મહાગુજરાત આંદોલનની આગેવાની ઇન્દુચાચાએ લીધી હતી, શું તમે જાણો છો ગુજરાત સાથે જોડાયેલી બીજી આ વાતો વિશે?

આજે અમે આપને ભારત દેશમાં લાગુ કરવામાં આવેલ પહેલું જનતા કર્ફ્યું વિષે જણાવીશું. કેવી સ્થિતિમાં અને ભારતના ક્યાં ભાગમાં જનતા કર્ફ્યું લાગુ કરવામાં આવ્યું હતું ચાલો જાણીએ.

image source

ગુજરાત રાજ્યને અલગ દરજ્જો અપાવવા માટે મહાગુજરાત આંદોલન સમયે બૃહદ મુંબઈના તત્કાલીન મુખ્યમંત્રી મોરારજી દેસાઈની જાહેર સભાનો વિરોધ કરતા ઇન્દુચાચાએ જનતા કર્ફ્યુંની જાહેરાત કરતા છેવટે મોરારજી દેસાઈને જાહેર સભા રદ્દ કરવાની જરૂરિયાત પડી હતી.

-કુલીન ચંદ્ર યાજ્ઞિક (નિવૃત આઈ.એ.એસ)

બૃહદ મુંબઈ રાજ્ય માંથી ગુજરાત રાજ્યની અલગ માંગ સહિત મહાગુજરાત આંદોલનનું પ્રતિનિધિત્વ ઇન્દુચાચા (ઇન્દુલાલ કનૈયાલાલ યાજ્ઞિક)એ કરી હતી. એ સમયમાં અમદાવાદના લાલ દરવાજાના ભદ્ર કિલ્લા નજીક બૃહદ મુંબઈ રાજ્યના તત્કાલીન મુખ્યમંત્રી મોરારજી દેસાઈની જાહેર સભા આયોજિત કરવામાં આવી હતી. આ જાહેરસભાનો વિરોધ કરવા માટે મહાગુજરાત આંદોલનના પ્રતિનિધિ ઇન્દુચાચાએ દેશમાં સૌથી પહેલા જનતા કર્ફ્યુંનું જાહેરાત કરી દીધી હતી. જનતા કર્ફ્યુંની જાણ થતા મોરારજી દેસાઈને અણીના સમયે જાહેર સભા રદ્દ કરી દેવી પડી.

image source

તેમજ નડિયાદના નિવૃત આઈએએસ કુલીન ચંદ્ર યાજ્ઞિક પોતાના ભૂતકાળની યાદોને સ્મરણ કરતા જે જણાવ્યું હતું તે મુજબ, ઇન્દુ ચાચા મજુરોના નેતા હતા. ઇન્દુચાચાને મહાગુજરાત જનતા પરિષદના પ્રમુખ બનાવવામાં આવ્યા. ઇન્દુચાચાના પ્રતીનીધીત્વમાં ઘણા આંદોલનો, વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યા હતા. ત્યારે જ થોડાક સમયમાં અમદાવાદના લાલદરવાજા નજીક ભદ્ર કિલ્લા સ્થિત બૃહદ મુંબઈના તત્કાલીન મુખ્યમંત્રી મોરારજી દેસાઈની જાહેરસભા આયોજિત કરવામાં આવી હતી. આ જાહેરસભાનો વિરોધ કરવા માટે ઇન્દુચાચા અને અન્ય નેતાઓએ સહિત મોરારજી દેસાઈની જાહેરસભામાં કોઈએ જવાનું નથી તેમ જણાવતા ઇન્દુચાચા અને અન્ય નેતાઓએ જણાવતા જનતા ક્ર્ફ્યુંને સફળતા પૂર્વક પાર કરાયો હતો.

ઉપરાંત મોરારજી દેસાઈને છેલ્લી ઘડીએ પોતાની જાહેરસભા રદ્દ કરવાની ફરજ પડી હતી. જાણવા જેવી વાત છે કે, દેશમાં મિલ કામદારોને લગતા પ્રશ્નો માટે ઇન્દુચાચા સહિત સુબોધ મહેતા અને સંત મહેતા પણ સમયે સમયે સરકાર સમક્ષ રજૂઆત કરતા રહેતા, જેના પરિણામ સ્વરૂપ મિલ કામદારોને મોઘવારી ભથ્થું મળવાપાત્ર થયું. વધુમાં જણાવતા તેઓ કહે છે કે, દેશમાં પહેલીવાર જનતા કર્ફ્યુંની જાહેરાત મહાગુજરાત આંદોલન દરમિયાન ભૂતપૂર્વ વડાપ્રધાન મોરારજી દેસાઈની વિરોધમાં જાહેર કરવામાં આવ્યું હતું. ત્યાર પછી હાલમાં વૈશ્વિક મહામારી બની ગયેલ કોરોના વાયરસ વિરુદ્ધ લડત આપવા માટે વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જનતા કર્ફ્યુંની ઘોષણા કરી છે. બીજી વખત ઘોષણા કરવામાં આવેલ જનતા કર્ફ્યુંને પણ દેશવાસીઓનો ઘણો સારો પ્રતિસાદ મળ્યો હતો.

image source

જન્મ સ્થાનમાં ફક્ત ઇન્દુચાચાની પ્રતિમા જ તેમની ઓળખ.

સરકાર તો ઠીક પણ સ્થાનિક નેતાઓને પણ કોઈ રસ નથી:

દેશની આઝાદ થઈ ગયા પછી પણ દેશમાં ઘણી સરકારો આવી પણ કોઇપણ સરકારે કે અન્ય કોઈ રાજનેતાએ ગુજરાત રાજ્યના સંસ્થાપક ઇન્દુલાલ યાજ્ઞિકના જન્મ સ્થાનને કે પછી તેઓ જે ઘરમાં રહેતા હતા તે ઘરને પણ હેરીટેજ બનાવવા માટે કોઈ પ્રયાસ કરવામાં આવ્યા નથી. મહાગુજરાતનું આંદોલન શરુ કરીને ગુજરાતને અલગ રાજ્યનો દરજ્જો અપાવનાર ઇન્દુચાચા મૂળ નડિયાદના રહેવાસી હતા. ઇન્દુચાચનો જન્મ નડિયાદ શહેરની નાગરવાડા પોળમાં થયો હતો.

image source

ઇન્દુચાચાનો જન્મ જે ઘરમાં થયો હતો તે મકાન વર્તમાન સમયમાં જર્જરિત અવસ્થા ઉપસ્થિત છે. જો કે, સમયે સમયે આ મકાનના માલિક બદલાતા રહ્યા છે પણ ઇન્દુચાચાના જન્મ સ્થળને સરક્ષણ કરવા માટે સમારકામ માટે કોઈ સરકારે રસ દાખવ્યો જણથી તેમજ સ્થાનિક નેતાઓએ પણ ઇન્દુચાચા જેવા મહાનાયકને જીવંત રાખીને ભવિષ્યની પેઢીને સંદેશ આપવામાં પણ કોઈ રુચિ દર્શાવી નથી. જેના પરિણામ સ્વરૂપ વર્તમાન સમયમાં નડીયાદ શહેર સ્થિત સંતરામ મંદિરના દ્વાર નજીક જ ઇન્દુચાચાની પ્રતિમા સ્થાપિત કરીને નડીયાદ સંતોષ માની રહ્યું છે.

કોઈ કાર્યક્રમ કરવામાં આવતા નથી.:

હું જ્યારથી સમજતો થયો ત્યારથી લઈને આજ સુધી નડીયાદમાં કે ક્યાંય પણ કોઈ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હોય તેવું મારા ધ્યાન હજી સુધી નથી આવ્યું.

પંકજ દેસાઈ, દંડક, વિધાનસભા.

image source

કોઈ કાર્યક્રમ હોતા નથી.:

ગુજરાત રાજ્યને અલગ દરજ્જો મળ્યાને ૫૦ વર્ષ કરતા વધારે થઈ ગયું હોવા છતાં પણ કોઈ સરકારી પ્રોગ્રામનું પણ આયોજન કરવામાં આવ્યું નથી.

દેવુસિંહ ચૌહાણ, સાંસદ.

ઇન્દુચાચાને ખેડા જીલ્લા માંથી તડીપાર કરવામાં આવ્યા હતા.:

image source

મને યાદ છે ત્યાં સુધી અંદાજીત વર્ષ ૧૯૪૨ દરમિયાન બીજા વિશ્વયુદ્ધમાં અંગ્રેજો અને રશિયા મિત્ર રાષ્ટ્રની જેમ જોડાયા હતા, તેવા સમયે પણ મિલ કામદારોને સંબંધિત પ્રશ્નો માટે સરકાર વિરુદ્ધ લડત આપી રહેલ નેતા ઇન્દુચાચાને તે સમયે સરકાર દ્વારા ખેડા જીલ્લા માંથી તડીપાર કરવાનો હુકમ કરવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય વાત છે કે, ઇન્દુલાલ યાજ્ઞિકએ ખેડા જીલ્લામાં ખરીદ અને વેચાણ સંઘની સ્થાપના કરવામાં આવી હતી.