં આમંત્રિત કર્યા પણ તેઓ આવ્યા નહીં પરંતુ હવે શા માટે તેઓ સ્વર્ગમાં આવવા ઈચ્છે છે.

image socure

આ પ્રશ્નના જવાબમાં લક્ષ્મીજીએ જણાવ્યું હતું કે તેઓ ત્યાં વસતા હતા કેમકે દાનવ હોવા છતાં તેઓ ધર્માત્મા હતા. તે પોતાનું કર્તવ્ય પૂર્ણ કરતા પરંતુ હવે તેઓ અધાર્મિક થયા છે તેથી ત્યાં તેઓ વસી ન શકે. આ વાત પર ઈંદ્રએ પુછ્યું કે દેવી કેવા કેવા દોષ હોય ત્યાં વસવાટ કરતા નથી. આ પ્રશ્નના જવાબમાં લક્ષ્મીએ એવા ઘર અને લોકો વિશે જણાવ્યું હતું કે જ્યાં દેવી લક્ષ્મી સ્થાયી થતા નથી.

image soucre

દેવી લક્ષ્મીના જણાવ્યાનુસાર અસુર દુરાચારી થયા છે, તેઓ વૃદ્ધ, ગુરુની મજાક ઉડાવે છે. તેમની નિંદા કરે છે. આ કામ અધાર્મિક છે. મહાલક્ષ્મીજીએ જણાવ્યું કે તેઓ એવા ઘરમાં જ સ્થાયી થાય છે જ્યાં લોકો ગરીબોની મદદ કરે, પોતાનું કાર્ય પ્રમાણિકતાથી કરે. આ સિવાય લક્ષ્મીજી કેવા લોકોને ત્યાં વસવાટ કરતા નથી અને ક્યાં કરે છે તે પણ જાણીએ.

  • 1. જે ઘરમાં પાપ, અધ્મ અને સ્વાર્થ હોય છે ત્યાં દેવી લક્ષ્મીના આશીર્વાદ રહેતા નથી.
  • 2. લક્ષ્મીજી ત્યાં જ નિવાસ કરે છે જ્યાં સંપૂર્ણ ધાર્મિક આચરણ હોય. ઘરના બધા જ સભ્યોના મન પવિત્ર હોય અને એકબીજાનો આદર કરતા હોય.
  • 3. ઘરના સભ્ય એકબીજાને દગો કરતા હોય ત્યાં લક્ષ્મીજી વાસ કરતા નથી.
  • 4. જે ઘરમાં અન્નનો બગાડ થાય છે અને અનાજને ફેંકી દેવામાં આવે છે. જે ઘરમાં થાળીમાં એંઠવાડ મુકવામાં આવે છે ત્યાં દેવી લક્ષ્મી વાસ કરતા નથી.
  • 5. જે ઘરમાં ક્લેશ, કંકાશ હોય છે ત્યાં પણ લક્ષ્મીજી વાસ કરતા નથી.