ભારતે ઓસ્ટ્રેલિયામાં રચ્યો મોટો ઇતિહાસ, 2-1થી બોર્ડર-ગાવસ્કર સીરિઝ પર કબજો

-ભારતે ઓસ્ટ્રેલિયામાં રચ્યો મોટો ઇતિહાસ, 2-1થી બોર્ડર-ગાવસ્કર સીરિઝ પર કબજો, ભારતની ક્રિકેટ ટીમ દ્વારા ઓસ્ટ્રેલીયાની સામે શ્રેણી જીતી લીધી હોવાની ખુશીમાં પૂર્વ ક્રિકેટર વીરેન્દ્ર સહેવાગ કમેન્ટ કરીને કહે છે કે, આ નવું ભારત છે જેઓ સામેવાળાને તેમના ઘરમાં ઘૂસીને મારે છે એડીલેડમાં આ યુવાન છોકરાઓ સાથે જે પણ થયું ત્યાર બાદ તેમણે જિંદગીભર આનંદ આપે તેવી જીત પ્રાપ્ત કરી છે. વર્લ્ડ કપની જીતની જેમ આ જીત પણ સ્પેશીયલ છે ઋષભ પંત ખાસ ખિલાડી છે.


-BCCI સેક્રેટરી જય શાહ દ્વારા ૫ કરોડ રૂપિયાનું બોનસ જાહેર કરવામાં આવ્યું.


-બ્રિસ્બેનમાં આની પહેલા સૌથી સફળ રનચેઝ કરવાનો રેકોર્ડ ઓસ્ટ્રેલીયા દેશના નામે હતો, ઓસ્ટ્રેલીયાએ વર્ષ ૧૯૫૧માં વિન્ડીઝની સામે ૨૩૬ રનનો ટાર્ગેટ ચેઝ કર્યો હતો. ભારતીય ક્રિકેટ ટીમે ઓસ્ટ્રેલીયાની સામેની શ્રેણીમાં કેપ્ટન વિરાટ કોહલી સહિત મુખ્ય પાંચ બોલર્સની ગેરહાજરી હોવા છતાં આ શ્રેણી જીતી લીધી છે.


-ભારતીય ક્રિકેટ ટીમએ ૩૨૮ રનને ચેઝ કરતા ૩ વિકેટ ગુમાવતા મેચ જીતી લીધી, શ્રેણી ૨-૧થી પોતાના નામે કરી લીધી.


ભારતીય ક્રિકેટ ટીમે બ્રિસ્બેનમાં ચાર ટેસ્ટ સિરીઝની છેલ્લી મેચમાં ઓસ્ટ્રેલીયાની ટીમને ૩ વિકેટથી હરાવીને ૩૨૮ રનનો ટાર્ગેટ ચેઝ કરી લીધો છે.

એટલું જ નહી, ભારતીય ક્રિકેટ ટીમએ આ સીરીઝ ૨-૧થી પોતાના નામે કરી લીધી છે. ઓસ્ટ્રેલીયાની ટીમ બીજી ઇનિંગ્સ દરમિયાન ૨૯૪ રનમાં જ ઓલઆઉટ થઈ ગયા છે. ઓસ્ટ્રેલીયાની ટીમએ પહેલી ઇનિંગ્સમાં 33 રનની લીડ પ્રાપ્ત કરી હતી. આ સાથે તેમણે ભારતની ટીમને મેચ જીતવા માટે ૩૨૮ રનનો ટાર્ગેટ આપ્યો છે. ટીમ ઇન્ડિયા માટે મોહ્હ્મ્દ સિરાજ દ્વારા ૫ વિકેટ, શાર્દુલ ઠાકુરે દ્વારા ૪ વિકેટ અને વી. સુંદર દ્વારા ૧ વિકેટ લેવામાં આવી. મોહ્હ્મ્દ સિરાજએ પહેલી વાર પોતાના કરિયરમાં એક ઇનિંગ્સ દરમિયાન ૫ વિકેટ લીધી.


ભારતીય ક્રિકેટ ટીમએ સતત ત્રીજીવાર બોર્ડર- ગાવાસ્કર ટ્રોફી જીત્યા છે. આની પહેલા વર્ષ ૨૦૧૬- ૧૭માં પોતાના જ ઘરઆંગણે ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમને ૨-૧થી હરાવી દીધું હતું.


ત્યાર બાદ વર્ષ ૨૦૧૮- ૧૯માં ઓસ્ટ્રેલીયાની ક્રિકેટ ટીમને પોતાના જ ઘરે જ ૨-૧થી હરાવી દીધી હતી. ભારતે આની પહેલા ક્યારેય બોર્ડર- ગાવાસ્કર ટ્રોફીમાં સતત ૩ શ્રેણી જીત્યા હતા નહી.


ભારતીય ક્રિકેટ ટીમની જીતમાં શુભમન ગિલ, ઋષભ પંત અને ચેતેશ્વર પુજારાનું યોગદાન સૌથી વધારે મહત્વનું રહ્યું છે.


શુભમન ગિલએ ૯૧ રન, ઋષભ પંતએ ૮૯ રન અને ચેતેશ્વર પુજારાએ ૫૬ રન બનાવ્યા છે.


આ સીરીઝ જીતી લીધા પછી BCCI ના સેક્રેટરી જય શાહ દ્વારા ૫ કરોડ રૂપિયાનું બોનસની જાહેરાત કરવામાં આવી છે.


અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત